ગોપાલ ઈટાલિયા 'ટકાઉ ખેતી અને ખેડૂત કલ્યાણ વિષય પર Ph.D. કરશે, પ્રથમ ક્રમાંકે પસંદગી થઈ

જૂનાગઢ સ્થિત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં યોજાયેલી કાયદા વિષયની Ph.D. પ્રવેશ પરીક્ષામાં આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ સૌથી વધુ 88.04 ગુણ મેળવીને પ્રથમ ક્રમાંકે પ્રવેશ મેળવ્યો છે. કાયદાના આ વિદ્યાર્થી હવે ખેતી અને ખેડૂતોના અધિકારો અંગે મહત્વનું સંશોધન કરશે.

ગોપાલ ઈટાલિયા 'ટકાઉ ખેતી અને ખેડૂત કલ્યાણ માટે બંધારણીય માળખું' વિષય પર પોતાનો મહાશોધનિબંધ (Thesis) તૈયાર કરશે. આ સંશોધનમાં તેઓ ભારત અને વિશ્વના અન્ય દેશોના બંધારણીય માળખાનો તુલનાત્મક અભ્યાસ કરશે.

MLA ગોપાલ ઈટાલિયાના જણાવ્યા મુજબ, આઝાદીના 79 વર્ષ પછી પણ ભારતના બંધારણમાં ખેતી અંગેની જોગવાઈઓ માત્ર માર્ગદર્શિકા  સ્વરૂપે જ છે. ભારત ખેતીપ્રધાન દેશ હોવા છતાં બંધારણમાં ખેડૂતો માટે કોઈ સ્પષ્ટ અધિકારો નથી. સરકારી કર્મચારીઓ પોતાના બંધારણીય અધિકારોનો દાવો કરી શકે છે, પરંતુ વિવિધ સમસ્યાઓથી પીડાતો ખેડૂત તેમ કરી શકતો નથી, કારણ કે નીતિ-નિયમો રાજ્ય સરકારોની મરજી પર નિર્ભર રહે છે.

gopal2
facebook.com/gopalitaliaofficial

તેમણે ઉમેર્યું કે, સંશોધનનો મુખ્ય હેતુ ખેડૂતોને કાયમી બંધારણીય અધિકારો અપાવવાનો છે, જેથી કોઈ પણ પક્ષની સરકાર આવે તો પણ આ અધિકારો આપવા ફરજિયાત બને. Ph.D. પૂર્ણ થયા બાદ તેઓ આ અહેવાલ કેન્દ્ર અને રાજ્ય સરકારને સુપરત કરશે. ઉપરાંત, જનતાના પ્રતિનિધિ તરીકે નેતાઓએ સતત અભ્યાસ કરતા રહેવું જોઈએ જેથી સમાજને તેનો લાભ મળે.

 

યુનિવર્સિટીના કુલપતિ ડૉ. પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યા અનુસાર પરીક્ષા અને ગુણ: ગત 16 ઓગસ્ટે યોજાયેલી પ્રવેશ પરીક્ષામાં 91 વિદ્યાર્થીઓ બેઠા હતા. 31 ઓગસ્ટે જાહેર થયેલા પરિણામમાં ગોપાલ ઈટાલિયાએ લેખિતમાં 86 માર્ક મેળવ્યા હતા, જેના 70% વેટેજ ગણવામાં આવ્યું હતું.

  • ઇન્ટરવ્યુ/વાયવા: કાયદા વિભાગના ચેરમેન અને બે નિષ્ણાતોની DRC (ડિપાર્ટમેન્ટ રિસર્ચ કમિટી) સમક્ષ પ્રોપોઝલ ચકાસી વાયવા લેવાયો હતો.
  • આખરી પરિણામ: લેખિત અને મૌખિક વાયવાના આધારે કુલ 2 સીટો પર ઈટાલિયા પ્રથમ ક્રમે અને એક વિદ્યાર્થિની બીજા ક્રમે પસંદગી પામ્યા હતા.
  • સામાન્ય સમાનતા: ઈટાલિયા ધારાસભ્ય હોવા છતાં કોઈ જ સિક્યોરિટી કે વિશેષ પ્રોટોકોલ વગર સામાન્ય વિદ્યાર્થીની જેમ આવ્યા હતા. અન્ય ઉમેદવારોની જેમ જ તેમની રસીદ અને આઈડી પ્રૂફ ચકાસવામાં આવ્યા હતા.

