મહેસાણાના આ ગામમાં 5-10 રૂપિયાના નાસ્તાના પડિકા પર લગાવાયો પ્રતિબંધ, જાણો પંચાયતે આવો નિર્ણય કેમ લીધો?

બાળકોના તંદુરસ્ત આરોગ્ય અને ઉજ્જવળ ભવિષ્યને પ્રાધાન્ય આપતા મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડાવોલ ગામે એક પ્રશંસનીય અને મોટો નિર્ણય લીધો છે. સરપંચ મંજૂલાબેન પરમારની અધ્યક્ષતામાં યોજાયેલી ગ્રામસભામાં સર્વાનુમતે ઠરાવ પસાર કરીને ગામમાં 5 અને 10 રૂપિયાના જંક ફૂડ, ચિપ્સ અને કુરકુરે જેવા પડીકાના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જો કોઈ દુકાનદાર આ પ્રકારનાં ફૂડ પૅકેટ્સ વેચાતા પકડાય તો તેને દંડ ફટકારવાની વાત પણ કરી છે.

કાયદાકીય દૃષ્ટિએ જોઈએ તો, ખાદ્ય પદાર્થોના ધારાધોરણ અને વેચાણનું નિયમન ફૂડ સૅફ્ટી ઍન્ડ સ્ટેન્ડર્ડ્સ ઍક્ટ,2006 (FSSAI) હેઠળ આવે છે, જે કેન્દ્ર અને રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા સંચાલિત થાય છે. કાયદેસર રીતે ઉત્પાદિત થતી કોઈપણ વ્યાપારી પ્રોડક્ટ પર સ્વતંત્ર રીતે કાનૂની પ્રતિબંધ લાદવાની કે દંડ કરવાની સત્તા ગ્રામ પંચાયત પાસે નથી.

જોકે, પંચાયતી રાજ કાયદા હેઠળ ગ્રામસભાને જાહેર આરોગ્ય, સામાજિક કલ્યાણ અને ગામના હિતમાં નિર્ણયો લેવાનો અધિકાર છે. વ્યવહારમાં આ પ્રતિબંધો કાનૂની આદેશ કરતાં સામાજિક સંકલ્પ અને નૈતિક કરાર તરીકે કામ કરે છે. તેને કાયદાકીય રીતે કોર્ટમાં પડકારી શકાય, પરંતુ ડાવોલમાં દુકાનદારો કે કોઈ લોકોએ એનો વિરોધ કર્યો નથી.

nikunj-modi2
bbc.com

BBC ગુજરાતીના અહેવાલ મુજબ, ડાવોલ ગામમાં આશરે પાંચ જેટલી દુકાનો છે. એ દુકાનો પર પંચાયતની નોટિસ ચોંટાડેલી છે. દુકાનદારોએ પણ પંચાયતના નિર્ણયને આવકાર્યો છે. ગામમાં દુકાન ચલાવતા નિકુંજભાઈ મોદીએ જણાવ્યું હતું કે, "બાળકોના આરોગ્ય માટે ગ્રામ પંચાયતે જે નિર્ણય લીધો છે તેને અમે આવકારીએ છીએ. મારી દુકાનમાં એવું એક પણ પડીકું રાખ્યું નથી. નિકુંજભાઈએ ગામના જ કંદોઈ પાસે બનતા ગાંઠીયા, ચેવડાના ડબ્બા ભરીને  પોતાની દુકાનમાં રાખ્યા છે. પાંચ કે દસ રૂપિયાનો નાસ્તો કોઈ માગે તો તેઓ છૂટકમાં વસ્તુ વેચે છે.

અન્ય દુકાનદાર કમલેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, દુકાનદાર તરીકે અમને થોડી ખોટ જશે, પરંતુ બાળકોના આરોગ્યનો સવાલ હોય તો અમે ખોટ ખમવા તૈયાર છીએ. આ નિર્ણયને ખુશીથી આવકારીએ છીએ. ગામના દુકાનદારોએ પણ આ ઠરાવને આવકારીને દુકાનમાં તેનું વેચાણ બંધ કરી દીધું છે. ભૂંગળા, વેફર્સ વગેરે નાસ્તાના જે તૈયાર પડીકાં દુકાનદારો વેચતા હોય છે તેના પર હવે આ ગામમાં પ્રતિબંધ મૂકાયો છે.

