અમદાવાદમાં સ્ટેડિયમ માટે રસ્તો પહોળો કરવા 50થી વધુ દુકાનો પર ફરી વળ્યું બૂલડોઝર, દુકાનદારો રડી પડ્યા

અમદાવાદના સાબરમતી વોર્ડમાં આવેલ સાબરમતી ટોલનાકા (જનપથ ત્રણ રસ્તા) થી મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા માર્ગને પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. RDP અને TP મુજબ, આ માર્ગ પર ટ્રાફિકની સમસ્યા નિવારવા અને ભવ્ય લુક આપવા માટે અમલીકરણની પ્રક્રિયા શરૂ કરાઈ છે. હાલ આ રોડની હયાત પહોળાઈ 18.00 મીટર છે, જેને વધારીને રેકોર્ડબ્રેક 61.00 મીટર પહોળો કરાશે.

રોડ લાઈનની કપાતમાં આવતી 50થી વધારે કોમર્શિયલ મિલકતોને તંત્ર દ્વારા અગાઉ જ નોટિસ ફટકારવામાં આવી હતી.  પ્રાથમિક તબક્કે વેપારીઓ સ્વેચ્છાએ પોતાના કોમર્શિયલ પ્રકારના બાંધકામો દૂર કરે તે માટે વહીવટી તંત્ર દ્વારા સમજાવટની કામગીરી પણ કરાઈ હતી. આજે (નવમી જુલાઈઃ સવારથી જ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ મોટા કાફલા અને JCB મશીનો સાથે ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી છે અને રોડ નડતરરૂપ દબાણો તોડી પાડવાની ઓપરેશનલ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. આ રોડ પહોળો થવાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફની કનેક્ટિવિટી અત્યંત આધુનિક અને સરળ બનશે, જે મોટા આંતરરાષ્ટ્રીય આયોજનો વખતે ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં ભૂમિકા ભજવશે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, કોમનવેલ્થ અને ઓલમ્પિકને ધ્યાનમાં રાખીને અમદાવાદના મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના વિસ્તારને ડેવલોપમેન્ટ કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે મનપાએ સાબરમતી જનપથ ત્રણ રસ્તાથી સ્ટેડિયમ તરફના રોડલાઈનના અમલની કામગીરી કરી આવી છે.

Demolition3
divyabhaskar.co.in

જનપથ ત્રણ રસ્તાથી D-Mart સુધી કોમર્શિયલ મિલકતોના ડિમોલિશન કરવામાં આવ્યું છે. અંદાજે 50થી વધુ કોમર્શિયલ મિલકતોને તોડી રોડને પહોળો કરવામાં આવશે. કોમર્શિયલ મિલકતોને નોટિસ આપવામાં આવી હતી જે બાદ આજે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. કોમનવેલ્થ અને ઓલમ્પિકને ધ્યાનમાં રાખીને સાબરમતી જનપથ ત્રણ રસ્તાથી આથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા રોડને પહોળો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હયાત 18 મીટર રોડ છે જેને 61 મીટરનો કરવાનો છે.

રોડ લાઈન અમલમાં અનેક કોમર્શિયલ અને રેસિડેન્સિયલ બિલ્ડિંગો આવેલી છે. રોડ પહોળો કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોમર્શિયલ મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી હતી. ત્યારે આજે સવારથી પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા JCB મશીનો સાથે ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

સાબરમતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડીMartની સામેથી લઈને જનપથ ત્રણ રસ્તા સુધીના રોડ પર આવતી કોમર્શિયલ અંદાજે 50થી વધારે મિલકતોને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં રહેણાંક એક પણ મિલકતોને તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. અંદાજે 500 મીટરના રોડ ઉપર આવતી મિલકતોને હાલમાં તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે.

જ્યારે D-Mart બાદ જે કોમર્શિયલ અને રેસિડેન્શિયલ બિલ્ડિંગ આવેલી છે તેમાં હાઇકોર્ટનો કેસ ચાલી રહ્યો છે ત્યારે હાલમાં ત્યાં કોઈ ડિમોલેશન નહીં કરવામાં આવે. એ સાથે જ સામેના ભાગે ONGCની ઓફિસ આવેલી છે જેથી તેને શિફ્ટ કરવાની હોવાથી હાલમાં ત્યાં પણ ડિમોલિશન હાથ ધરવામાં આવશે નહીં.

સાબરમતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે D-Mart ની સામેથી લઈને જનપથ ત્રણ રસ્તા સુધીના રોડ પર આવતી કોમર્શિયલ અંદાજે 50થી વધારે મિલકતોને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી. હાલમાં રહેણાંક એક પણ મિલકતોને તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. D-Mart બાદ જે કોમર્શિયલ અને રેસિડેન્શિયલ બિલ્ડિંગ આવેલી છે તેમાં હાઇકોર્ટનો કેસ ચાલી રહ્યો છે ત્યારે હાલમાં ત્યાં કોઈ ડિમોલેશન નહીં કરવામાં આવે પરંતુ અંદાજે 500 મીટરના રોડ ઉપર આવતી મિલકતોને હાલમાં તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે સામેના ભાગે ONGCની ઓફીસ આવેલી છે જેથી તેને શિફ્ટ કરવાની હોવાથી હાલમાં ત્યાં પણ ડિમોલેશન કરવામાં આવશે નહીં.

2030ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાવાની છે ત્યારે શહેરના મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાંથી પસાર થનારા TP રોડને ખોલવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવેમ્બર, 2025માં કરવામાં આવી હતી. જેને પગલે મોટેરા વિસ્તારમાં બળદેવનગરમાં આવેલાં મકાનોને તોડવામાં આવ્યા હતા. સાબરમતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હતું. કોર્પોરેશને કુલ 22 મકાન તોડી પાડ્યા હતા. જેમાંથી 7 ઘર સ્થાનિકો દ્વારા જાતે જ જ તોડી પાડવામાં આવ્યા હતા. આમ હવે કોમનવેલ્થ ગેમ્સ માટે બનનારા એકવાટિક સ્ટેડિયમ નજીક જઈ શકાશે.

આ ડિમોલિશનને લઈ જેમની દુકાન તોડી પાડવામાં આવી એ સૂર્યાબેન રાઠોડે જણાવ્યું હતું કે, અમારી 35 વર્ષથી દુકાન હતી. અમે પૈસા ભરીએ અમને સામે દુકાન આપો. ધંધા વગર અમે ક્યાં જઈએ. અન્ય એક દુકાનદાર બિપિન ચાવડાએ જણાવ્યું હતું કે, દુકાનો તૂટવાથી રોજી-રોટી છીનવાઈ ગઈ હવે શું કરવાનું. વળતરની તો કોઈ વાત થઈ નથી. 60થી 70 વર્ષથી રહેણાંક અને દુકાન આવેલી છે. વિકાસ સામે અમને કોઈ વાંધો નથી.

Demolition2
divyabhaskar.co.in

બિપિનભાઈએ જણાવ્યું હતું, કે વિકાસ થાય એનાથી અમને વાંધો નથી પરંતુ અમને યોગ્ય વળતર આપવું જોઈએ. છેલ્લા 60- 70 વર્ષથી અમારી અહીંયા દુકાન આવેલી છે. દુકાનો ઉપર અમારી રોજી રોટી થઈ છે અને દુકાન તૂટી જવાથી અમને ખૂબ મોટું નુકસાન થયું છે અને અમારી રોજી રોટી છીનવાઈ ગઈ છે. આ બાબતે અમે મેયરથી લઈને તમામ લોકોને રજૂઆત કરી હતી અમને યોગ્ય વળતર આપવું જોઈએ

વીર ઓટો નામથી દુકાન ધરાવનારા પટેલ જોમેશભાઈએ જણાવ્યું હતું કે, 25 વર્ષથી વધુ સમયથી અમારી અહીં દુકાન હતી. એક મહિનાની નોટિસ આપી અને તોડી પાડવામાં આવી છે. હવે દુકાનો તૂટી ગઈ છે ત્યારે અમારું મગજ ચાલતું નથી કારણ કે અમે આ ઉંમરે માત્ર ધંધો જ કરી શકીએ છીએ. અમને કોઈપણ પ્રકારનું વળતર આપવાની વાત થઈ નથી.