હવે તેઓ એક મહિનાનું કોર્સ વર્ક પૂર્ણ કરશે અને આગામી 3 વર્ષમાં મહાશોધનિબંધ તૈયાર કરશે. પ્લેગેરીઝમ (સાહિત્યિક ચોરી) ની ચકાસણી, બહારની યુનિવર્સિટીના એક્સપર્ટ્સનું મૂલ્યાંકન અને ફાઈનલ વાયવા બાદ તેમને ડિગ્રી એનાયત કરાશે.

GOPAL
aamaadmiparty.org

ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ અમલમાં હોવા છતાં રાજ્યની યુનિવર્સિટીઓમાં એકસમાન નિયમોનો અભાવ જોવા મળે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિતની કેટલીક યુનિવર્સિટીઓમાં UGC રેગ્યુલેશનના નામે Ph.D. પ્રવેશ પરીક્ષાઓ બંધ કરીને માત્ર NET પાસ ઉમેદવારોને જ પ્રવેશ અપાતો હોવાથી સામાન્ય વિદ્યાર્થીઓ વંચિત રહી જાય છે. બીજી તરફ, પૂર્વ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા (VNSGU, સુરત) અને હવે ગોપાલ ઈટાલિયા જેવા રાજકીય નેતાઓ પ્રવેશ પરીક્ષા આપીને Ph.D. કરી રહ્યા છે.

 

About The Author

Related Posts

Top News

માત્ર માઈલેજ જ નહીં, E20 પેટ્રોલ જૂના વાહનોમાં વધારી રહ્યું છે ઘસારો અને રિપેરિંગનો ખર્ચ: સર્વેમાં ખુલાસો

દેશભરમાં E20 (20 ટકા ઇથેનોલ મિશ્રિત) પેટ્રોલના રોલઆઉટ પછી, જૂના પેટ્રોલ વાહનોના માલિકો માઈલેજમાં ઘટાડો અનુભવી રહ્યા છે...
Tech and Auto 
માત્ર માઈલેજ જ નહીં, E20 પેટ્રોલ જૂના વાહનોમાં વધારી રહ્યું છે ઘસારો અને રિપેરિંગનો ખર્ચ: સર્વેમાં ખુલાસો

બદલો લેવા શાળાના સાંભરમાં ગાયના છાણનો પાવડર મેળવી દીધો! પત્નીને સ્કૂલમાંથી કાઢી મુકવા પર ગુસ્સે હતો

તમિલનાડુના ઇરોડ જિલ્લામાં એક સરકારી શાળામાં બાળકો માટે નાસ્તા તરીકે સાંભર બનાવવામાં આવ્યો. સાંભરમાં ગાયના છાણનો પાવડર હોવાનું જાણવા મળ્યું. ...
National 
બદલો લેવા શાળાના સાંભરમાં ગાયના છાણનો પાવડર મેળવી દીધો! પત્નીને સ્કૂલમાંથી કાઢી મુકવા પર ગુસ્સે હતો

ગુજરાતની એવી જગ્યા જ્યાં ખેતીની જમીન અને કુવાઓ સમુદ્રમાં સમાઈ રહ્યા છે!

'એક સમય હતો જ્યારે સમુદ્ર અમારા ગામથી 2 કિલોમીટરથી વધુ દૂર હતો. દરિયા કિનારે નાળિયેરીના બગીચાઓ અને બોરવેલ હતા....
Gujarat 
ગુજરાતની એવી જગ્યા જ્યાં ખેતીની જમીન અને કુવાઓ સમુદ્રમાં સમાઈ રહ્યા છે!

નાના વેપારીઓ માટે સરકારે 'કોર્પોરેટ મિત્ર' પહેલ શરુ કરી, સરળ થશે નિયમો અને પ્રક્રિયા

કેન્દ્ર સરકારે સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) માટે પાલન પ્રક્રિયાને સરળ બનાવવા માટે 'કોર્પોરેટ મિત્ર' ...
Business 
નાના વેપારીઓ માટે સરકારે 'કોર્પોરેટ મિત્ર' પહેલ શરુ કરી, સરળ થશે નિયમો અને પ્રક્રિયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.