- Gujarat
- નડિયાદમાં સિંચાઇ વિભાગના કોન્ટ્રાક્ટરે નવા જ રોડની પથારી ફેરવી નાખી, લોકોમાં રોષ
નડિયાદમાં સિંચાઇ વિભાગના કોન્ટ્રાક્ટરે નવા જ રોડની પથારી ફેરવી નાખી, લોકોમાં રોષ
નડિયાદ તાલુકામાં ચલાલી ગામ નામનું ગામ આવેલું છે. અહીં સિંચાઈ વિભાગના કામ દરમિયાન કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. નહેરના કામ માટે લાવવામાં આવેલ હિટાચી મશીન સીધું નવા બનેલા રસ્તા પર ચલાવવામાં આવતા રોડ ખોદાઇ ગયો ક્ષતિગ્રસ ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.
VTV ગુજરાતીના અહેવાલ મુજબ, શક્તિનગરને જોડતા નવો રસ્તો બનાવવામાં આવ્યો છે, જેના પર ભારે હિટાચી મશીન ચલાવવામાં આવ્યું હતું. મશીનના ભારે વજનના કારણે રોડ ઘણી જગ્યાએ ખોદાઇ ગયો હતો અને રોડ પર ખાડા પડી ગયા હતા. સ્થાનિકોમાં આ ઘટનાને લઈ ભારે નારાજગી જોવા મળી રહી છે.
https://twitter.com/VtvGujarati/status/2057029685536514362?s=20
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં પણ ભારે ચર્ચા જાગી છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે ભારે હિટાચી મશીન રસ્તા પર ચાલતા રોડની હાલત ખરાબ થઇ રહી છે. સ્થાનિકોએ માંગ કરી છે કે નુકસાન પામેલા રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે અને બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે પ્રજાના ટેક્સના પૈસે બનાવવામાં આવેલા રસ્તાને લઇને આવી બેદરકારીપૂર્વક ન રાખવી જોઇએ. ઘટનાને લઈને સામાજિક અગ્રણી મહેન્દ્ર તળપદાએ કોન્ટ્રાક્ટરની કડક શબ્દોમાં ઝાટકણી કાઢી હતી અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

