સામાન્ય રીતે વીજળી કંપનીઓ સામે લોકો પસ્તાળ પાડતા હોય છે, કારણકે વીજળીના ધાંધિયા હોય છે, ખાસ કરીને ચોમસાની સિઝનમાં તો વારંવાર પાવર કાપ જોવા મળે છે. આ વખતે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL)એ રાજકોટ અને સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાના 61 લાખ ગ્રાહકોને રાહત થાય તેવી જાહેરાત કરી છે.
PGVCLએ કહ્યું છે કે, ચોમાસામાં પાવર કટ થશે તો એક કલાકની અંદર પાવર પાછો આવી જશે તેના માટે પુરતી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. 2500 કર્મચારીઓની ટીમ અને 840 વાન ફોલ્ટ રિપેર માટે તૈનાત કરી દેવામાં આવી છે.રાજકોટ જિલ્લામાં 276 સબ ડિવીઝન છે અને દરેક સબ ડિવીઝનમાં 9 લોકોની ટીમ રાખવામાં આવી છે. ફરિયાદોનું કોર્પોરેટ ઓફિસમાંથી મોનેટરીંગ કરવામાં આવી રહ્યું છે.