માંદા લોકોને પણ આ રાક્ષસો નથી છોડતા, અમદાવાદમાં હવે દવા પણ નકલી પકડાઈ, ખેંચ અને બીપીની ડુપ્લિકેટ દવાઓ વેચતા

ગાંધીના ગુજરાતમાં હવે ભેળસેળિયાઓ અને ગુનેગારોની નજર દર્દીઓના જીવ પર પણ પડી છે. અમદાવાદમાં મગજની ખેંચ (એપિલેપ્સી) અને આંચકીના દર્દીઓ માટે અત્યંત મહત્વની ગણાતી ઈન્ટાસ (Intas) ફાર્માસ્યુટિકલ કંપનીની ‘Levera 500’ નામની દવાની નકલી બેચ માર્કેટમાં ઘુસાડવામાં આવી હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. આ મામલે પ્રાથમિક તપાસમાં ઉત્તર પ્રદેશના લખનૌથી ડિસ્ટ્રિબ્યુટરો મારફતે આ નકલી દવાનો જથ્થો ગુજરાત સુધી પહોંચાડાયો હોવાનું સામે આવ્યું છે. આ રેકેટ સામે આવતાં જ ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે યુદ્ધના ધોરણે તપાસ હાથ ધરી છે.

રિપોર્ટ અનુસાર નકલી દવાઓ બનાવતી ગેંગે ઈન્ટાસ કંપનીની મૂળ ‘Levera 500’ દવાની આબેહૂબ કોપી કરીને ડુપ્લિકેટ જથ્થો તૈયાર કર્યો હતો. આ નકલી દવામાં કંપનીનું પેકિંગ, લોગો અને અન્ય તમામ વિગતોની હુબહૂ નકલ કરવામાં આવી હતી. ડિસ્ટ્રિબ્યુટર પાસે પહોંચેલા આ જથ્થાની જ્યારે ચકાસણી કરવામાં આવી ત્યારે પ્રોડક્ટના બારકોડ  સહિતની વિગતો અંગે શંકા ઉપજી હતી. સિસ્ટમમાં બારકોડ મેચ ન થતાં ડિસ્ટ્રિબ્યુટરે તરત જ ઈન્ટાસ કંપનીને આ અંગે જાણ કરી હતી. કંપનીએ તપાસ કરતાં આ દવા નકલી હોવાનું માલૂમ પડ્યું હતું, ત્યારબાદ કંપની દ્વારા અધિકૃત રીતે ફરિયાદ નોંધાવવામાં આવી અને ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શન મોડમાં આવ્યું હતું.

ગુજરાત સુધી પહોંચેલા નકલી દવાના તાર લખનૌ સાથે જોડાયેલા હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ નકલી ‘Levera 500’ કેસમાં લખનૌ ખાતે બ્રિજેશ પટેલ નામના વ્યક્તિ સામે FIR નોંધવામાં આવી છે. બ્રિજેશ પટેલ ‘કેર ફાર્મસી’ નામની રિટેલ ચેઈન સ્ટોર સાથે સંકળાયેલો છે. તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે આ ગેંગ ઊંચા ડિસ્કાઉન્ટની લોભામણી જાહેરાતો આપીને દવાઓનું વેચાણ કરતી હતી.

03

આ ઉપરાંત, ‘ક્યોરપેથ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ’ નામની કંપની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તપાસનીશ એજન્સીઓના જણાવ્યા મુજબ, જેમ જેમ તપાસ આગળ વધશે તેમ આ નેટવર્કમાં સંકળાયેલી અન્ય કંપનીઓ અને મોાટા માથાઓના નામ સામે આવી શકે છે.

તપાસ દરમિયાન વધુ એક ભયાનક અને ચોંકાવનારી વિગત સામે આવી છે. આ ગેરકાયદેસર નેટવર્ક દ્વારા માત્ર ‘Levera 500’ જ નહીં, પરંતુ હાઈ બ્લડ પ્રેશર (BP)ની પણ નકલી દવાઓ તૈયાર કરવામાં આવતી હતી. લખનૌથી આ ડુપ્લિકેટ જથ્થો ગુજરાત ઉપરાંત દેશના અન્ય પણ અનેક શહેરોમાં સપ્લાય કરવામાં આવ્યો હોવાની દ્રઢ શંકા છે, જેને પગલે હવે ગુજરાત પોલીસ અને ડ્રગ્સ વિભાગની તપાસ અન્ય રાજ્યો સુધી લંબાશે.

આ ગંભીર બાબતે 'ડ્રગ્સ એન્ડ કેમિસ્ટ્સ એસોસિએશન'ના પ્રમુખ જસુ પટેલે સખત શબ્દોમાં પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, નકલી દવાઓનું વેચાણ એ સીધેસીધું દર્દીઓના જીવન સાથેનું ખતરનાક ચેડાં છે. આવા કિસ્સાઓમાં ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવી જરૂરી છે.