આ વિશે ગામના ડેપ્યુટી સરપંચ કીર્તિભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘અવારનવાર અમારા વડીલોની ફરિયાદ હતી કે બાળકોનું આરોગ્ય આ પડીકાંને લીધે જોખમાય છે. તેથી 11 ઑગસ્ટે ગ્રામસભાએ નિર્ણય લીધો હતો કે આ પડીકાં પર પ્રતિબંધ મૂકવામાં આવે. એ દિવસે જ ગ્રામ પંચાયતે ઠરાવ બહાર પાડ્યો હતો. ગામની દુકાનોને જે નોટીસ પાઠવવામાં આવી હતી તેમાં જણાવવામાં આવ્યું હતું કે, 15 ઑગસ્ટ સુધી આપની પાસે રહેલાં નાના પડીકાંનો જથ્થો પૂરો કરી 16 ઑગસ્ટથી તેનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરવા જણાવવામાં આવે છે. તેમને ચેતવણી પણ આપવામાં આવી હતી કે જો તેઓ એમ નહીં કરે અને આ પડીકાંનું વેચાણ કરતા કોઈ દુકાનદાર પકડાશે તો તેને દંડ કરવામાં આવશે. આ પ્રકારે પહેલી વખત કોઈ દુકાનદાર પકડાય તો 1000 રૂપિયાનો દંડ કરવાનો અને બીજી વખત પડકાય તો દુકાનનો સામૂહિક બહિષ્કાર કરવાની વાત પણ આ નોટિસમાં કરવામાં આવી છે.

ડાવોલ ગામમાં પ્રાથમિક શાળાના આચાર્ય જેષંગભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે શાળા છૂટ્યા પછી બાળકો આ પ્રકારનો બિનઆરોગ્યપ્રદ નાસ્તો આરોગતા હતા તે હવે નહીં આરોગે. એવી પણ ફરિયાદ હતી કે પડીકાઓ ખાવાને લીધે બાળકો ઘરે પુરતું ભોજન નહોતાં લેતાં. તેથી હવે એ પ્રશ્ન પણ ઊભો નહીં રહે.

પંચાયતીરાજના તજજ્ઞ યાકુબભાઈ કોઠારીયાએ જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયત પાસે એ સત્તા હોય છે કે નિયમ બનાવી શકે છે. સામાન્ય ઉપવિધી અનુસાર તે નિયમ ગામમાં લાગૂ કરી શકે છે. દુકાનદારોને જે જાહેર નોટીસ આપવામાં આવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ દુકાનદાર પડીકા વેચાતા પકડાશે એક હજાર રૂપિયા દંડ કરવામાં આવશે. યાકુબભાઈએ જણા્ય હતું કે, આ પ્રકારના કિસ્સામાં દંડ કે સજાની જોગવાઈ ન હોઈ શકે. પંચાયત પાસે એવી સત્તા નથી હોતી.

Davol1
bbc.com

પાંચ કે દસ રૂપિયાના તૈયાર મળતાં પૅકેજ્ડ ફૂડ બાળકોના આરોગ્યને કેવી રીતે નુકસાન કરે છે? એ સવાલનો જવાબ આપતાં અમદાવાદનાં પીડિયાટ્રિશિયન ડૉ. ઉન્મેષભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, પૅકેજ્ડ ફૂડમાં મીઠાનું પ્રમાણ વધારે હોય છે. આ પ્રકારના ફૂડ વધારે તૈલી હોય છે તેથી અનસેચ્ચ્યુરેટેડ ફૅટ કે જે શરીરને નુકસાન કરે છે તેવા ફેટનું પ્રમાણ તેમાં વધારે હોય છે. પોષકતત્ત્વો તેમાં નહીવત્ હોય છે. પ્રોટીન, કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ નથી હોતું. જે શરીરને લાંબા સમયે નુકસાન કરે છે. લાંબા ગાળે તેનાથી સ્થૂળતા-ઓબેસીટી વગેરે સમસ્યા સર્જાઈ શકે છે.

