ભારતીયોને બહાર કાઢો, ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ મૂકો; અમેરિકામાં આટલી નફરત કેમ?

અમેરિકામાં ભારત અને ભારતીયો પ્રત્યે રોષ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. શરૂઆતમાં, વંશીય ટિપ્પણીઓ દર્શાવતી તસવીરો સામે આવી હતી. હવે એવા અહેવાલો છે કે કેટલાક સાંસદોએ ત્રણ ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. એવા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે કે આ કંપનીઓ જાસૂસી કરી રહી છે અને અમેરિકન નાગરિકોનો ડેટા મેળવી રહી છે. આ ઘટનાક્રમ એવા સમયે થઇ રહ્યો છે, જ્યારે દેશમાં H-1B વિઝા ધારકો માટેની 'ગ્રેસ પીરિયડ' સમાપ્ત કરવાનો પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો છે.

સૌ પ્રથમ, ચાલો આ ત્રણ ઘટનાઓને સમજીએ:

વંશીય ટિપ્પણીઓ: અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ એક વીડિયો જાહેર કર્યો હતો. આ પોસ્ટરની નીચે લખ્યું હતું, ‘અમારા રસ્તાઓ પરથી હટી જાઓ, 'મિસ્ટર સિંહ', તમને ગાડી ચલાવતા આવડતું નથી.નોંધનીય છે કે આ વીડિયોમાં 'ટ્રાન્સફોર્મર્સ' ફિલ્મનું પાત્ર 'મેગાટ્રોન' જોવા મળે છે, જે એલિયન્સની મુક્તિ બાબતે વાત કરે છે. હવે અમેરિકામાં અન્ય દેશોમાંથી આવતા લોકો માટે સામાન્ય રીતે એલિયન્સ શબ્દનો ઉપયોગ થાય છે. આગળ તે માર્ગ અકસ્માતની બીજી ઘટનાઓમાં સામેલ  ટ્રક ડ્રાઇવરો હરજિંદર સિંહ, રાજવિંદર કુમાર, બેકઝાન બેશેકીવ, અખરોર બોઝોરોવ અને જસવીર સિંહની મુક્ત કરવાની માંગ કરે છે.

us-homeland-security1
x.com/SenAdamSchiff

અન્ય એક પોસ્ટમાં દાઢીવાળી વ્યક્તિને ફિલ્મનો હીરો કહે છે,પોતે દેશ છોડી દો, અથવા પરિણામો ભોગવવા માટે તૈયાર રહો.અમેરિકામાં અનેક સંસ્થાઓએ આ તસવીરોનો વિરોધ કર્યો છે અને વંશીય નિવેદનોની ટીકા કરી છે. જોકે, વધતા વિવાદ બાદ વિભાગે તેને હટાવી લીધા હતા.

વિભાગે જણાવ્યું હતું કે, જો તમે દુશ્મનાવટના ઈરાદા સાથે આ દેશમાં પ્રવેશ કરો છો, તો જાણી લો કે અમે પોતાની રક્ષા કરીશું. અમે અમેરિકન મૂલ્યોનું રક્ષણ કરીશું. અમે અમારા દેશનું રક્ષણ કરીશું.

કંપનીઓ સામે કાર્યવાહી: અમેરિકાના ત્રણ સાંસદોએ હોવર્ડ લુટનિકને પત્ર લખીને 'સનકિસડ ઓર્ગેનિક ફાર્મ્સ પ્રાઇવેટ લિમિટેડ' સહિતની ત્રણ કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. પત્રમાં જણાવાયું છે કે, ભારતમાં સ્થિત અનેક ભાડૂતી સાયબર ગ્રુપ્સે 15 વર્ષથી વધુ સમયથી અમેરિકન નાગરિકો, વ્યવસાયો અને તેમનું પ્રતિનિધિત્વ કરતા વકીલો વિરુદ્ધ ટારગેટેડ જાસૂસી કરી છે.

