- Gujarat
- ગુજરાતના નાણામંત્રીએ 4 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું, જાણો કોને શું મળ્યું
ગુજરાતના નાણામંત્રીએ 4 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું, જાણો કોને શું મળ્યું
નાણામંત્રી કનુભાઇ દેસાઇએ આજે વિધાનસભામાં વર્ષ 2026-27નું ₹4,08,053 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું છે. રાજ્યના આર્થિક વિકાસને વેગ આપવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતા, માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ₹29,709 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રાજ્યમાં રસ્તાઓનું નેટવર્ક મજબૂત કરવા અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે સરકાર અનેક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ હાથ ધરશે.
કનેક્ટિવિટી અને રસ્તાઓ માટે મહત્વની જોગવાઈઓ:
બજેટમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પરિવહન સુવિધા સુધારવા માટે નીચે મુજબની ફાળવણી કરવામાં આવી છે:
માર્ગો અને પુલ: રાજ્યના રસ્તાઓ અને નવા પુલોના નિર્માણ માટે ₹10,008 કરોડ.
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના: ગામડાઓના રસ્તાઓને સુદ્રઢ બનાવવા ₹5,600 કરોડ.
પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના: આ યોજના હેઠળ રસ્તાની કામગીરી માટે ₹400 કરોડ.
આદિજાતિ વિસ્તાર: અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં રસ્તા અને પુલ માટે ₹950 કરોડ.
હાઈવે પ્રોજેક્ટ્સ: ચાર અને છ માર્ગીય BOT પ્રોજેક્ટ્સ માટે ₹1,633 કરોડ ફાળવાયા છે.
રેલવે ક્રોસિંગ મુક્તિ અને સુરક્ષા:
ઓવરબ્રિજ: રેલવે ક્રોસિંગ પર ટ્રાફિક જામની સમસ્યા નિવારવા ઓવરબ્રિજ બનાવવા ₹500 કરોડની જોગવાઈ.
ઇન્ટેલીજન્ટ ટ્રાફિક સિસ્ટમ: રાજ્યના મુખ્ય ધોરીમાર્ગો પર સુરક્ષા અને સલામતી માટે નવી ટેકનોલોજી આધારિત ટ્રાફિક સિસ્ટમ માટે ₹40 કરોડ.
વ્હાઈટ ટોપીંગ: રસ્તાઓની મજબૂતી વધારવા માટે વ્હાઈટ ટોપીંગ ટેકનોલોજી માટે ₹32 કરોડ.
સરકારી મકાનો અને વહીવટી માળખું:
અમદાવાદ અને ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓના આવાસ માટે ₹312 કરોડ.
વાવ-થરાદમાં નવું જિલ્લા સેવા સદન અને અન્ય 17 તાલુકાઓમાં નવા તાલુકા સેવા સદનો માટે ₹138 કરોડ.
જિલ્લા કક્ષાએ સરકારી મકાનોના મજબૂતીકરણ માટે ₹200 કરોડ.
https://twitter.com/InfoGujarat/status/2024067495209169311
પર્યટન અને ગુણવત્તા પર ધ્યાન:
કેશોદ એરપોર્ટથી વિવિધ પ્રવાસન અને ધાર્મિક સ્થળોને જોડતા રસ્તાઓના સુધારાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, રસ્તાઓની ગુણવત્તા જાળવવા માટે ટેકનિકલ ઑડિટ અને ડેટા મેનેજમેન્ટ માટે અલગથી જોગવાઈઓ કરવામાં આવી છે.
ખેતી અને પશુપાલન ક્ષેત્રે મોટી ફાળવણી
ખેડૂતોની સુખાકારી માટે બજેટમાં અનેક મહત્વની યોજનાઓ જાહેર કરવામાં આવી છે:
ખેડૂત કલ્યાણ: ખેડૂતો માટે કુલ ₹3043 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
કૃષિ ઓજારો: નાના અને સીમાંત ખેડૂતોને કૃષિ ઓજારોની ખરીદીમાં મદદ કરવા ₹1565 કરોડ ફાળવાયા છે.
સિંચાઈ યોજનાઓ: સુજલામ સુફલામ પાઇપ લાઇન માટે ₹1237 કરોડ, સૌની યોજના માટે ₹473 કરોડ અને કચ્છની યોજનાઓ માટે ₹1333 કરોડની જોગવાઈ છે.
કિસાન ક્રેડિટ કાર્ડ: વ્યાજ સહાય માટે ₹1539 કરોડની ફાળવણી કરાઈ છે.
