રબારી સમાજ પાસેથી દીકરીને લાવવા મળેલું ચૌધરી સમાજનું મહાસંમેલન ઉગ્ર બન્યું

ગુજરાતી ગાયિકા કિંજલ રબારીએ ચૌધરી યુવક સાથે કરેલા આંતરજ્ઞાતીય પ્રેમલગ્નથી શરૂ થયેલો વિવાદ હવે ચૌધરી વર્સિસ રબારી સમાજનો મુદ્દો બની ગયો છે. હાઈપ્રોફાઈલ ગણાતા આ પ્રેમલગ્નમાં વિવાદ સર્જાતા સિંગર કિંજલ રબારી તો યુ-ટર્ન લઈને પોતાના પરિવાર પાસે જતી રહી છે. પરંતુ આ ઘટના બાદ એવી ઘટના સર્જાઇ કે કોઇએ આવું વિચાર્યું પણ નહીં હોય. એક વર્ષ અગાઉ ચૌધરી સમાજની દીકરીએ રબારી યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને હવે આ મુદ્દો જીવંત થઈ ગયો છે.

આ મામલે દીકરીના માતા-પિતા સહિત ચૌધરી સમાજના આગેવાનો રબારી સમાજ પાસે માંગ કરી રહ્યા છે કે અમને અમારી દીકરી પાછી આપો. જોકે 2-3 દિવસથી આ મામલે ભારે ગરમાવો જામ્યા બાદ હવે ચૌધરી સમાજ હાલ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યો છે. અને હાલ જ તેમણે ભાભરના રુણીમાં મહાસંમેલન યોજ્યું હતું.

rabari-samaj4
divyabhaskar.co.in

ભાભરના રુણી ગામમાં ચૌધરી સમાજની દીકરીને પરત લાવવા અંગે ભાભરના રુણી ગામે બુધવારે ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાયુ હતું. જેમાં ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનથી આંજણા ચૌધરી સમાજના આગેવાનો સાથે મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડ્યા હતા. આ સંમેલન બાદ ચૌધરી સમાજના લોકો દીકરીને પાછી લેવા માટે ઓગડના ઉણ ગામ પહોંચ્યા હતા. જ્યા ચૌધરી સમાજ અને રબારી સમાજ વચ્ચે જોરદાર બબાલ થઈ હતી. ત્યારબઆડ ઉશ્કેરાયેલા ટોળાએ ગાડીઓમાં તોડફોડ કરી હતી. તેમજ અંદાજે 3 કિમી સુધીનો હાઈવે બ્લોક કરી દીધો હતો. જેના ઘણા વીડિયો સામે આવ્યા છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, ઓગડના ઉણ ગામમાં 2 સમાજ વચ્ચે માથાકૂટ થઈ હતી. જેથી ઉશ્કેરાયેલા ટોળાએ અનેક વાહનોના કાચ તોડી નાખ્યા હતા. તેમજ કેટલાય ઘરોમાં પણ પથ્થરમારો કર્યો હતો. જેના કારણે વિસ્તારમાં ભય અને ચિંતા ફેલાઈ હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. DySP અને PI સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ટોળાને વિખેરવા માટે પ્રયાસો હાથ ધરાયા હતા. આ વચ્ચે પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેથી પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. તેમજ ટીયર ગેસના ગોળા છોડવા પડ્યા હતા.

rabari-samaj3
divyabhaskar.co.in

આ અંગે PI કે.બી. દેસાઈએ કહ્યું કે, ‘પ્રેમ લગ્ન મામલે ભાભરમાં મીટિંગ કરાઈ હતી. ત્યાં વાવ, થરાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા સહિતના જિલ્લામાંથી ચૌધરી સમાજના લોકો ભેગા થયા હતા. જે બાદ ત્યાંથી 60થી 70 ટકા લોકો વિખેરાઈ ગયા હતા. જે બાદ 30 ટકા લોકો કે જેઓ કોઈ આગેવાન નથી, એ લોકો સીધા ગાડી લઈને ઉણ ગામ આવી પહોંચ્યા હતા. અહિં ગામમાં છોકરો કે છોકરી કોઈ રહેતું નથી, કોઈ વાલી વારસ રહેતા નથી. માત્ર તેની અંપગ માતા રહે છે. આ વચ્ચે ટોળું આવી પહોંચ્યુ હતું અને કહ્યું કે, છોકરી આપો. હાલમાં સ્થિતિ કંટ્રોલમાં છે.

આ સમગ્ર ઘટના અંગે બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું કે, ‘ટોળું આક્રમક બન્યુ હોવાથી પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેથી પોલીસે બળ કર્યું હતું. આ ઘટનામાં 4 પોલીસકર્મી સહિત અન્ય 4થી 5 લોકોને ઈજા પહોંચી છે. પોલીસે 35થી 40 લોકોને ડિટેઈન કર્યા છે. હાલ સંપૂર્ણ કંટ્રોલમાં છે.

rabari-samaj2
divyabhaskar.co.in

સમગ્ર મામલો શું છે?

રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના યુવક સાથે પ્રેમ લગ્ન કરી લેતા વિવાદ સર્જાયો હતો. જેમાં રબારી અને ચૌધરી સમાજના આગેવાનોએ ભેગા મળીને રબારી સમાજની દીકરીને પરત અપાવી હતી. ત્યારબાદ ભાભરના રુણી ગામની કંકુ ચૌધરીનો વિવાદ સામે આવ્યો હતો.

