ડંકી રુટથી અમેરિકા જવા નીકળેલા મહેસાણાના 3 ગુજરાતી ઇથિયોપિયામાં ગુમ થયા, પછી ફોન આવ્યો 1 કરોડ આપો નહિતર...

ગુજરાતથી અમેરિકા જવા માટે 3 ભારતીયો નીકળ્યા હતા. પરંતુ, આ રસ્તો ગેરકાયદેસર રીતે જવાનો હતો. આ માટે તેઓએ ટ્રાવેલ એજન્ટને પૈસા ચૂકવ્યા. યાત્રા શરૂ થઈ. આ યાત્રા અનેક તબક્કામાં પુરી થવાની હતી. તેમને પહેલા ગુજરાતથી રાજસ્થાન, પછી અબુધાબી લાવવામાં આવ્યા. ત્યારપછી, તેઓ ઇથોપિયા પહોંચ્યા. પરંતુ તેઓ ત્યાંથી આગળ ક્યાં ગયા? કોઈને ખબર નથી. પછી તેમના પરિવારોને 1 કરોડ રૂપિયાની ખંડણી માંગવાનો ફોન આવ્યો. પરંતુ તેઓ અચાનક ક્યાં ગાયબ થઈ ગયા? તેમનું અપહરણ કોણે કર્યું? તે બધું રહસ્ય છે. પોલીસ હવે તપાસ કરી રહી છે.

02

ગુજરાતના મહેસાણા જિલ્લાના ઋત્વિક જંસારી અને મમતા ચાવડા અને ગાંધીનગર જિલ્લાની મયૂરીએ 20 સપ્ટેમ્બરે તેમની યાત્રા શરૂ કરી હતી. આ ત્રણેય એકબીજાના સગા છે. 4 દિવસ પછી, જ્યારે તેમના પરિવારજનોએ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમના ફોન બંધ આવ્યા હતા. થોડા સમય પછી, તેમને એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો. તેણે ત્રણેયને છોડાવવાના બદલામાં 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી.

આ પછી, પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી. પરિવારના જણાવ્યા મુજબ, ત્રણેય સંબંધીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ, કિરીટભાઈ ચૌહાણે જણાવ્યું કે તેમની પુત્રીએ US વિઝા મેળવવા માટે ઘણી વાર પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ ગઈ. જ્યારે ઘી સીધી આંગળીથી ન નીકળ્યું, તો આંગળી વાળવી પડી, પરિવારને ખબર પડી કે કોઈ વ્યક્તિ વિઝા વિના પણ ગેરકાયદેસર રીતે USમાં પહોંચી શકાય છે.

01

એક અંગ્રેજી અખબારમાં છપાયેલા અહેવાલ મુજબ, પરિવારે એક એજન્ટ સાથે વાત કરી જેણે પ્રતિ વ્યક્તિ 60-75 લાખ રૂપિયાની ઓફર કરી. તેણે તેમને ખાતરી આપી કે ત્રણેય US પહોંચી જશે.

પછી શું? પરિવારે હપ્તામાં પૈસા ચૂકવવાનું શરૂ કર્યું. એજન્ટ અલ્પેશ પંચાલના જણાવ્યા મુજબ, ત્રણેયને પહેલા જયપુર મોકલવામાં આવ્યા, પછી તેઓ અબુ ધાબી માટે એતિહાદ ફ્લાઇટમાં ગયા. ત્યાં સુધી બધું બરાબર ચાલ્યું.

આ પછી, તેઓ ઇથોપિયાની રાજધાની અદીસ અબાબા પહોંચ્યા, જ્યાં એજન્ટને હપ્તામાં પૈસા ચૂકવવામાં આવી રહ્યા હતા. 22 સપ્ટેમ્બરના રોજ, મમતાએ તેના પિતાને કહ્યું કે તે કેનેડા પહોંચી ગઈ છે. પરંતુ ફોન અચાનક ડિસ્કનેક્ટ થઈ ગયો. ત્યારપછી તેમને ખંડણીનો ફોન આવ્યો. પરિવારના જણાવ્યા મુજબ, આરોપીએ પોતાનું નામ 'ખાન' આપ્યું હતું. જોકે, તેની ઓળખ હજુ સુધી નક્કી થઈ નથી. પરિવારે હવે સરકારને તેમના બાળકોને પાછા લાવવા માટે અપીલ કરી છે.

