કાળા કાચ-નંબર પ્લેટ વગરની કાર લઈ ફરતા પોલીસકર્મી સાથે જુઓ મેહુલ બોઘરાએ શું કર્યુ

On

સુરતના યુવાન એડવોકેટ મેહુલ બોઘરા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં આરોપ લગાવ્યો છે કે, પોલીસે મારા પર ફરી હુમલો કર્યો છે. પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા પછી બોઘરાએ મીડિયા સાથે વાત કરી હતી.

ઘણી વખત પોલીસની કામગીરી સામે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને જાણીતા બનેલા એડવોકેટ મેહુલ બોઘરા ફરી ચર્ચામાં આવ્યા છે. રવિવારે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, હું મારા અંગત કામ માટે ઇસ્કોન મોલ જઇ રહ્યો હતો ત્યારે પરવત પાટીયા પાસે BRTSમાં એક બ્લેક કલરના કાચ વાળી ગાડી ઉભી હતી અને તેની પર નંબર પ્લેટ પણ લગાવવામાં નહોતી આવી. આ ગાડી પર પોલીસ લખેલું હતું.

બોઘરાએ કહ્યું કે, ગુજરાતના DGPનો એક પરિપત્ર છે કે, પોલીસે કાળા કાચવાળી કે નંબર પ્લેટ વગરના ગાડી રાખવી નહીં. એક જાગૃત નાગરિક તરીકે મેં કારમાંથી ઉતરીને ચેક કરવાની કોશિશ કરી હતી કે બ્લેક કાચ વાળી ગાડીમાં શું છે? બોઘરાએ કહ્યું કે, સલામતી ખાતર મેં સોશિયલ મીડિયા પર લાઇવ કર્યું હતું.

ટ્રાફીકના નિયમોના ઉલ્લંઘન માટે પોલીસ સામે પણ કાર્યવાહી થવી જોઇએ એટલે મેં સૌથી પહેલા 100 નંબર ડાયલ કર્યો હતો, પરંતુ કોઇએ ફોન ઉપાડ્યો નહોતો. બોઘરાએ આગળ કહ્યું કે, એ પછી મેં DCP ટ્રાફિકને પણ કોલ કર્યો હતો, પરંતુ તેમણે પણ મારો કોલ ઉંચક્યો નહોતો. ફરી 100 નંબર ડાયલ કર્યો, પરંતુ કોઇ જવાબ મળ્યો નહોતો. ટ્રાફીક હેલ્પ લાઇન પર પણ ફોન કર્યો, પરંતુ કોઇ જવાબ નહોતો.

મેહુલ બોઘરાએ આરોપ લગાવ્યો છે કે, એ પછી 6થી 7 જેટલાં લોકો આવ્યા હતા અને મારા પર અને ત્યાં ટોળે વળેલા લોકો પર પત્થરમારો કર્યો હતો. મને મારવામાં આવ્યો અને લોકોને પણ મારવામાં આવ્યા હતા. આ બાબતે ફરિયાદ કરવા માટે હું પુણા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો તો પોલીસે મને ઇન્વેસ્ટીગેશન રૂમમાં બેસાડી દીધો. ત્યાં પેલા કાળા કાચ વાલા ભાઇએ મને આવીને ધમકાવ્યો હતો કે તારી સર્વિસ કરવી પડશે.

પુણા પોલીસ સ્ટેશનના પી.આઇએ મારી ફરિયાદ લેવાને બદલે મને હાથ ખેંચીને પોલીસ સ્ટેશન બહાર કાઢ્યો હતો. બોઘરાએ કહ્યું કે અઢી કલાકની ખટપટ પછી પોલીસે આખરે ફરિયાદ નોંધવી પડી છે.

Related Posts

Top News

તાજમહેલમાં ફરી રહેલા પર્યટકો પર મધમાખીના હુમલાથી અફરાતફરી, ASIની ભૂલથી થઈ ઘટના

આગ્રામાં તાજમહેલના રોયલ ગેટ પર રવિવારે મધપૂડો તૂટવાને કારણે પર્યટકોમાં અફરાતફરી મચી ગઈ હતી. મધમાખીઓએ પર્યટકો પર હુમલો કર્યો હતો,...
National 
તાજમહેલમાં ફરી રહેલા પર્યટકો પર મધમાખીના હુમલાથી અફરાતફરી, ASIની ભૂલથી થઈ ઘટના

સારા કર્મો કરો, કાળ પણ તમારી રક્ષા કરશે

(ઉત્કર્ષ પટેલ) જીવન એક એવી યાત્રા છે જેમાં આપણે દરેક પગલે પસંદગીઓ કરીએ છીએ. આ પસંદગીઓ આપણાં કર્મો નક્કી કરે...
Lifestyle 
સારા કર્મો કરો, કાળ પણ તમારી રક્ષા કરશે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 18-03-2025 દિવસ: મંગળવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો ગુજરાતનો જોઇન્ટ ડાયરેકટર અને કલાસ-1 અધિકારી 25,000વી લાંચ લેતા રંગે હાથે પકડાઇ ગયો છે. ફરિયાદીને ફુડ...
Gujarat 
ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.