AM/NS India દ્વારા હજીરા ખાતે વિવિધ CSR યોજનાઓનું લોકાર્પણ

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) હજીરા અને તેની આસપાસના ગામોમાં સમુદાયના વિકાસ અને સશક્તિકરણ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે, અને આ વિસ્તારમાં શ્રેણીબદ્ધ CSR યોજનાઓનું લોકાર્પણ કર્યું છે. પ્રોજેક્ટનું ઉદ્ધાટન મુકેશ પટેલ, MOS ફોરેસ્ટ, એન્વાયરોમેન્ટ, ક્લાઈમેટ ચેન્જ, વોટર રિસોર્સિઝ & વોટર સપ્લાય, ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંદીપ દેસાઈ, ધારાસભ્ય, ચોર્યાસી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

સુંવાલી ગામમાં 125 સોલાર સ્ટ્રીટ લાઇટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. હજીરા ગામમાં નવા ક્રિકેટ ગ્રાઉન્ડનું પણ ઉદ્દઘાટન કરવાની સાથે જ નવા કોમ્યુનિટી હોલ માટે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની બીજી વિશેષતા એ હતી કે સ્થાનિક અર્થતંત્રમાં ઉમદા યોગદાન બદલ હજીરા અને દામકાની સખી મંડળ (Self Help Group)ની મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

હજીરા કાંઠા વિસ્તારમાં મહિલાઓની ક્રિકેટ ટીમની સ્થાપના અને 8 થી 12 ધોરણની વિદ્યાર્થીનીઓ માટે કોચિંગ વર્ગોની વ્યવસ્થા, તેમજ મહિલાઓ માટે રોજગારીની તકો પૂરી પાડવી, જે AM/NS India દ્વારા અમલમાં મૂકાયેલા મહત્વના પ્રયાસો છે. મંત્રી અને ધારાસભ્ય સહિતના અન્ય મહાનુભાવોએ હજીરાની મહિલા ક્રેન ઓપરેટર્સને રોજગાર પત્ર આપ્યા હતા. જે AM/NS Indiaની મહિલા સશક્તિકરણ અને સ્થાનિક સમુદાયોને નોકરીની તકો આપવા અંગેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

AM/NS Indiaના વિવિધ પ્રયાસોની પ્રશંસા કરતા મુકેશ પટેલ, MOS ફોરેસ્ટ & એન્વાયરોમેન્ટ, ક્લાઈમેટ ચેન્જ, વોટર રિસોર્સિઝ & વોટર સપ્લાય, ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, “AM/NS India હજીરા વિસ્તારમાં તેમની CSR એક્ટિવિટી અંતર્ગત ઉત્તમ કાર્યો કરી રહ્યી છે. AM/NS India દેશની પ્રથમ સ્ટીલ કંપની હશે જેણે 100 મહિલાઓને ક્રેઈન ઓપરેટર તરીકે રોજગારી આપવાનો નિર્ણય કર્યો છે. જે પૈકી આજે આસપાસના ગામડાઓની 30 જેટલી મહિલાઓને રોજગારી પત્રો એનાયત કર્યા છે. કંપનીએ હજીરામાં કરેલા લોક કલ્યાણના કાર્યો બદલ હું AM/NS Indiaની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરૂ છે.”

આ અંગે ડો. અનિલ મટુ, હેડ – કોર્પોરેટ અફેર્સ, AM/NS India, હજીરાએ સમુદાયના વિકાસ માટે કંપનીની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો.
તેમણે કહ્યું કે, “AM/NS India આસપાસના સમુદાયોના વિકાસ માટે પણ કામ કરી રહ્યું છે, અમે તેમને સશક્ત કરવામાં માનીએ છીએ. આરોગ્ય, પર્યાવરણ, શિક્ષણ, રમત-ગમત, સામુદાયિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કૌશલ્ય વિકાસ જેવા મુખ્ય ક્ષેત્રોમાં જરૂરી યોજનાઓ થકી સહાય પૂરી પાડી રહ્યા છીએ. અમે હજીરા વિસ્તારના ગામડાઓમાં રહેતાં લોકો માટે મજબૂત આજીવિકાનો માર્ગ તૈયાર કરવા અને સકારાત્મક અને સમાવિષ્ટ પરિવર્તન લાવવા માટે પ્રતિબદ્ધ છીએ.”