પાટણના ધિણોજ ગામમાંથી તારીખ 28 મે 2025ના રોજ ચૌધરી સમાજની દીકરી કંકુ રબારીએ રબારી સમાજના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નજીવનમાં હાલ તેને સંતાનમાં એક બાળક પણ છે. જોકે કિંજલ રબારીના પ્રેમલગ્નથી શરૂ થયેલા આ વિવાદ વચ્ચે કંકુ રબારીના માતા-પિતા હાલ સામે આવ્યા છે અને તેઓએ સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરી પોતાની દીકરીને પરત આપવા રબારી સમાજને અપીલ કરી છે. દીકરીના માતા-પિતાનું કહેવું છે કે અશોક ચૌધરીના પરિવારે કિંજલ રબારીને પરત કરી છે, તો રબારી સમાજે પણ અમારી દીકરીને સન્માનપૂર્વક પરત કરી દેવી જોઈએ. પીડિત પરિવારે સમાજ આગેવાન ઠાકરશી રબારીને આ મામલે મધ્યસ્થી કરી દીકરીને હેમખેમ પરત લાવી આપવા માટે કરુણ અરજ કરી હતી અને હવે આ મામલે ચૌધરી સમાજે મહાસંમેલન યોજ્યું હતું.

About The Author

Top News

ચાંદીમાં અચાનક ખુબ મોટો ભાવ ઘટાડો...સોનું પણ ઘણું નીચે ગયું! શું આ કંઈક મોટું થવાનો સંકેત તો નથી ને?

શેરબજારમાં તીવ્ર ઘટાડા વચ્ચે, ગુરુવારે સોના અને ચાંદીના ભાવમાં પણ ખુબ મોટો ઘટાડો થયો છે. MCX પર ચાંદીના ભાવમાં ...
Business 
ચાંદીમાં અચાનક ખુબ મોટો ભાવ ઘટાડો...સોનું પણ ઘણું નીચે ગયું! શું આ કંઈક મોટું થવાનો સંકેત તો નથી ને?

સુરત જિલ્લાના આશ્રમમાં ચાલી રહ્યો હતો નકલી નોટોનો ગોરખધંધો, બહાર ધર્મ-યોગનું સેન્ટર, અંદર...

ગુજરાતમાં નકલી ચલણી નોટો પર ચાલી રહેલા કાર્યવાહી વચ્ચે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે. સુરતથી સંચાલિત...
Gujarat 
સુરત જિલ્લાના આશ્રમમાં ચાલી રહ્યો હતો નકલી નોટોનો ગોરખધંધો, બહાર ધર્મ-યોગનું સેન્ટર, અંદર...

રબારી સમાજ પાસેથી દીકરીને લાવવા મળેલું ચૌધરી સમાજનું મહાસંમેલન ઉગ્ર બન્યું

ગુજરાતી ગાયિકા કિંજલ રબારીએ ચૌધરી યુવક સાથે કરેલા આંતરજ્ઞાતીય પ્રેમલગ્નથી શરૂ થયેલો વિવાદ હવે ચૌધરી વર્સિસ રબારી સમાજનો મુદ્દો બની...
Gujarat 
રબારી સમાજ પાસેથી દીકરીને લાવવા મળેલું ચૌધરી સમાજનું મહાસંમેલન ઉગ્ર બન્યું

કમલભાઈ તુલસિયાન: સફળ ટેક્સટાઇલ ઉદ્યોગપતિ જ નહીં પરંતુ સમાજસેવક, બેંકિંગ ક્ષેત્રના માર્ગદર્શક અને ઉદ્યોગના હિતરક્ષક

(ઉત્કર્ષ પટેલ) સુરત ભારતનું ટેક્સટાઇલ કેપિટલ અહીં અનેક ઉદ્યોગપતિઓએ પોતાની મહેનત અને દૂરંદેશીથી વિશ્વમાં નામના મેળવી છે. આવા જ સફળ...
Opinion 
કમલભાઈ તુલસિયાન: સફળ ટેક્સટાઇલ ઉદ્યોગપતિ જ નહીં પરંતુ સમાજસેવક, બેંકિંગ ક્ષેત્રના માર્ગદર્શક અને ઉદ્યોગના હિતરક્ષક

Opinion

કમલભાઈ તુલસિયાન: સફળ ટેક્સટાઇલ ઉદ્યોગપતિ જ નહીં પરંતુ સમાજસેવક, બેંકિંગ ક્ષેત્રના માર્ગદર્શક અને ઉદ્યોગના હિતરક્ષક કમલભાઈ તુલસિયાન: સફળ ટેક્સટાઇલ ઉદ્યોગપતિ જ નહીં પરંતુ સમાજસેવક, બેંકિંગ ક્ષેત્રના માર્ગદર્શક અને ઉદ્યોગના હિતરક્ષક
(ઉત્કર્ષ પટેલ) સુરત ભારતનું ટેક્સટાઇલ કેપિટલ અહીં અનેક ઉદ્યોગપતિઓએ પોતાની મહેનત અને દૂરંદેશીથી વિશ્વમાં નામના મેળવી છે. આવા જ સફળ...
છેવાડાના આદિવાસી ગામડાઓ: વિકાસના દીવા તળે અંધારું જ્યાં દીવો પ્રગટાવવો જરૂરી છે
શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે
એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
Copyright (c) Khabarchhe All Rights Reserved.