- Gujarat
- કીર્તિ પટેલે નામ લીધા વિના ખજૂરભાઈને આપી દીધી ખુલ્લી ચેલેન્જ
કીર્તિ પટેલે નામ લીધા વિના ખજૂરભાઈને આપી દીધી ખુલ્લી ચેલેન્જ
ગુજરાતના સોશિયલ મીડિયા સ્ટાર્સ નીતિન જાની ઉર્ફે ‘ખજૂર’ને કોઇની ઓળખાણ આપવાની જરૂર નથી. તેઓ કોમેડી વીડિયો બનાવવા સાથે સાથે ગરીબોને ઘર આપવા માટે ઓળખાય છે. તો બીજી તરફ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ પોતાના બેબાક નિવેદનને કારણે જાણીતી છે. કીર્તિ પટેલ છેલ્લા ઘણા સમયથી નિતિન જાની પર પ્રહાર કરતી રહી છે અને તેને ચેલેન્જ પણ આપી રહી છે. હવે ફરી એક વખત કીર્તિ પટેલે નામ લીધા વિના ખજૂરભાઈ પર આકરા પ્રહાર કર્યા છે.

કીર્તિ પટેલે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ સામે અપક્ષ ચૂંટણી લડવાની મોટી ચેલેન્જ આપી છે. કીર્તિ પટેલે પોતાના વીડિયોમાં નામ લીધા વિના ખજૂર પર પ્રહાર કરતા ગંભીર આક્ષેપ લગાવ્યા છે. તેણે કહ્યું કે, ‘કાળાકામ છુપાવવા લોકો રાજકારણના રાજમહેલમાં આવે છે. આ નિવેદન દ્વારા તેણે સ્પષ્ટ ઈશારો કર્યો છે કે ખજૂરના રાજકારણમાં આવવા પાછળનો હેતુ સેવા નહીં પણ અન્ય કંઈક હોઈ શકે છે. તેની આ તૈયારીને લઈને કીર્તિ પટેલ રોષે ભરાઈ છે.
https://www.instagram.com/reel/DQYPVBZCC96/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
આ વિવાદ ત્યારે વધુ ઘેરો બન્યો, જ્યારે જ્યારે કીર્તિ પટેલે સોશિયલ મીડિયા પર મોટી જાહેરાત કરી છે, તેણે ચૂંટણી લડવાની ખુલ્લી ચેલેન્જ આપતા કહ્યું કે, ‘તું જ્યાં ઊભો રહીશ, ત્યાં હું પણ અપક્ષ ચૂંટણી લડીશ.’ આ વાત પરથી સ્પષ્ટ થયું છે કે બંને વચ્ચે વિવાદ વધુ વકરશે. નીતિન જાની સામે કિર્તી પટેલ અપક્ષ ચૂંટણી લડશે તેવી જાહેરાતથી સોશિયલ મીડિયા પર આ મુદ્દો હોટ બની ગયો છે.

નીતિન જાનીના 2027ની ચૂંટણી લડશે તેવા સંકેતો મળ્યા બાદ તરત જ કીર્તિ પટેલે આ વીડિયો પોસ્ટ કરીને વિવાદને હવા આપી છે. હવે રાજકીય ગલિયરામાં ચર્ચા છે કે નીતિન જાની કીર્તિ પટેલના આ પડકારનો કેવી રીતે જવાબ આપે છે અને શું આ બંને સોશિયલ મીડિયા સ્ટાર્સ વચ્ચે 2027માં ખરાખરીનો જંગ જામશે?

