ઓબેસિટીની સારવારનો ક્લેઇમ કંપનીએ નકાર્યો, કોર્ટે 8 ટકા વ્યાજ સહિત અપાવ્યો

સુરત જિલ્લા ગ્રાહક કમિશન મુખ્યના પ્રમુખ ન્યાયાધીશ પી.પી.મેખીયા અને સભ્ય ડો. તીર્થેશ મહેતાએ ઓબેસિટીના સારવારનો ક્લેઇમ નકારવામાં વીમા કંપનીના પક્ષે સેવામાં ક્ષતિ થયો હોવાનું ઠરાવી ઓબેસિટીની સારવાર માટે ફરિયાદીએ કરાવવી પડેલી સર્જરીનો વીમા કંપનીએ નકારેલ ક્લેઇમની રકમ રૂા. 4,69,294/- ફરિયાદીને વ્યાજ, વળતર તથા ખર્ચ સહિત ચૂકવી આપવાનો વીમા કંપનીને આદેશ આપતો હુકમ કરેલ છે.

કેસની વિગત મુજબ (ફરિયાદી)એ એડવોકેટ શ્રેયસ દેસાઈ/પ્રાચી અર્પિત દેસાઈ/ઈશાન શ્રેયસ દેસાઈ મારફત સુરત જિલ્લા ગ્રાહક કમિશન મુખ્ય સમક્ષ ધી ઓરીયેન્ટલ કંપની લિમિટેડ વિરુદ્ધ દાખલ કરેલી ફરિયાદની વિગત એવી છે કે, ફરિયાદી સામાવાળા વીમા કંપનીનો Happy Family - Floater તરીકે ઓળખાતો વીમો રૂા. 1૦,૦૦,૦૦૦/- નો ધરાવતા હતા. વીમો અમલમાં હતો તે દરમ્યાન જાન્યુઆરી-2021ના અરસામાં ફરિયાદીને બેચેની, પગમાં દુ:ખાવો, શ્વાસોશ્વાસમાં તકલીફ હોવાનું જણાતાં શહેર: અમદાવાદ મુકામે જરૂરી ટેસ્ટ કરાવડાવેલા. રીપોર્ટના આધારે ફરિયાદીને Morbid Obesity થયું હોવાનું નિદાન થયેલ. હોસ્પિટલમાં ઇન્ડોર પેશન્ટ તરીકે એડમીટ થયેલ. જયાં એ જ દિવસે ફરિયાદીની Laparoscopic Mini Gastric Bypassની સર્જરી કરેલી તેમજ હોસ્પિટલમાં ફરિયાદીને જરૂરી ટ્રીટમેન્ટ પણ અપાયેલ. ત્યારબાદ ફરિયાદીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલ.

65

ઉપરોકત હોસ્પિટલાઇઝેશન, સર્જરી, મેડીકલ ટ્રીટમેન્ટ, જુદાં-જુદાં ટેસ્ટસ, દવાઓ, ઈજેક્શનો વગેરે માટે થઇને ફરિયાદીને કુલ ખર્ચ રૂા. 4,69,294/- થયેલો. જેથી ફરિયાદીએ  વીમાકંપનીનું ક્લેઇમ ફોર્મ ભરીને સામાવાળા સમક્ષ રજુ કરેલ. સામાવાળાઓ ફરિયાદીનો ઉપરોકત સાચો અને વાજબી ક્લેઈમ મંજૂર કરવા જવાબદાર અને બંધાયેલા હતા અને છે. આમ છતા સામાવાળાના TPA દ્વારા તા. 12/૦7/2022 ના રોજના પત્ર દ્વારા ફરિયાદીનો ક્લેઇમ નામંજૂર કરેલ. ક્લેઇમ નામંજૂર કરવા માટે સામાવાળાએ ફરિયાદીને ઓબેસિટીની બીમારી વીમો લેતા અગાઉથી હોવાનું તથા તેવી અગાઉથી ચાલી આવેલી બીમારીનો ક્લેઇમ વીમો લીધા પછી 48 મહિના (૪ વર્ષ) પછી મળે એવી શરત હોવાથી મળવાપાત્ર ન હતો તેવું જણાવેલું હતું. જેથી ફરિયાદીએ ગ્રાહક કમિશનમાં ફરિયાદ કરવી પડેલી.