આ પહેલાં, અમેરિકાએ ચાર ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો મૂક્યા હતા. તેમાં પોર્ટિસ પાર્ટનર્સ LLP, સદાશિવ ઓવરસીઝ લિમિટેડ, PP સોફ્ટટેક પ્રાઇવેટ લિમિટેડ અને પ્રકૃતિ ઇન્ફ્રા ઇમ્પેક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે. ઈરાન સાથેના વ્યાપારી વ્યવહારોના આક્ષેપોને કારણે અમેરિકાએ આ પગલું ભર્યું હતું. આ ઉપરાંત, ત્રણ ભારતીય વ્યક્તિઓ આઈ.એ. શેખ, પ્રશાંત ગર્ગ અને રામચંદ્ર રંગીને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.

trump1
x.com/IndianTechGuide

વિઝા પર નજર: અમેરિકામાં ઘણી ટેક કંપનીઓ મોટી સંખ્યામાં કર્મચારીઓને રોજગારી આપે છે, જેમાંથી મોટાભાગના ભારત અને ચીનથી હોય છે. હવે પ્રસ્તાવ છે કે આ કેટેગરીના વિઝા ધારકો માટે 'ગ્રેસ પીરિયડ' ખતમ કરી દેવામાં આવે છે. આ ગ્રેસ પિરિયડ એટલે નોકરી ગુમાવ્યા પછી વ્યક્તિને અમેરિકામાં રહેવા માટે મળતો સમય, જે હાલમાં 60 દિવસનો હોય છે. જો આ ગ્રેસ પીરિયડ નાબૂદ કરવામાં આવે થે, તો વિઝા ધારકોએ તાત્કાલિક દેશ છોડવો પડશે.

ઉલ્લેખનીય છે કે, TCS, Infosys, HCL Tech અને LTI Mindtree જેવી મોટી કંપનીઓ તેમજ અન્ય ઘણી મોટી કોર્પોરેશનો મોટી સંખ્યામાં H-1B વિઝા ધારકોને રોજગારી આપે છે. આ ઉપરાંત પણ ઘણી મોટી કંપનીઓ છે

અગાઉ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા-યુક્રેન સંઘર્ષનો હવાલો આપીને ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો હતી. ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો કે રશિયા પાસેથી તેલ ખરીદીને ભારત યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાને મદદ કરી રહ્યું છે. તો, ટ્રમ્પના કેટલાક નજીકના સહયોગીઓ, જેમ કે પીટર નાવારોએ, ભારત વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી.

About The Author

Related Posts

Top News

ભારતીયોને બહાર કાઢો, ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ મૂકો; અમેરિકામાં આટલી નફરત કેમ?

અમેરિકામાં ભારત અને ભારતીયો પ્રત્યે રોષ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. શરૂઆતમાં, વંશીય ટિપ્પણીઓ દર્શાવતી તસવીરો સામે...
World 
ભારતીયોને બહાર કાઢો, ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ મૂકો; અમેરિકામાં આટલી નફરત કેમ?

વિરોધ પ્રદર્શન કરતા મંત્રીને મનાવવા માટે કલેક્ટર જમીન પર બેસી ગયા

ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં વાસણોના વેપારી વિનોદ સાહનીની હત્યાને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે. શુક્રવારે લખનૌથી પહોંચેલા મંત્રી સંજય નિષાદે...
National 
વિરોધ પ્રદર્શન કરતા મંત્રીને મનાવવા માટે કલેક્ટર જમીન પર બેસી ગયા

હવે જમીનનું પણ બનશે આધાર કાર્ડ, સરકારે DILRMP 3.0 યોજના માટે 565 કરોડ ફાળવ્યા, 'ભૂ-આધાર' નંબરથી છેતરપિંડી અટકશે

સરકારે દરેક માટે જમીન રેકોર્ડ જાળવવા માટે એક નવી યોજના શરૂ કરી છે. ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ (...
Business 
હવે જમીનનું પણ બનશે આધાર કાર્ડ, સરકારે DILRMP 3.0 યોજના માટે 565 કરોડ ફાળવ્યા, 'ભૂ-આધાર' નંબરથી છેતરપિંડી અટકશે

ગુજરાતમાં ભાડૂઆતો અને મકાનમાલિકો માટે નવો યુગ, ૩ મહિનાથી વધુ ડિપોઝિટ નહીં લેવાય, 2 મહિના ભાડું ન ચૂકવાય તો...

ગુજરાત વિધાનસભામાં ‘ગુજરાત ભાડા વિધેયક-2026’ કોઈપણ વિરોધ વગર સર્વાનુમતે પસાર થઈ ગયું છે. શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં આ...
Gujarat 
ગુજરાતમાં ભાડૂઆતો અને મકાનમાલિકો માટે નવો યુગ, ૩ મહિનાથી વધુ ડિપોઝિટ નહીં લેવાય, 2 મહિના ભાડું ન ચૂકવાય તો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.