ઝડપથી વધી રહ્યો છે 'લિવ-ઇન' ટ્રેન્ડ, પ્યૂ રિસર્ચમાં 75% લોકોએ સ્વીકાર્યું આવા સંબંધો બનાવી ચૂક્યા છે

તમે કદાચ ટીવી જાહેરાત જોઈ હશે જેમાં કહેવામાં આવે છે કે, ‘પહેલા ઇસ્તમાલ કરો, ફિર વિશ્વાસ કરો. એવું લાગે છે કે અમેરિકનોએ આ ટેગલાઇનને તેમના જીવન માટે ફિલસૂફી બનાવી લીધી છે. ત્યાં અરેન્જ મેરેજની પરંપરા ઝડપથી લુપ્ત થઈ રહી છે. તાજેતરના એક સર્વેમાં જાણવા મળ્યું છે કે અમેરિકામાં લગભગ 75% લગ્ન પ્રેમ લગ્ન થઇ રહ્યા છે. આટલું જ નહીં, યુગલો ઘણીવાર વર્ષો સુધી સાથે રહે છે અને એક-બીજાને પારખે રે છે. જ્યારે તેમને લાગે તેઓ એક-બીજા સાથે રહી શકશે ત્યારે જ તેઓ લગ્ન કરવાનું નક્કી કરે છે.

વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ, છેલ્લા કેટલાક દાયકાઓમાં અમેરિકાના સામાજિક માળખામાં ઝડપી ફેરફારો થયા છે. પ્યૂ રિસર્ચ સેન્ટર દ્વારા કરવામાં આવેલા એક સર્વેક્ષણ મુજબ, આજે અમેરિકામાં મોટાભાગના લગ્ન પ્રેમ પર આધારિત છે. સર્વેમાં, લગભગ 75% યુગલોએ સ્વીકાર્યું કે તેઓ 40 વર્ષની ઉંમર પહેલાં કોઈક ને કોઇક સમયે રોમેન્ટિક પાર્ટનર સાથે રહેતા હતા; ત્યારે જ તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું.

પ્યૂ રિસર્ચ સેન્ટરના સર્વેમાં ઘણા આશ્ચર્યજનક વાતો સામે આવી છે, જે અમેરિકન યુવાનોના લગ્ન, સંબંધો અને સહવાસ પ્રત્યેના અભિગમમાં થયેલા ગહન પરિવર્તનને દર્શાવે છે. સર્વેમાં 40 વર્ષ કે તેથી વધુ વયના લગભગ 77% પુખ્ત વયના લોકોએ લગ્ન પહેલાં પાર્ટનર સાથે રહેતા હોવાનું સ્વીકાર્યું છે. લગભગ એક તૃતિયાંશ એટલે કે 33% થી વધુ પુખ્ત વયના લોકોએ તેમના જીવન દરમિયાન બે કે તેથી વધુ અલગ-અલગ પાર્ટનર સાથે રહ્યા હોવાનું જણાવ્યું છે.

Live-in-Relationship
pewresearch.org

સર્વે મુજબ, ભલે અમેરિકામાં લગ્ન વિના સાથે રહેવાનું વલણ વધ્યું હોય. જોકે, લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા 65% થી વધુ યુગલો લગ્ન કરે છે, જ્યારે લગભગ 35% યુગલ પોતાના માર્ગ અલગ કરી લે છે. રસપ્રદ વાત એ છે કે, જે લોકો પાસે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત હતી, તેમની પારિવારિક થવાની વધુ સંભાવના દેખાઇ. સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે સ્નાતકની ડિગ્રી કે તેથી ઉપરની ડિગ્રી ધરાવતા લોકોમાં લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા બાદ લગ્નમાં બદલાવાનો દર 77 ટકા જેટલો ઊંચો હતો. બીજા શબ્દોમાં કહીએ તો, જ્યારે આવા શિક્ષિત વ્યક્તિઓ લિવ-ઇન રિલેશનશિપ આવે છે, ત્યારે તેઓ તે જ જીવનસાથી સાથે લગ્ન કરવાનો નિર્ણય પણ લે છે.

અહેવાલ મુજબ, પ્યૂ રિસર્ચ સેન્ટરે નવો સર્વે હાથ ધરવાને બદલે સત્તાવાર અમેરિકન સરકારના ડેટાનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કર્યું હતું. આ અહેવાલ બ્યૂરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સ દ્વારા 1980 થી 1984 ની વચ્ચે જન્મેલા આશરે 9,000 અમેરિકન નાગરિકો પર હાથ ધરવામાં આવેલા 'નેશનલ લોન્ગીટ્યુડિનલ સર્વે ઓફ યુથ' પર આધારિત છે.

આ અભ્યાસનું એક વાત એ છે કે સંશોધકોએ ઘણા દાયકાઓ સુધી આ 9,000 વ્યક્તિઓના જીવન પર શોધ કરી. રિસર્ચના આ તારણોએ ફરી એકવાર અમેરિકામાં ઘટતા લગ્ન દર અને વધતી જતી સામાજિક ચિંતાઓ પર પ્રકાશ પાડ્યો છે. યુવાનોમાં લગ્નમાં વિલંબ કરવાનો અથવા ન કરવાના પ્રવૃત્તિથી ત્યાં જન્મ દર ઘટતો જઇ રહ્યો છે, જેને દેશની પ્રગતિ માટે હાનિકારક માનવામાં આવે છે.

