- Gujarat
- ગુજરાતની આ નગરપાલિકાનો નિર્ણય- પાણીનો બગાડ થશે કનેક્શન સીધું કાપી દેવાશે
ગુજરાતની આ નગરપાલિકાનો નિર્ણય- પાણીનો બગાડ થશે કનેક્શન સીધું કાપી દેવાશે
By Khabarchhe
On

ભુજ નગરપાલિકાએ શહેરમાં પાણીના બગાડને રોકવા માટે આકરા નિર્ણયો લીધા છે. હવે જો કોઈ પણ વ્યક્તિ પાણીનો બગાડ કરશે, તો તેમનું પાણી કનેક્શન સીધું કાપી દેવાશે. ઉપરાંત, ખોદકામ દરમિયાન પાણીની લાઇનને નુકસાન થવા પર જે તે જવાબદાર એજન્સી પાસે ભરપાઈ વસુલવામાં આવશે.

પાલિકાની તાજેતરની મીટીંગમાં ઉલ્લેખાયું કે, શહેરના ઘણા વિસ્તારોમાં ટાંકામાં બોલવાલ ન હોવાને કારણે પાણી રસ્તા પર વહી જાય છે અને મોટા પાયે પાણીનો બગાડ થાય છે. આ સ્થિતિને સુધારવા માટે નગરપાલિકા દ્વારા વોટર સપ્લાય વિભાગના વાલમેનને દરેક વિસ્તારમાં જઈને રહીશોને ટાંકામાં બોલવાલ લગાવવા સૂચના આપવામાં આવશે.

ભવિષ્યમાં જો કોઈ ઘરમાં પાણીનો બગાડ જોવા મળશે તો કોઈ પણ ચેતવણી વિના તેમનું કનેક્શન કાપી દેવામાં આવશે. નગરપાલિકા દ્વારા જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે જેથી લોકોને પાણી બચાવવાનું મહત્વ સમજાવી શકાય.
Related Posts
Top News
Published On
ઈંગ્લેન્ડ સામે માન્ચેસ્ટર ટેસ્ટ મેચમાં ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ઈજાગ્રસ્ત થયો હતો. પહેલા દિવસની રમત દરમિયાન, રિષભ પંત...
આજથી મંગળ ગ્રહ કન્યા રાશિમાં ગોચર કરશે, જાણો કઇ રાશિ પર શું અસર પડશે
Published On
By Dharmesh Kalsariya
તારીખ 28 જુલાઈથી મંગળ ગ્રહ 13 સપ્ટેમ્બર સુધી કન્યા રાશિમાં ગોચર કરશે જાણો તમારી રાશિ ઉપર શુ પ્રભાવ થઈ શકે...
બિહારમાં ચૂંટણી નજીકમાં છે છતા કેજરીવાલ ગુજરાત પર કેમ ફોકસ કરી રહ્યા છે?
Published On
By Nilesh Parmar
ચૂંટણીની દ્રષ્ટિએ અત્યારે સૌથી મહત્ત્વપૂર્ણ બિહાર છે કારણકે આ વર્ષના અંતમાં બિહારમા વિધાનસભાની ચૂંટણી છે અને એ પછી નંબર આવે...
સ્થૂળતા ઘટાડવા માટે તમારે દવા લેવાની જરૂર નહીં પડે, શરીર પોતે જ 'કુદરતી ઓઝેમ્પિક' ઉત્પન્ન કરશે
Published On
By Kishor Boricha
ઓઝેમ્પિકની ચર્ચા સમગ્ર વિશ્વમાં વજન ઘટાડવાની દવા તરીકે થઈ રહી છે, જેનો ઉપયોગ ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં અને વજન ઘટાડવામાં...
Opinion

25 Jul 2025 12:35:34
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજકીય ભૂમિકા ભારતના રાજકારણમાં હંમેશાં મહત્વની નોંધનીય રહી છે અને આજે વર્ષ 2025માં પણ રાજ્યના બહુમત મતદારોનો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.