04

બીજી બાજુ, એજન્ટે જણાવ્યું છે કે તે મુસાફરીમાં તેની આગામી કડીનો સંપર્ક કરી શકતો નથી. તેનો દાવો છે કે પરિવારને કહેવામાં આવ્યું હતું કે ત્રણેય કેનેડા પહોંચી ગયા છે, પરંતુ તેઓ હજુ પણ ઇથોપિયામાં જ છે.

પોલીસ હવે એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે કે, ઇથોપિયા પહોંચ્યા પછી ત્રણેયનું શું થયું. તેમના કથિત અપહરણ માટે કોણ જવાબદાર છે? સમગ્ર પ્રવાસનું આયોજન કરનાર નેટવર્કની પણ તપાસ કરવામાં આવી રહી છે, તેમજ ટ્રાવેલ એજન્ટની ભૂમિકા પણ તપાસવામાં આવી રહી છે.

About The Author

Top News

MLA જિજ્ઞેશ મેવાણીએ 4 લાખ લીધા હોવાનો કોણે લગાવ્યો આરોપ? તુષાર ચૌધરીએ પણ આપી પ્રતિક્રિયા

વડગામના કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સામે 4 લાખ રૂપિયા લેવાના ગંભીર આક્ષેપો લાગ્યા છે. આ અંગે એક વીડિયો સોશિયલ મીડિયા...
Gujarat 
MLA જિજ્ઞેશ મેવાણીએ 4 લાખ લીધા હોવાનો કોણે લગાવ્યો આરોપ? તુષાર ચૌધરીએ પણ આપી પ્રતિક્રિયા

રૂ.657 કરોડની પ્રેમ કહાની, પ્રેમીકાને દર મહિને 10 લાખ, કરોડોનું ઘર આપ્યું, ડાન્સરના પ્રેમમાં અધિકારીએ બેંક ડૂબાડી

હરિયાણા અને ચંદીગઢમાં થયેલા રૂ.657 કરોડના બેંક કૌભાંડ પાછળ એક ચોંકાવનારી કહાની સામે આવી છે. મુખ્ય આરોપી ઋભવ ઋષિ...
રૂ.657 કરોડની પ્રેમ કહાની, પ્રેમીકાને દર મહિને 10 લાખ, કરોડોનું ઘર આપ્યું, ડાન્સરના પ્રેમમાં અધિકારીએ બેંક ડૂબાડી

'ટાટા, બિરલા, અંબાણી, આવો અને અમારું ગામ ખરીદી લો...' આ લોકો પોતાનું ગામ કેમ વેચી રહ્યા છે?

'અમારું ગામ વેચાણ માટે છે, મહેરબાની કરીને કોઈ તેને ખરીદી લે.' મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં આ બેનરે બધાનું...
National 
'ટાટા, બિરલા, અંબાણી, આવો અને અમારું ગામ ખરીદી લો...' આ લોકો પોતાનું ગામ કેમ વેચી રહ્યા છે?

સુરત જિલ્લા ગ્રાહક કમિશનની નોંધપાત્ર કામગીરી : માત્ર 4.5 વર્ષમાં 5,015 કેસોનો નિકાલ

સુરત : સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (મુખ્ય) તથા તાપી દ્વારા છેલ્લા સાડા ચાર વર્ષમાં ગ્રાહક તકરારોના ઝડપી નિકાલની...
Gujarat 
સુરત જિલ્લા ગ્રાહક કમિશનની નોંધપાત્ર કામગીરી : માત્ર 4.5 વર્ષમાં 5,015 કેસોનો નિકાલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.