આસારામને લઈને ગુજરાત હાઈકોર્ટે સંભળાવ્યો મોટો નિર્ણય

ગુજરાત હાઈ કોર્ટે શુક્રવાર (27 જૂન) 2013ના રોજ બળાત્કાર કેસમાં આસારામને મોટી રાહત આપી હતી. તેના અસ્થાયી જામીનને 7 જુલાઈ સુધી વધારી દેવામાં આવ્યા છે. આ કેસમાં આસારામ આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. જસ્ટિસ ઈલેશ વોરા અને સંદીપ ભટ્ટની ખંડ પીઠે અરજીની સુનાવણી દરમિયાન આસારામના અસ્થાયી જામીન 3 મહિના વધારી દેવામાં આવ્યા હતા, જે અગાઉ 28 માર્ચના રોજ આપવામાં આવ્યા હતા. તેની અવધિ 30 જૂને સમાપ્ત થઈ રહી છે.

આસારામ (86)ને સ્વાસ્થ્યના આધારે પર જામીન આપવામાં આવ્યા છે. જામીનની અવધિ એટલે વધારવામાં આવી છે કે જેથી તેના વકીલ અરજીમાં જરૂરી દસ્તાવેજો રજૂ કરી શકે. કેસની આગામી સુનાવણી 2 જુલાઈના રોજ થશે. આસારામના વકીલે દસ્તાવેજો જમા કરવા માટે થોડા દિવસનો સમય માગતા દાવો કર્યો હતો કે, કોર્ટે 28 માર્ચે અસ્થાયી જામીન આપ્યા બાદ, જોધપુર હાઈ કોર્ટમાંથી આદેશ મેળવવાની પ્રક્રિયાને કારણે 10 દિવસ બરબાદ થઈ ગયા હતા અને આસારામને 7 એપ્રિલે મુક્ત કરવામાં આવ્યો હતો. એટલે હું 2 દિવસનો સમય આપવાનો અનુરોધ કરું છું, જેથી જો સોમવારે આ કેસની સુનાવણી થાય છે, તો હું દસ્તાવેજ રેકોર્ડ પર રાખી શકું અને તેઓ (પ્રતિવાદીઓ) પણ તેની ચકાસણી કરી શકે.

Asaram1

કોર્ટે શું કહ્યું?

કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, વર્તમાન કેસના વિશિષ્ટ તથ્યો, ખાસ કરીને નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી (NALSA) પાસેથી પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયાને ધ્યાનમાં રાખતા, અમે અસ્થાયી જામીન 7 જુલાઈ સુધી વધારી રહ્યા છીએ. હાઇકોર્ટે 28 માર્ચના રોજ આસારામને 3 મહિના માટે અસ્થાયી જામીન આપ્યા હતા કેમ કે સુપ્રીમ કોર્ટ દ્વારા તેને આપવામાં આવેલા વચગાળાના જામીન 31 માર્ચના રોજ સમાપ્ત થઈ રહ્યા હતા.

Asaram

હાઇકોર્ટની એક ખંડપીઠે વિભાજિત નિર્ણય સંભળાવ્યો હતો, ત્યારબાદ આ મામલો ત્રીજા ન્યાયાધીશ પાસે મોકલવામાં આવ્યો હતો, જેમણે આસારામને 3 મહિનાના અસ્થાયી જામીન આપવાના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો. ગાંધીનગરની એક કોર્ટે જાન્યુઆરી 2023માં બળાત્કાર કેસમાં આસારામને આજીવન કેદની સજા સંભળાવી હતી. આસારામ વર્ષ 2013માં રાજસ્થાનમાં પોતાના આશ્રમમાં એક સગીર છોકરીના જાતીય શોષણના બીજા કેસમાં પણ આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. વર્તમાન કેસમાં તેને સુરતની એક મહિલા અનુયાયી સાથે વર્ષ 2001 થી વર્ષ 2006 દરમિયાન વારંવાર બળાત્કાર કરવાનો દોષી ઠેરવવામાં આવ્યો છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.