દેવું ઉતારવા પતિએ જ મિત્ર પાસે કરાવી પત્નીની કારની ચોરી

સુરતના ઉધના વિસ્તારમાં દેવું ઉતારવા માટે પતિએ જ પત્નીની કાર ચોરી કરાવી હતી. પત્નીએ નોંધાવેલી કાર ચોરીની ફરિયાદના આધારે ઉધના પોલીસે તપાસ દરમિયાન મહિલાના પતિનો ભાંડો ફોડી નાખ્યો હતો. CCTV ફૂટેજ અને ટેક્નિકલ સર્વિલાન્સના આધારે ઉધના પોલીસે કાર ચોરીના ગુનાનું કોકડું ઉકેલી નાખ્યું હતું. એટલું જ નહીં, પોલીસ તપાસમાં પતિએ પોતાના મિત્ર પાસથી જ કાર ચોરી કરાવી હોવાનું સામે આવતા પોલીસ દંગ રહી ગઇ હતી. 

હોલમાં ઉધના પોલીસે કાર ચોરીના ગુનામાં હાલ પતિની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. સુરતના ઉધના વિસ્તારમાં અજીબો-ગરીબ કિસ્સો સામે આવ્યો છે. ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કાર ચોરીના ગુનામાં મહિલાના પતિએ જ કાર ચોરી કરાવવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઉધના પોલીસ મથકેથી મળતી જાણકારી અનુસાર, ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા કંચનબેન રાજપુતે ઉધના પોલીસ મથકમાં કાર ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

કંચનબેને ઉધના પોલીસ ચોપડે આપેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર, છઠ્ઠી જાન્યુઆરીના રોજ મોડી રાત્રે તેમના ઘર બહાર પાર્ક કરેલી સ્વિફ્ટ ડિઝાયર કાર અજાણ્યો વ્યક્તિ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. કંચનબેનની ફરિયાદના આધારે ઉધના પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. ઉધના પોલીસે સોસાયટીની આસપાસ લાગેલા CCTV ફૂટેજ અને ટેક્નિકલ સર્વિલાન્સના આધારે ગુનાનો ભેદ ઉકેલી કાઢવા કમર કસી હતી.

આ દરમિયાન પોલીસ તપાસમાં કારની ચોરી કોઈ અજાણ્યા વ્યક્તિએ નહીં, પરંતુ મહિલાના પતિએ જ ચોરી કરાવવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો. ઉધના પોલીસ દ્વારા કંચનબેનના પતિ ગોવર્ધન સિંહ લક્ષ્મણસિંહ રાજપૂતની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, તેના પર દેવું થઈ જવાના કારણે તે પૂરું કરવા તેણે આ કાર તેના મિત્ર ઇકબાલ પઠાણ પાસે ચોરી કરાવી હતી.

કાર ચોરી માટે ઈકબાલને કારની ચાવી પણ તેણે જ આપી હતી. વાહનો પર મોર્ગેજ લોન લીધી હતી. જેના કારણે દેવું વધી જતા તે લોનની ભરપાઈ કરી શકતો નહોતો. જેથી કાર ચોરીનો પ્લાન બનાવ્યો હોવાની વાત પોલીસને કહી હતી. ઉધના પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલી કાર પણ કબજે કરી ફરાર મિત્રની શોધખોળ હાથ ધરી છે. જો કે ઉધના વિસ્તારમાં સામે આવેલી ઘટનાને લઈ પોલીસ પણ દંગ રહી ગઇ હતી. હવે આરોપી પતિએ જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો છે.

About The Author

Related Posts

Top News

હું ભગવાનમાં માનતો નથી, હું દશરથના માર્ગે ચાલું છુંઃ કમલ હાસન

દક્ષિણ અભિનેતા કમલ હાસન આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ 'ઠગ લાઈફ'ને લઈને સમાચારમાં છે. અભિનેતા તેના પ્રમોશનમાં...
Entertainment 
હું ભગવાનમાં માનતો નથી, હું દશરથના માર્ગે ચાલું છુંઃ કમલ હાસન

સુરતના પ્રસિદ્ધ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધી મુખ્યમંત્રી દ્વારા સન્માનિત

સુરત: ગુજરાત અને સુરતના જાણીતા ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધીને ન્યુરોવાસ્ક્યુલર અને પેરિફેરલ વાસ્ક્યુલર ઇન્ટરવેન્શન રેડિયોલોજીના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ...
Gujarat 
સુરતના પ્રસિદ્ધ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધી મુખ્યમંત્રી દ્વારા સન્માનિત

ડૉ. ગૌરવ ખંડેલવાલનું સ્પાઈન સર્જરીના ક્ષેત્રમાં મુખ્યમંત્રીએ કર્યું બહુમાન

સુરતઃ શેલ્બી હોસ્પિટલ્સ લિમિટેડ, સુરતના સ્પાઈન સર્જરી વિભાગના વડા ડૉ. ગૌરવ ખંડેલવાલ દેશના અગ્રણી સ્પાઈન સર્જન તરીકે ઓળખાય છે. તેમણે...
Gujarat 
ડૉ. ગૌરવ ખંડેલવાલનું સ્પાઈન સર્જરીના ક્ષેત્રમાં મુખ્યમંત્રીએ કર્યું બહુમાન

કોંગ્રેસના સમય કરતા 3 ગણી MSP મોદી સરકાર ચૂકવે છે છતા ખેડૂતો કેમ વિરોધ કરે છે?

ખેડૂતોના પાકને માટે મિનીમમ સપોર્ટ પ્રાઇસ (MSP) ખેડૂતો માટે વર્ષોથી સૌથી મોટો મુદ્દો રહ્યો છે અને હવે રાજકારણનું મોટું...
National 
કોંગ્રેસના સમય કરતા 3 ગણી MSP મોદી સરકાર ચૂકવે છે છતા ખેડૂતો કેમ વિરોધ કરે છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.