દરજીની દુકાન ધરાવનારા મિનાક્ષી બેને જણાવ્યું હતું કે, 45 વર્ષથી અમારી દુકાન અહીંયા હતી અને દુકાન ઉપર જ અમારી જિંદગી નિર્વાહ થતી હતી. ભાડું એટલું બધું છે કે અત્યારે ભરી શકે તેમ નથી. દુકાન તોડી પાડી છે તો હવે અમે ક્યાં જઈશું. અમને વળતર આપવામાં આવે અથવા તો નાની દુકાન કરી આપવામાં આવે એવી અમારી માંગ છે.

જ્યારે સૂર્યાબેન રાઠોડ નામની દરજીની દુકાન ધરાવનાર મહિલાએ જણાવ્યું હતું કે અમે પૈસા ભરવા તૈયાર છીએ તો અમને સામે દુકાન આપવામાં આવે એવી અમારી માંગ છે. અમારી નાની દુકાન હતી હવે અમે ક્યાં જઈએ મારા બે નાના છોકરા છે. 35 વર્ષથી દુકાન છીએ હવે અમને સામે દુકાન આપીને વળતર આપવામાં આવે એવી માંગ છે.

Demolition
divyabhaskar.co.in

રોડ લાઈનની કપાતમાં આવતી 50થી વધારે કોમર્શિયલ મિલકતોને તંત્ર દ્વારા અગાઉ જ નોટિસ ફટકારવામાં આવી હતી.  પ્રાથમિક તબક્કે વેપારીઓ સ્વેચ્છાએ પોતાના કોમર્શિયલ પ્રકારના બાંધકામો દૂર કરે તે માટે વહીવટી તંત્ર દ્વારા સમજાવટની કામગીરી પણ કરાઈ હતી. આજે (નવમી જુલાઈઃ સવારથી જ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ મોટા કાફલા અને JCB મશીનો સાથે ઘટનાસ્થળે તહેનાત થઈ ગઈ છે અને રોડ નડતરરૂપ દબાણો તોડી પાડવાની ઓપરેશનલ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.

અમદાવાદના આસારામ આશ્રમ પાસે 6 જૂન, 2026ના દિવસે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. મોટેરા જૂના ગામ પાસે આવેલી વસાહતમાં 17 મકાનના ગેરકાયદે ભાગને તોડવા પહોંચેલી AMCની ટીમ અને પોલીસને સ્થાનિકોના ભારે આક્રોશનો સામનો કરવો પડ્યો હતો. 30 મિનિટનો સમય પૂરો થતા જ મોટેરા જૂના ગામમાં JCB ઘૂસ્યા હતા. JCB ઘૂસતાં જ ભારે અફરાતફરીની સ્થિતિ સર્જાઈ હતી. JCBના ઘોંઘાટ વચ્ચે બાળકોનો રડવાનો અવાજ, મહિલાઓનો આક્રંદ અને યુવાનોનો આક્રોશ ઉડીને આંખે વળગતો હતો.

About The Author

Related Posts

Top News

તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

તમિલનાડુના રાજકારણમાં હાલમાં મોટી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. CM C. જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની શાસક તમિલનાડુ વેટ્રી કઝગમ (...
National 
તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાં યુવા નેતાઓ આગલી હરોળમાં નેતૃત્વ કરી રહ્યા છે. સારી વાત છે...
Opinion 
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

E20 પેટ્રોલને લઇને રાષ્ટ્રવ્યાપી બહેસ વચ્ચે કેન્દ્ર સરકારે તેની ઇથેનોલ મિશ્રણ નીતિનો મજબૂત રીતે બચાવ કર્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી...
Business 
E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા

મધ્ય પ્રદેશમાં વિકાસ અને માર્ગ માળખાગત સુવિધાઓમાં સુધારાના દાવાઓ વચ્ચે શાસક ભાજપ નેતા સાથે સંકળાયેલી એક અનોખી ઘટનાએ વ્યાપક ચર્ચા...
Politics 
‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.