Live-in-Relationship2
livelaw.in

આ મુદ્દાને ઉકેલવા માટે હવે અમેરિકાના પ્રમુખ કંઝર્વેટિવ થિંક ટેન્ક 'ધ હેરિટેજ ફાઉન્ડેશન' દેશમાં લગ્ન દર વધારવા અને યુવાનોને પરંપરાગત કૌટુંબિક માળખા સાથે ફરીથી જોડવાના હેતુથી ખાસ મેરેજ બુટકેમ્પ શરૂ કરવાની વ્યૂહરચના તૈયાર કરી છે.

સામાજિક નિષ્ણાતો માને છે કે લિવ-ઇન રિલેશનશિપના વલણે લગ્ન પરંપરાને ખૂબ નુકસા પહોંચાડ્યું છે. જ્યાં પહેલા લગ્નને સંબંધનું પ્રથમ પગલું માનવામાં આવતું હતું, તો આજના સમયમાં લિવ-ઇન રિલેશનશિપને લગ્ન માટે 'પારખવાના રૂપમાં જોવામાં આવે છે. જો કે, યુવાનો લગ્નથી દૂર કેમ રહે છે તેના કારણો હવે સામે આવ્યા છે. એક સર્વેમાં જાણવા મળ્યું છે કે કારકિર્દીની પ્રાથમિકતાઓ, વધતી મોંઘવારી, આર્થિક અસ્થિરતા અને વ્યક્તિગત સ્વતંત્રતા જેવા પરિબળોને કારણે યુવાનો લગ્નથી દૂર ભાગતા જોવા મળે છે.

About The Author

Related Posts

Top News

‘હિન્દુત્વનો આધાર નફરત નથી, લોકોને જોડવાનું છે’, લંડનમાં બોલ્યા RSS વડા મોહન ભાગવત

RSS વડા મોહન ભાગવત હાલમાં બ્રિટનના પ્રવાસે છે. રવિવારે  તેમણે લંડનમાં 'સેલિબ્રેશન વનનેસ' કાર્યક્રમમાં હાજરી આપી હતી, ...
World 
‘હિન્દુત્વનો આધાર નફરત નથી, લોકોને જોડવાનું છે’, લંડનમાં બોલ્યા RSS વડા મોહન ભાગવત

કમળ કીચડમાં ખીલે છે પણ કીચડની ગંદકીથી દૂર રહે છે

(ઉત્કર્ષ પટેલ) કુદરતે આપણને અનેક વસ્તુઓ પાસેથી જીવન જીવવાની કળા શીખવાડી છે. તેમાં સૌથી અદ્ભુત ઉદાહરણ છે કમળનું....
Lifestyle 
કમળ કીચડમાં ખીલે છે પણ કીચડની ગંદકીથી દૂર રહે છે

અમેરિકામાં પાર્ટ ટાઇમ મહેંદી મુકતી મહિલા દર વર્ષે રૂ. 57 લાખ કમાય છે, નોકરીનો પગાર અલગ

અમેરિકા અને ભારત બે અલગ અલગ દુનિયા છે. ભારતમાં જે કામનું ખુબ ઓછું વેતન મળે છે, તે જ કામ...
World 
અમેરિકામાં પાર્ટ ટાઇમ મહેંદી મુકતી મહિલા દર વર્ષે રૂ. 57 લાખ કમાય છે, નોકરીનો પગાર અલગ

ઝડપથી વધી રહ્યો છે 'લિવ-ઇન' ટ્રેન્ડ, પ્યૂ રિસર્ચમાં 75% લોકોએ સ્વીકાર્યું આવા સંબંધો બનાવી ચૂક્યા છે

તમે કદાચ ટીવી જાહેરાત જોઈ હશે જેમાં કહેવામાં આવે છે કે, ‘પહેલા ઇસ્તમાલ કરો, ફિર વિશ્વાસ કરો....
World 
ઝડપથી વધી રહ્યો છે 'લિવ-ઇન' ટ્રેન્ડ, પ્યૂ રિસર્ચમાં 75% લોકોએ સ્વીકાર્યું આવા સંબંધો બનાવી ચૂક્યા છે

Opinion

પ્રફુલ પાનસેરિયા: વિવાદોથી દૂર, હસતા મોઢે સેવાના માર્ગે ચાલનાર વ્યક્તિ પ્રફુલ પાનસેરિયા: વિવાદોથી દૂર, હસતા મોઢે સેવાના માર્ગે ચાલનાર વ્યક્તિ
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના રાજકારણમાં કેટલાક નેતાઓ એવા છે જેમનું નામ સાંભળતાં જ વિવાદો, વાદવિવાદ કે રાજકીય ચડસાચડસી યાદ આવે. અહીં...
સમ્રાટ પાટીલ- સુરતના એક યુવા જે સમાજની સેવા માટે તત્પર રહે છે
સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
Copyright (c) Khabarchhe All Rights Reserved.