ફરિયાદી તરફે એડવોકેટ ઈશાન શ્રેયસ દેસાઈ/પ્રાચી અર્પિત દેસાઈએ જિલ્લા કમિશન સમક્ષ દલીલો કરતા જણાવ્યું હતું કે, નામદાર નેશનલ કમિશનના મહત્વના કેસના ચુકાદામાં એવી નોંધ છે કે "MORBID OBESITY" એક ગંભીર બીમારી છે. જેનાથી જાનને જોખમ થઈ શકે છે. ફરિયાદવાળા કેસમાં ફરિયાદીનો BMI ૬૧.૮ હતો. IRDAI ની લેટેસ્ટ ગાઈડલાઈન મુજબ જો વિમેદારનો BMI 40થી વધુ હોય તો તે Morbid Obesity ગણાય અને તેવી સર્જરીના ક્લેમ મળવાપત્ર હોવાનું જણાવેલ છે. 

સુરત જિલ્લા ગ્રાહક કમિશનના મુખ્ય ન્યાયાધીશ પી.પી. મેખિયા અને સભ્ય ડો. તીર્થેશ મહેતાએ કરેલ હુકમમાં ફરિયાદીની ફરિયાદ મંજુર રાખી ફરિયાદીને ફરિયાદવાળા ક્લેઇમના રૂા. 4,69,294/- ફરિયાદની તારીખથી 8% વ્યાજ સહિત તેમજ શારીરિક-માનસિક ત્રાસ માટે વળતરના બીજા રૂા.12,૦૦૦/- તથા કાર્યવાહી ખર્ચના બીજા રૂા. 8,૦૦૦/- સહિત સંયુક્ત અને વિભક્ત રીતે ચૂકવી આપવાનો વીમા કંપની તેમજ તેમના ટી.પી.એને આદેશ આપતો હુકમ કર્યો છે.

 

About The Author

Related Posts

Top News

સુરતની કોલેજોમાં પ્રોફેસરોને રીઝવવા જૂનો નુસખો- ‘જવાબવહીમાં 100 રૂપિયાની નોટ મૂકી લખ્યું- ‘સર-મેડમ, મને પ્લીઝ પાસ કરી દેજો’

ગત માર્ચમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત  (VNSU સંલગ્ન કોલેજોમાં પરીક્ષાઓ લેવાઈ હતી, જેમાં ગેરરીતિના અનેક કિસ્સાઓ સામે આવ્યા...
Gujarat 
સુરતની કોલેજોમાં પ્રોફેસરોને રીઝવવા જૂનો નુસખો- ‘જવાબવહીમાં 100 રૂપિયાની નોટ મૂકી લખ્યું- ‘સર-મેડમ, મને પ્લીઝ પાસ કરી દેજો’

પુરાવાનો અભાવ કે ધરપકડમાં ખામી... સોનમને જામીન કેમ મળ્યા? રાજા રઘુવંશી કેસમાં નવો વળાંક

ઇન્દોરના કુખ્યાત હનીમૂન કેસમાં એક મોટો સુધારો સામે આવ્યો છે. કોર્ટે મુખ્ય આરોપીની પત્ની સોનમ રઘુવંશીને જામીન આપી દીધા છે....
પુરાવાનો અભાવ કે ધરપકડમાં ખામી... સોનમને જામીન કેમ મળ્યા? રાજા રઘુવંશી કેસમાં નવો વળાંક

ન્યાયાધીશ સ્વર્ણકાંતા શર્માએ કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમના કેસમાંથી પોતાને અલગ કેમ કર્યા?

દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ સ્વર્ણકાંત શર્માએ મંગળવારે દારૂ કંપની ડિયાજિયો સ્કોટલેન્ડ સાથે સંકળાયેલા કથિત લાંચ કેસના સંદર્ભમાં કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમ...
National 
ન્યાયાધીશ સ્વર્ણકાંતા શર્માએ કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમના કેસમાંથી પોતાને અલગ કેમ કર્યા?

રિયાન પરાગનું દર વખતનું છે... આ પહેલા 4 કોન્ટ્રોવર્સીમાં ફસાઈ ચૂક્યો છે

IPL 2026માં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચ બાદ કેપ્ટન રિયાન પરાગ ભારે મુશ્કેલીમાં ફસાઈ ગયો છે....
Sports 
રિયાન પરાગનું દર વખતનું છે... આ પહેલા 4 કોન્ટ્રોવર્સીમાં ફસાઈ ચૂક્યો છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.