સેટેલાઇટ તસવીરોમાં વરસાદી વાદળોથી ઘેરાયેલું ભારત: ચોમાસું ફરી જામ્યું

દેશમાં ચોમાસું ફરી એકવાર જોર પકડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. સેટેલાઇટ દ્વારા લેવામાં આવેલી નવી તસવીરોમાં દેશના વિશાળ ભાગો પર વાદળોની ઘાટી પટ્ટીઓ પથરાયેલી જોવા મળી રહી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી નવી લો-પ્રેશર સિસ્ટમ  પૂર્વ અને મધ્ય ભારતના હવામાનને અસર પહોંચાડવાનું શરૂ કરી દીધું છે.

13 ઓગસ્ટના રોજ EUMETSAT અને ISROના INSAT-3D/3DR સેટેલાઇટ્સમાંથી મળેલી તસવીરો અનુસાર, અરબી સમુદ્રથી લઈને મધ્ય ભારત, ગંગાના મેદાની વિસ્તારો અને ઉત્તર-પૂર્વ ભારત સુધી વાદળોની વિશાળ ચાદર પથરાયેલી સ્પષ્ટ દેખાય છે.

સૌથી વધુ ઘાટા વાદળો ઉત્તરી બંગાળની ખાડી, પૂર્વ ભારત, બાંગ્લાદેશ અને આસપાસના વિસ્તારો પર કેન્દ્રિત થયેલા છે, જ્યાં નવી બનેલી લો-પ્રેશર સિસ્ટમ જમીન તરફ ભેજ ખેંચી રહી છે.

03

ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળ-બાંગ્લાદેશના દરિયાકાંઠે ઉત્તર બંગાળની ખાડી પર લો-પ્રેશર વિસ્તાર સર્જાયો છે. આ સિસ્ટમ આગળ વધીને જમીન પર પ્રવેશ કરશે અને આગામી કેટલાક દિવસો સુધી ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ અને આસપાસના રાજ્યોમાં વ્યાપક વરસાદ જાળવી રાખશે તેવી શક્યતા છે.

સેટેલાઇટ ઈમેજમાં પૂર્વ ભારત પર ઠંડા મથાળા વાળા ઘેરા વરસાદી વાદળો  દેખાઈ રહ્યા છે, જે ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની સ્પષ્ટ નિશાની છે.

ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ અને ઉત્તર-પૂર્વના કેટલાક ભાગો પર પણ વાદળોના મોટા જથ્થા દેખાઈ રહ્યા છે, જે દર્શાવે છે કે સમગ્ર ભારતીય ઉપખંડમાં 'મોન્સૂન ટ્રફ' હજુ પણ સક્રિય છે.

આ નવી સિસ્ટમ ચોમાસાના પવનો સાથે ભળતાં હવામાન અધિકારીઓએ અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે.

પૂર્વ અને મધ્ય ભારતના કેટલાક વિસ્તારોમાં મુસળધાર વરસાદ પડી શકે છે, જેનાથી સ્થાનિક કક્ષાએ પૂર અને પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે.

બંગાળની ખાડીમાં બનેલી આ નવી સિસ્ટમ ચોમાસાની સીઝન માટે ખૂબ મહત્વના સમયે આવી છે. ઓગસ્ટ મહિનામાં દેશના જુદા જુદા ભાગોમાં અસમાન વરસાદ નોંધાયો છે. હવામાનશાસ્ત્રીઓ હવે એ વાત પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે કે શું એકપછી એક આવતી આ લો-પ્રેશર સિસ્ટમ્સ સક્રિય થઈ રહેલા  El Ninoની અસરને હળવી કરી શકશે કે નહીં.

02

હાલ પૂરતું તો, અંતરિક્ષમાંથી મળતાં દ્રશ્યો એ જ સંકેત આપે છે કે ચોમાસાનું એન્જિન પૂરેપૂરું ધમધમી રહ્યું છે.

ભારતના મોટાભાગના વિસ્તારોમાં છવાયેલાં ઘાટાં વાદળો અને જમીન તરફ આગળ વધી રહેલી નવી વરસાદી સિસ્ટમને કારણે, ઓગસ્ટના બીજા પખવાડિયામાં દેશના પૂર્વ, મધ્ય અને ઉત્તર ભાગોમાં વરસાદમાં નોંધપાત્ર વધારો થવાની પૂરતી શક્યતા છે.

About The Author

Related Posts

Top News

કેન્દ્ર સરકાર સાથે લદ્દાખની વાતચીત નિષ્ફળ ગયા પછી વાંગચુકે પૂછ્યું કે, 'આપણે કેવા પ્રકારના રામ રાજ્યની વાત કરી રહ્યા છીએ?'

કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને લદ્દાખી નેતાઓ વચ્ચેની વાતચીત કોઈ પણ પરિણામ વગર સમાપ્ત થયાના એક દિવસ પછી, પર્યાવરણ કાર્યકર્તા...
National 
કેન્દ્ર સરકાર સાથે લદ્દાખની વાતચીત નિષ્ફળ ગયા પછી વાંગચુકે પૂછ્યું કે, 'આપણે કેવા પ્રકારના રામ રાજ્યની વાત કરી રહ્યા છીએ?'

ગોવામાં 50થી વધુ મતદારો એક વિધાનસભા મતવિસ્તારમાંથી બીજી વિધાનસભામાં ટ્રાન્સફર થયાની ફરિયાદ; ચૂંટણી પંચે કહ્યું તપાસ કરીશું

ગોવા ફોરવર્ડ પાર્ટીના વડા અને ધારાસભ્ય વિજય સરદેસાઈએ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે...
National 
ગોવામાં 50થી વધુ મતદારો એક વિધાનસભા મતવિસ્તારમાંથી બીજી વિધાનસભામાં ટ્રાન્સફર થયાની ફરિયાદ; ચૂંટણી પંચે કહ્યું તપાસ કરીશું

આખી નદીને એકલા હાથે સાફ કરનાર બિટ્ટુ તબાહીએ 2 કચરાના ડબ્બા મુક્યા, એમાંથી એક ચોરાઈ ગયો

મધ્યપ્રદેશની અજ્ઞાર નદીની બીજી વખત સફાઈ કર્યા પછી, 20 વર્ષીય પર્યાવરણવાદી સુરેન્દ્ર સિંહ ચૌધરી (જે 'બિટ્ટુ તબાહી' ...
National 
આખી નદીને એકલા હાથે સાફ કરનાર બિટ્ટુ તબાહીએ 2 કચરાના ડબ્બા મુક્યા, એમાંથી એક ચોરાઈ ગયો

રશિયા ઓઈલ ભારત ખરીદી શકશે, ટ્રમ્પે 100% ટેરિફ લાગૂ કરવાનો નિર્ણય પાછો લીધો

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન તેલ ખરીદતા 5 દેશો પર 100 ટકા સુધીના વધારાના ટેરિફ લાદવાના પ્રસ્તાવને અમલમાં મૂકવાના એક...
Business 
રશિયા ઓઈલ ભારત ખરીદી શકશે, ટ્રમ્પે 100% ટેરિફ લાગૂ કરવાનો નિર્ણય પાછો લીધો
Copyright (c) Khabarchhe All Rights Reserved.