પશુપાલન: 4 ઝોનમાં બાયો CNG પ્લાન્ટની સ્થાપના માટે ₹112 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
મહિલા સશક્તિકરણ અને કલ્યાણ
મહિલાઓના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે સરકારે બજેટમાં મહત્વના પગલાં ભર્યા છે:
નમો લક્ષ્મી યોજના: માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક કન્યાઓના શિક્ષણ માટે ₹1250 કરોડની જોગવાઈ.
ગંગા સ્વરૂપા યોજના: આર્થિક સહાય માટે ₹2848 કરોડની ફાળવણી.
નમો કૌશલ્ય લક્ષ્મી યોજના: ITI માં અભ્યાસ કરતી દીકરીઓ માટે નવી યોજના હેઠળ ₹40 કરોડ ફાળવાયા છે.
લખપતિ દીદી: આ યોજના માટે ₹47 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
https://twitter.com/sanghaviharsh/status/2024035404719288680
શિક્ષણ અને યુવા રોજગારી
યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવા શિક્ષણ ક્ષેત્રે આધુનિકીકરણ પર ભાર મુકાયો છે:
શિષ્યવૃત્તિ: વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે કુલ ₹5967 કરોડની મોટી ફાળવણી કરવામાં આવી છે.
પીએમ શ્રી શાળાઓ: રાજ્યમાં વધુ 926 નવી પીએમ શ્રી શાળાઓ શરૂ કરવામાં આવશે.
સંકલિત શાળાઓ: બાલવાટિકાથી ધોરણ-10 સુધીની સંકલિત શાળાઓ બનાવવા માટે ₹120 કરોડની જોગવાઈ છે.
ઉદ્યોગ અને રમતગમત: 'ઓલિમ્પિક રેડી સિટી'નું લક્ષ્ય
સ્માર્ટ GIDC: 25 GIDC ને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરી સ્માર્ટ બનાવવામાં આવશે, જેના માટે ₹1250 કરોડની ફાળવણી કરાઈ છે.
કોમનવેલ્થ ગેમ્સ 2030: અમદાવાદને 'ઓલિમ્પિક રેડી સિટી' તરીકે વિકસાવવા અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે ₹1278 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ગૃહ વિભાગ (સુરક્ષા અને પોલીસ આવાસ)
રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે ગૃહ વિભાગ માટે કુલ ₹14,265 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
પોલીસ આવાસ: આગામી પાંચ વર્ષમાં પોલીસ કર્મચારીઓ માટે કુલ 20,444 રહેણાક મકાનો બનાવવાનું આયોજન છે, જે માટે આ બજેટમાં ₹1571 કરોડ ફાળવવામાં આવ્યા છે.
વહીવટી ભવનો: વિવિધ જિલ્લાઓમાં પોલીસ સ્ટેશન અને કચેરીઓ જેવા કુલ 107 બિન-રહેણાક મકાનો બનાવવા માટે ₹136 કરોડની જોગવાઈ છે.
ટેકનોલોજી અને સુરક્ષા: * 'Rogue Drone' જેવી સુરક્ષા ધમકીઓ સામે લડવા માટે ચાર Anti Drone System ની ખરીદી માટે ₹20 કરોડ ફાળવાયા છે.
આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સરહદો પર પોલીસ પેટ્રોલિંગ માટે 50 સ્પેશિયલ ઓપરેશનલ વ્હીકલ ખરીદવા ₹9 કરોડની જોગવાઈ છે.
'DIAL 112' જનરક્ષક પ્રોજેક્ટ હેઠળ નવી 3 હજાર જગ્યાઓ ઊભી કરવામાં આવશે.
https://twitter.com/KanuDesai180/status/2024085580855009735
શિક્ષણ અને પુસ્તકાલય
નમો સેન્ટ્રલ લાઈબ્રેરી: ગાંધીનગરમાં દેશની સૌથી મોટી નમો સેન્ટ્રલ લાઈબ્રેરી બનાવવામાં આવશે.
જિલ્લા-તાલુકા ગ્રંથાલયો: ગ્રંથાલયોના નિર્માણ માટે ₹128 કરોડની જોગવાઈ અને 4 સ્માર્ટ જિલ્લા ગ્રંથાલયોનું આયોજન.
ભગવાન બિરસા મુંડા લાઈબ્રેરી: આદિજાતિ વિસ્તારોમાં 15 તાલુકાઓમાં નવી લાઈબ્રેરીઓની સ્થાપના કરવામાં આવશે.
શિક્ષણ માળખું: બાલવાટિકાથી ધોરણ-10 સુધીની સંકલિત શાળાઓ માટે ₹120 કરોડ ફાળવાયા છે.