મંત્રી અને ધારાસભ્ય સહિતના અન્ય મહાનુભાવોએ AM/NS India રૂરલ (હજીરા-કાંઠા વિસ્તાર) ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચના વિજેતાઓને ઈનામ વિતરણ કર્યું હતું, જેમાં હજીરા કાંઠા વિસ્તારની વિવિધ ટીમોની ઉત્સાહપૂર્વકની ભાગીદારી જોવા મળી હતી. ધારાસભ્ય સંદિપ દેસાઇએ AM/NS Indiaની CSR પ્રવૃત્તિઓની પ્રશંસા કરી અને તેમના દ્વારા ઉભી કરવામાં આવેલી આજીવિકાની તકો પર પ્રકાશ પાડ્યો હતો. આ પ્રસંગે જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો સહિત સ્થાનિક સમુદાયના આગેવાનો અને AM/NS Indiaના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

About The Author

Top News

આ 6 ઉપકરણો બંધ હોવા છતા વીજળી ખેંચે છે; સરકારે વીજળી બિલને ઘટાડવાનો રસ્તો જણાવ્યો

શું તમારા ઘરમાં પણ વિવિધ ઉપકરણો સ્ટેન્ડબાય મોડમાં હોય ત્યારે પણ વીજળી વાપરે છે? જો એમ હોય, તો...
Tech and Auto 
આ 6 ઉપકરણો બંધ હોવા છતા વીજળી ખેંચે છે; સરકારે વીજળી બિલને ઘટાડવાનો રસ્તો જણાવ્યો

મુંબઈમાં પાણી ભરાવાથી પરેશાન લોકો; મેયરે જેવું કહ્યું કે, બધું નિયંત્રણમાં છે...તરત જ પાછળ તેમનો જ અધિકારી...

દેશની આર્થિક રાજધાની મુંબઈ હાલમાં ભારે વરસાદનો સામનો કરી રહી છે. બુધવારે, જ્યારે મેયર રીતુ તાવડે BMCના કામકાજનું...
National 
મુંબઈમાં પાણી ભરાવાથી પરેશાન લોકો; મેયરે જેવું કહ્યું કે, બધું નિયંત્રણમાં છે...તરત જ પાછળ તેમનો જ અધિકારી...

વેનેઝુએલામાં 7.5 તીવ્રતાના ભૂકંપ ચારે બાજુ તારાજીના દૃશ્યો, હજારોના મોતની આશંકા; ભારતે NDRF ટીમ મોકલી

વેનેઝુએલામાં સતત બે ભારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. બુધવારે દેશના ઉત્તરી કિનારા નજીક એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના...
World 
વેનેઝુએલામાં 7.5 તીવ્રતાના ભૂકંપ ચારે બાજુ તારાજીના દૃશ્યો, હજારોના મોતની આશંકા; ભારતે NDRF ટીમ મોકલી

અબ્દુલ્લા બન્યો 'દારોગા સિંહ', 8 વર્ષ પછી પુત્ર સાથે હિન્દુ ધર્મમાં પાછો ફર્યો; જણાવ્યું ઇસ્લામ ધર્મ કેમ અપનાવ્યો હતો

ઉત્તર પ્રદેશના સીતાપુરમાં, બુધવારે પિતા-પુત્રએ હિન્દુ ધર્મ અપનાવી લીધો. બજરંગ દળના કાર્યકરોની હાજરીમાં તેમણે ઇસ્લામનો ત્યાગ કર્યો અને દેવીના...
National 
અબ્દુલ્લા બન્યો 'દારોગા સિંહ', 8 વર્ષ પછી પુત્ર સાથે હિન્દુ ધર્મમાં પાછો ફર્યો; જણાવ્યું ઇસ્લામ ધર્મ કેમ અપનાવ્યો હતો

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.