નોંધનીય છે કે આ ગામમાં વર્ષ 2012થી શાળાના કાર્યક્રમોમાં પણ પ્લાસ્ટિક પેકિંગ પર પ્રતિબંધ છે અને માત્ર સ્ટીલના વાસણો જ વપરાય છે. ત્યારે હવે બાળકોને પોષણક્ષમ આહાર તરફ વાળવા અને દાંત તથા પેટની બીમારીઓથી બચાવવાના હેતુથી લેવાયેલા આ નિર્ણયનો 1 ઓગસ્ટથી કડક અમલ શરૂ કરી દેવાયો છે.

ગામના સ્થાનિક કીર્તિ ચૌધરીના જણાવ્યા મુજબ, ટીવી, સોશિયલ મીડિયા તેમજ ગામના ઉદ્યોગપતિઓ, શિક્ષકો અને કેન્સર હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા જંક ફૂડના નુકસાન વિશે સતત મળતી જાગૃતિને કારણે આ પગલું લેવામાં આવ્યું છે. આ નિર્ણયને ગામના વેપારીઓએ પણ સહર્ષ આવકાર્યો છે. સ્થાનિક દુકાનદાર કિરણ સિંહે જણાવ્યું હતું કે, બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી ગ્રામ પંચાયતના આદેશ મુજબ તમામ દુકાનદારોએ પડીકાનું વેચાણ સ્વૈચ્છિક રીતે બંધ કરી દીધું છે. ડાવોલ ગામની આ અનોખી પહેલ આજે આસપાસના સમગ્ર વિસ્તારમાં ભારે પ્રશંસા પામી રહી છે.

About The Author

Top News

RBI દ્વારા રજુ થનારા નવા નિયમો વિશે જાણીને લોન લેનારાઓએ પોતાની EMI વિશે આ બાબતો યાદ રાખવી જોઈએ

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ફ્લોટિંગ રેટ લોન મેળવતા ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ દરખાસ્ત રજૂ કરી છે. કેન્દ્રીય બેંકે...
Business 
RBI દ્વારા રજુ થનારા નવા નિયમો વિશે જાણીને લોન લેનારાઓએ પોતાની EMI વિશે આ બાબતો યાદ રાખવી જોઈએ

CM રેવંત રેડ્ડીની માયા ટ્યુડર સાથેની મુલાકાત પર BJP ગુસ્સે; જાણો આ ઓક્સફર્ડના પ્રોફેસર કોણ છે?

તેલંગાણાના CM રેવંત રેડ્ડી હાલમાં યુરોપના પ્રવાસ પર છે. સરકારે તેમને અમેરિકા જવાની પરવાનગી નકારી કાઢતાં તેમનો કાર્યક્રમ ચર્ચાનો વિષય...
National 
CM રેવંત રેડ્ડીની માયા ટ્યુડર સાથેની મુલાકાત પર BJP ગુસ્સે; જાણો આ ઓક્સફર્ડના પ્રોફેસર કોણ છે?

આવા ચોર જોયા છે, જે જ્વેલરીની દુકાનથી જ પોલીસને ફોન કરીને કહી રહ્યા છે સાહેબ અમને બચાવી લો...

ગુજરાતના વલસાડ જિલ્લામાં ચોરીના પ્રયાસ દરમિયાન એક ઘટના બની. જ્વેલરીની દુકાનમાંથી ચોરીનો પ્રયાસ કરનારા બે ચોરોએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું....
Gujarat 
આવા ચોર જોયા છે, જે જ્વેલરીની દુકાનથી જ પોલીસને ફોન કરીને કહી રહ્યા છે સાહેબ અમને બચાવી લો...

Gen Zને આકર્ષવા ભાજપે ખાસ ટીમ બનાવી, હર્ષ સંઘવી અને સ્મૃતિ ઈરાની પણ ટીમમાં

BJPએ દેશના યુવાનો અને 'Gen Z' મતદારો સુધી પહોંચવા માટે એક ખાસ ટીમ બનાવી છે. PM નરેન્દ્ર મોદીના નિર્દેશ...
National 
Gen Zને આકર્ષવા ભાજપે ખાસ ટીમ બનાવી, હર્ષ સંઘવી અને સ્મૃતિ ઈરાની પણ ટીમમાં

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.