જે રીતે ચિરાગ ગોટીના કાળા કારનામા ખૂલી રહ્યા છે આટલા વર્ષ સુધી તો એ જેલમાંથી બહાર નહીં આવે

સુરતનો કુખ્યાત ચિરાગ ગોટી સામે હવે લોકો ફરિયાદ કરવા માટે આગળ આવી રહ્યા છે અને પોલીસ સૂત્રોના કહેવા મુજબ ચિરાગ ગોટી ઓછામાં ઓછા 2 વર્ષ જેલમાંથી બહાર આવી શકે તેમ નથી.

પોતાના જ ભાગીદારને  ફસાવવા ભાગીદારની કારમાં જ ડ્રગ્સ મુકીને ફરાર થઇ ગયેલો ચિરાગ ગોટી નેપાળ ફરાર થઇ ગયો હતો. પરંતુ  મંગળવારે તેણે કોર્ટમાં સરેન્ડર કર્યું હતું.

પોલીસ અધિકારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ ગુરુવારે ચિરાગ ગોટીની સામે જીગ્નેશ વ્યાસ નામના વ્યકિતએ ફરિયાદ નોંધાવતા ખંડણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ચિરાગનો ભોગ બનેલા અન્ય ચાર પાંચ લોકો પણ ફરિયાદ કરવા માટે આગળ આવી શકે છે.

પોલીસના સૂત્રોએ કહ્યું કે, ચિરાગની સામે ગુજસીટોક લગાવવાની પણ તૈયારી ચાલી રહી છે. જો ગુજસીટોક લાગશે તો ઓછામાં ઓછો 2 વર્ષ જેલની બહાર ન આવી શકે.

About The Author

Related Posts

Top News

મજા ન આવે તો પૈસા પાછા! 75 ટકા બાયબેક ગેરંટી સાથે એક Volkswagen Taigunનું વેરિયન્ટ લોન્ચ

શું તમે SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, પરંતુ તમારા મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે, તમારા પૈસા...
Tech and Auto 
મજા ન આવે તો પૈસા પાછા! 75 ટકા બાયબેક ગેરંટી સાથે એક Volkswagen Taigunનું વેરિયન્ટ લોન્ચ

અંબાલાલ પટેલે ભરઉનાળે જણાવી દીધું- આ વર્ષે ચોમાસુ કેવું રહેશે, ક્યારે હવામાન બદલાશે

ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની મોટાભાગની આગાહીઓ સચોટ અને સાચી સાબિત થતી હોય છે. જેને કારણે તેમને ગુજરાતનાં ‘બાબા...
Gujarat 
અંબાલાલ પટેલે ભરઉનાળે જણાવી દીધું- આ વર્ષે ચોમાસુ કેવું રહેશે, ક્યારે હવામાન બદલાશે

બિનહરીફ જીત: વિશ્વકર્મા તો પાટીલને પણ ટપી ગયા!

ગુજરાતમાં સ્થાનીય સ્વરાજની ચૂંટણીઓમાં ફોર્મ ખેંચવાની તારીખ 15 એપ્રિલ હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જાહેર કર્યું...
Politics 
બિનહરીફ જીત: વિશ્વકર્મા તો પાટીલને પણ ટપી ગયા!

ડાંગમાં સાસુ અને વહુ વચ્ચે ચૂંટણીનો જંગ, એકને ભાજપે ટિકિટ આપી તો બીજીને કોંગ્રેસે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે બરાબરનો માહોલ જામ્યો છે. પાર્ટીઓએ આપેલા મેન્ડેટ બાદ હવે બધા ઉમેદવારો ફોર્મ ભર્યા બાદ પ્રચાર...
Gujarat 
ડાંગમાં સાસુ અને વહુ વચ્ચે ચૂંટણીનો જંગ, એકને ભાજપે ટિકિટ આપી તો બીજીને કોંગ્રેસે
Copyright (c) Khabarchhe All Rights Reserved.