AM/NS Indiaએ Optigal® Prime અને Optigal® Pinnacle – લોન્ચ કર્યા

નવી દિલ્હી, મે 30, 2025: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ આજે તેના Optigal® બ્રાન્ડ હેઠળ બે નવી હાઈ-ક્વોલિટી કલર કોટેડ સ્ટીલ પ્રોડક્ટ્સ – Optigal® Prime અને Optigal® Pinnacle – બજારમાં રજૂ કરી છે.

આ બંને પ્રોડક્ટ્સ યુરોપિયન ધોરણ પ્રમાણે ડિઝાઇન કરવામાં આવી છે અને ઊંચ્ચ ગુણવત્તાવાળા સ્ટીલ સોલ્યુશન્સ આપે છે – ખાસ કરીને એરપોર્ટ, રેલવે સ્ટેશન, હાઈવે સહિતના મેગા પ્રોજેક્ટ્સ અંતર્ગત આવતાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઉપલ્બ્ધ છે.  AM/NS Indiaએ, આ પ્રકારના C4 ગ્રેડના સ્પેશિયલ સ્ટીલમાં એકમાત્ર ઘરેલું ઉત્પાદક તરીકે સ્થાન મેળવ્યું છે, જે પહેલાં ભારતમાં ઉપલબ્ધ નહીં હતું. આ નવી શરૂઆત વડાપ્રધાનના “વિકસિત ભારત” મિશનને ટેકો આપે છે. આ સાથે જ આગામી 2 થી 3 વર્ષમાં જ AM/NS India કલર કોટેડ સેગમેન્ટમાં 25% માર્કેટ શેર મેળવવાનું લક્ષ્યાંક પણ ધરાવે છે.

હાલ ભારતમાં કલર કોટેડ સ્ટીલનું માર્કેટ અંદાજે 3.4 મિલિયન ટન છે અને દર વર્ષે આશરે 10% વૃદ્ધિ પણ પામી રહ્યું છે. Optigal® Prime અને Optigal® Pinnacle જેવી સ્પેશિયલ પ્રોડક્ટ્સથી AM/NS India તેના લક્ષ્યની વધુ નજીક પહોંચી જશે. Optigal® Prime મધ્યમ વાતાવરણવાળી જગ્યાઓ માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે અને 15 વર્ષની વોરંટી સાથે ઉપલ્બ્ધ છે. SMP, SDP અને PVDF જેવી એડવાન્સ કોટિંગ ટેક્નોલોજી સાથે, આ પોડક્ટ છત, દિવાલ અથવા અન્ય બાંધકામ માટે યોગ્ય છે. Optigal® Pinnacle વધુ મુશ્કેલ વાતાવરણ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે – જેમ કે દરિયાકાંઠા અને ખાસ ઔદ્યોગિક વિસ્તારને ધ્યાને લઈને ઉપલ્બ્ધ કરાવાયું છે. આ પ્રોડક્ટ PU/PA કોટિંગ યુક્ત હોવાથી, ભેજ, તીવ્ર ગરમી અને UV કિરણોથી સુરક્ષા આપે છે. તેની વોરંટી 25 વર્ષની છે. આ પ્રોડક્ટ ખાસ કરીને એરપોર્ટ, વેરહાઉસ અને દરિયાઈ વિસ્તારમાં આવેલી ઈમારતો માટે યોગ્ય છે.

રંજન ધર, ડિરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ, સેલ્સ-માર્કેટિંગ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) જણાવે છે કે, “Optigal® Prime અને Optigal® Pinnacleની ઉપલ્બ્ધતા ગુણવત્તા, ટકાઉપણું અને સ્થાયી નવીનતાની દૃઢ પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નિર્માણની જરૂરિયાતો ‘વિકસિત ભારત’ના રસ્તે આગળ વધી રહી છે, ત્યારે અમે ગૌરવ અનુભવી રહ્યા છીએ કે અમે વૈશ્વિક ધોરણો મુજબનું, ઉચ્ચ-પ્રદર્શનવાળું સ્ટીલ સોલ્યુશન્સ પ્રદાન કરી રહ્યા છીએ, જે વિવિધ હવામાન અને ઔદ્યોગિક પડકારોનો સામનો કરવા માટે સક્ષમ છે. આ એક મહત્વપૂર્ણ પગલું છે, કારણ કે અમે સતત અમારી મૂલ્યવર્ધિત ઉત્પાદનોની શ્રેણીને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ, જે અમારા ‘સ્માર્ટર સ્ટીલ્સ, બ્રાઇટર ફ્યુચર્સ’ના સિદ્ધાંત સાથે સુસંગત છે.”

આ શ્રેણીમાં કુલ છ સ્પેશિયલ વેરિઅન્ટ ઉપલબ્ધ રહેશે – હાઈ ગ્લોસ, એન્ટી-ડસ્ટ, એન્ટી-ગ્રાફિટી, એન્ટી-સ્ટેટિક, એન્ટી-માઇક્રોબિયલ અને કૂલ રૂફ. આ Zinc-Aluminium-Magnesium ટેક્નોલોજીથી બનેલા છે, જે સામાન્ય કોટિંગની તુલનાએ ત્રણ ગણું વધારે કાટપ્રતિરોધક સૂરક્ષા આપે છે. ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ અંતર્ગત, આ સ્ટીલ સોલ્યુશન્સ ઇકો-ફ્રેન્ડલી રીતે ડિઝાઇન કરાયા છે – જેમાં ઓછી VOC ઉત્સર્જન હોય છે, કોઈ હેવી મેટલ કે હેક્સાવેલન્ટ ક્રોમિયમ નથી અને તે 100% રિસાયક્લેબલ છે – જેને કારણે તે ટકાઉ અને ભવિષ્યના બાંધકામ માટે શ્રેષ્ઠ પસંદગી બની જાય છે. Optigal® પ્રોડક્ટ્સ કંપનીના પુણે, મહારાષ્ટ્ર સ્થિત આધુનિક પ્લાન્ટમાં નિર્માણ થઈ રહ્યા છે. હાલ કંપનીની કલર-કોટેડ સ્ટીલ ક્ષમતા આશરે 7 લાખ ટન છે, જેને આગામી સમયમાં વધારીને 10 લાખ ટન સુધી લઈ જવાની યોજના છે – જેથી કંપની ભારતના કલર કોટેડ સ્ટીલ સેગમેન્ટમાં પોતાનું નેતૃત્વ વધુ મજબૂત બનાવી શકે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.