ગુજરાતીઓની કમાણી ઘટી છતા દેશમાં સૌથી વધારે કમાય છે

ગુજરાતમાં માથાદીઠ આવક બજાર ભાવે 160028 રૂપિયા અંદાજવામાં આવી હતી જે ગયા વર્ષની સરખામણીએ ચોંકાવનારો ઘટાડો દર્શાવે છે. આવક ઘટવાના અનેક કારણો સાથે કોરોના સંક્રમણ પણ જવાબદાર હોઇ શકે છે. ગયા વર્ષે માથાદીઠ આવક 164310 રૂપિયા હતી જેમાં 2.6 ટકા એટલે કે 4282 રૂપિયા ઓછી જોવા મળી છે. જો કે ભારતની કુલ માથાદીઠ આવકની સરખામણીએ ગુજરાતની આવક વધુ જોવા મળી છે. ભારતમાં ચાલુ ભાવે માથાદીઠ આવક 150326 રૂપિયા જોવા મળી છે.

ગુજરાત સરકારની 2021-22ની સામાજીક આર્થિક સમીક્ષાના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે કૃષિ અને ઔદ્યોગિક સ્થિતિ એકંદરે માઇનસમાં જોવા મળી છે. રાજ્યમાં અનાજના ઉત્પાદનમાં વધારો થયો છે જ્યારે કપાસ અને તેલીબિયાંના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં 2019-20ના વર્ષમાં અનાજનું ઉત્પાદન 95.73 લાખ ટન થયું હતું જે વધીને 2020-21માં 102.92 લાખ ટન થયું છે. બીજી તરફ કપાસનું ઉત્પાદન 86.24 લાખ ગાંસડી થી ઘટીને 72.17 લાખ ગાંસડી અને તેલીબિયાંનું ઉત્પાદન 66.52 લાખ ટનથી ઘટીને 62.30 લાખ ટન થયું છે.

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં બાગાયતી પાકોના ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. બે વર્ષના તુલનાત્મક અભ્યાસ પ્રમાણે ફળોનું ઉત્પાદન 93.61 લાખ ટન થી ઘટીને 82.51 લાખ ટન, મસાલા પાકોનું ઉત્પાદન 10.96 લાખ ટન થી ઘટીને 11.99 લાખ ટન તેમજ ફુલોનું ઉત્પાદન 1.96 લાખ ટન થી ઘટીને 1.89 લાખ ટન થયું છે. જો કે શાકભાજીના ઉત્પાદનમાં વધારો થયો છે. બે વર્ષની તુલનાએ શાકભાજીનું ઉત્પાદન અનુક્રમે 132.30 લાખ ટન અને 154.11 લાખ ટન રહ્યું છે.

 દેશની કુલ વસતીના ફક્ત 4.99 ટકા હિસ્સો ધરાવતું ગુજરાત રાષ્ટ્રના ઘરગથ્થું ઉત્પાદનમાં 8.36 ટકાનો હિસ્સો ધરાવે છે. દેશની કુલ નિકાસના 20 ટકા સાથે રાજ્ય અગ્રેસર રહ્યું છે. બીજી તરફ દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 17.44 ટકા છે જ્યારે બિન પરંપરાગત ઉર્જામાં 12.09 ટકા હિસ્સો ધરાવે છ ગુજરાતમાં માથાદીઠ વીજ વપરાશ 2143 કેવીએચ થયો છે. સમગ્ર દેશમાં દૂધ ઉત્પાદનમાં ચોથું સ્થાન જાળવી રાખ્યું છે.

 

About The Author

Related Posts

Top News

શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર પછી, તૃણમૂલ કોંગ્રેસ (TMC) હવે પોતાને વિપક્ષ તરીકે ફરીથી રજૂ કરવાનો...
National 
શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થાય અને વિવાદ ન થાય એવું બને જ નહીં. મંગળવારે, અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને ODI ...
Sports 
અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

મહારાષ્ટ્રમાં રાજકારણમાં ફરી એક વખત ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT) ના સાંસદો અને એકનાથ...
Politics 
એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?

ભારતમાં રાજકીય પાર્ટી બનવી એ કોઇ નવાઇની વાત નથી પરંતુ સોશિયલ મીડિયમાં એક રાજકીય પાર્ટી જબરદસ્ત ચર્ચાનો વિષય બની છે....
National 
સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.