- Entertainment
- ‘મર્યાદામાં રહો’ ગોવિંદાનો પત્ની સુનિતા આહુજાને જવાબ, કહ્યું- ‘તારી પાસેથી અપેક્ષા નથી’
‘મર્યાદામાં રહો’ ગોવિંદાનો પત્ની સુનિતા આહુજાને જવાબ, કહ્યું- ‘તારી પાસેથી અપેક્ષા નથી’
ગોવિંદા અને સુનિતા આહુજા એક સમયે બોલિવુડના સૌથી પ્રિય યુગલોમાંના એક માનવામાં આવતા હતા, પરંતુ હવે તેમની વચ્ચે તિરાડ પડી ગઈ છે. અભિનેતાના કથિત અફેર અંગે ખૂબ ચર્ચા થઈ રહી છે, જેના કારણે સુનિતા નારાજ છે; તે સતત પોડકાસ્ટ અને પાપારાઝી દ્વારા ગોવિંદા વિશે નિવેદનો આપી રહી છે. થોડા દિવસો અગાઉ, ગોવિંદા અભિનેત્રી કોમલ રાની સ્વર્ણકર સાથે જોવા મળ્યા હતા, જેથી તેમના અફેર હોવાની ચર્ચા છે. આ પરિસ્થિતિને કારણે સુનિતાએ ફરીથી તેમના વિશે મોટા નિવેદનો આપવાનું શરૂ કર્યું.

હવે એવું લાગે છે કે ગોવિંદા સુનિતા આહુજાની ટિપ્પણીઓથી તંગ આવી ગયા છે. તેણે પોતાની પત્ની પ્રત્યે કડક વલણ અપનાવતા તેમણે એક વીડિયો નિવેદન બહાર પાડીને તેમને ઠપકો આપ્યો છે. ગોવિંદાએ કહ્યું કે તે પોતાનું કામ ફરી શરૂ કરવા પહેલા બદનામ કરી રહી છે. તેઓ એ વાતથી પણ નારાજ દેખાયા કે સુનિતાએ તેમના સહ-અભિનેતા કોમલ રાની સ્વર્ણકર વિશે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો.
" data-instgrm-version="13">
View this post on Instagram
A post shared by Varinder Chawla (@varindertchawla) ">
View this post on Instagram
A post shared by Varinder Chawla (@varindertchawla)
ગોવિંદાને બદનામ કરવાનું કાવતરું?
નિવેદનમાં, ગોવિંદાએ વધુ કહ્યું કે એક તેમની પત્ની સુનિતા પાછળ કોઇ ગેંગનો હાથ છે અને જે જાણી જોઈને તેમની પ્રતિષ્ઠા બગાડવાનો પ્રયાસ કરી રહી છે. ગોવિંદાએ કહ્યું કે, તમે તમારી નાની અપેક્ષાઓમાં એક મોટો બિઝનેસ છે તેની સાથે ઘાત કરી રહી છે. તમારી પાછળ જે ગ્રુપ છે, જે ગેંગ છે તેનાથી દરેક વ્યક્તિ વાકેફ છે. મને લાગે છે કે તે વાકિફિયત જે ખુલીને આગળ આવી જશે, તો તમારા માટે પણ હું ફરીથી કહું છું કે શોભા નહીં આપે. મને એવું લાગે છે કે, કદાચ આગળ પણ કોઈક સમયે, તમને હજુ પણ મારી જરૂર પડી શકે છે. તેથી, કૃપા કરીને આ પોડકાસ્ટ જે પોડકાસ્ટ ચલાવી રહી છે અને આ જે વિનંતી કરવામાં આવી રહી છે. તમે થોડા હદમાં રહો. તમને પ્રાર્થના છે. આભાર.

ગોવિંદાએ સુનિતા આહુજા દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલી અપશબ્દો વિશે મીડિયા સાથે પણ વાત કરી. શૉ લોક અપ 2 દરમિયાન, તેણે ઘણી અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો, જે ઘણા લોકો માટે ભારે આઘાતજનક હતું. ગોવિંદાની પત્નીનું આ અલગ પાસું જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારબાદ, સુનિતાએ ઘણા વાંધાજનક નિવેદનો આપ્યા, જેનાથી ગોવિંદા ખૂબ જ નારાજ થયા હોય તેવું લાગે છે.
ગોવિંદાએ સુનિતાની ગાળો પર કહ્યું કે, સુનિતાજી, તું ખૂબ મા-બહેનની ગાળો આપવા લાગી છે. ભગવાનને પ્રાર્થના કરો કે તમને એવી રીતે ઘડે જે બીજાઓને પ્રેરણા આપે. યુવાનો તમારાથી પ્રેરિત થઇને તમારા વર્તનનું અનુકરણ કરશે. એવું ન થાય કે ક્યાંગ લોકો તમને જ મા-બહેનની ગાળો આપવા લાગે. જો આવું થાય છે, તો આપણે બધા ખૂબ શરમ અનુભવીશું. આવું ન કરો; તમે 'માબહેન'ની પવિત્રતાને ઓછી કરી દીધી છે. તમારી પાસેથી આ અપેક્ષા નથી.