તેમણે તમામ ડિસ્ટ્રિબ્યુટરો અને સેમી-હોલસેલરોને અપીલ કરી છે કે શંકાસ્પદ કે નકલી લાગતો માલ તાત્કાલિક અસરથી પરત કરવો. કોઈપણ સંજોગોમાં શંકાસ્પદ દવાનું રિટેલ માર્કેટમાં વેચાણ ન કરવું. માત્ર ને માત્ર કંપનીના અધિકૃત સોર્સ પાસેથી જ દવાની ખરીદી કરવી.

02

હાલમાં ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને અન્ય સંબંધિત તપાસ એજન્સીઓ ડિસ્ટ્રિબ્યુટરો સુધી પહોંચેલા માલ, તેના બિલ, બેચ નંબર અને સપ્લાય ચેઈનની કડીઓ જોડી રહી છે. નકલી દવાનું મેન્યુફેક્ચરિંગ ક્યાં થતું હતું? પેકિંગ કોણ કરતું હતું? અને દેશભરમાં આ નેટવર્ક કેટલું ઊંડું ફેલાયેલું છે? તે તમામ સવાલોના જવાબો મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જો આ કેસની તપાસ સીબીઆઈ (CBI)ને સોંપવામાં આવે તો દેશવ્યાપી નકલી દવાના આ કાળો કારોબાર પાછળના અનેક મોટા મગરમચ્છોના ચહેરા પરથી નકાબ હટી શકે તેમ છે.

 

About The Author

Related Posts

Top News

‘હિન્દુત્વનો આધાર નફરત નથી, લોકોને જોડવાનું છે’, લંડનમાં બોલ્યા RSS વડા મોહન ભાગવત

RSS વડા મોહન ભાગવત હાલમાં બ્રિટનના પ્રવાસે છે. રવિવારે  તેમણે લંડનમાં 'સેલિબ્રેશન વનનેસ' કાર્યક્રમમાં હાજરી આપી હતી, ...
World 
‘હિન્દુત્વનો આધાર નફરત નથી, લોકોને જોડવાનું છે’, લંડનમાં બોલ્યા RSS વડા મોહન ભાગવત

કમળ કીચડમાં ખીલે છે પણ કીચડની ગંદકીથી દૂર રહે છે

(ઉત્કર્ષ પટેલ) કુદરતે આપણને અનેક વસ્તુઓ પાસેથી જીવન જીવવાની કળા શીખવાડી છે. તેમાં સૌથી અદ્ભુત ઉદાહરણ છે કમળનું....
Lifestyle 
કમળ કીચડમાં ખીલે છે પણ કીચડની ગંદકીથી દૂર રહે છે

અમેરિકામાં પાર્ટ ટાઇમ મહેંદી મુકતી મહિલા દર વર્ષે રૂ. 57 લાખ કમાય છે, નોકરીનો પગાર અલગ

અમેરિકા અને ભારત બે અલગ અલગ દુનિયા છે. ભારતમાં જે કામનું ખુબ ઓછું વેતન મળે છે, તે જ કામ...
World 
અમેરિકામાં પાર્ટ ટાઇમ મહેંદી મુકતી મહિલા દર વર્ષે રૂ. 57 લાખ કમાય છે, નોકરીનો પગાર અલગ

ઝડપથી વધી રહ્યો છે 'લિવ-ઇન' ટ્રેન્ડ, પ્યૂ રિસર્ચમાં 75% લોકોએ સ્વીકાર્યું આવા સંબંધો બનાવી ચૂક્યા છે

તમે કદાચ ટીવી જાહેરાત જોઈ હશે જેમાં કહેવામાં આવે છે કે, ‘પહેલા ઇસ્તમાલ કરો, ફિર વિશ્વાસ કરો....
World 
ઝડપથી વધી રહ્યો છે 'લિવ-ઇન' ટ્રેન્ડ, પ્યૂ રિસર્ચમાં 75% લોકોએ સ્વીકાર્યું આવા સંબંધો બનાવી ચૂક્યા છે

Opinion

પ્રફુલ પાનસેરિયા: વિવાદોથી દૂર, હસતા મોઢે સેવાના માર્ગે ચાલનાર વ્યક્તિ પ્રફુલ પાનસેરિયા: વિવાદોથી દૂર, હસતા મોઢે સેવાના માર્ગે ચાલનાર વ્યક્તિ
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના રાજકારણમાં કેટલાક નેતાઓ એવા છે જેમનું નામ સાંભળતાં જ વિવાદો, વાદવિવાદ કે રાજકીય ચડસાચડસી યાદ આવે. અહીં...
સમ્રાટ પાટીલ- સુરતના એક યુવા જે સમાજની સેવા માટે તત્પર રહે છે
સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
Copyright (c) Khabarchhe All Rights Reserved.