- Gujarat
- હવામાન સારું, વિમાનમાં કોઈ ટેક્નિકલ ખામી પણ નહીં છતા સુરતમાં અટકી ઇન્ડિગો ફ્લાઇટ; કારણ જાણીને માથું
હવામાન સારું, વિમાનમાં કોઈ ટેક્નિકલ ખામી પણ નહીં છતા સુરતમાં અટકી ઇન્ડિગો ફ્લાઇટ; કારણ જાણીને માથું પકડી લેશો

વિમાનમાં ટેક્નિકલ ખામી કે ખરાબ હવામાનને કારણે સામાન્ય રીતે ફ્લાઇટ મોડી પડે છે. અમદાવાદમા એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયા બાદ ટેક્નિકલ ખામીઓને કારણે વિમાન પરત ફરવા અને ઈમરજન્સી લેન્ડિંગની ઘણી ઘટનાઓ સામે આવી છે. પરંતુ ડાયમંડ સિટી સુરતમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. સોમવારે સાંજે 4:40 વાગ્યે રવાના થનારી ઇન્ડિગોની સુરત જયપુર ફ્લાઇટ લગભગ એક કલાક મોડી પડી હતી. આ વિલંબનું કારણ મધમાખીઓનું ટોળું હતું. તેને હટાવવા માટે ભારે જહેનત ઉઠાવવી પડી. 50 મિનિટથી વધુ વિલંબ બાદ ફ્લાઇટ ઉડાણ ભરી શકી. ત્યારે એરપોર્ટ ઓથોરિટીએ રાહતનો શ્વાસ લીધો.

મીડિયા રિપોર્ટ મુજબ, સોમવારે સાંજે સુરતથી જયપુર જતી ફ્લાઇટ માટે બધા મુસાફરો વિમાનમાં બેસી ગયા હતા. એ સમયે, મધમાખીઓનું એક મોટું ટોળું સુરત એરપોર્ટ તરફ આવ્યું અને વિમાનના સામાનના દરવાજાના બહારના હિસ્સામાં ઉતરી ગયું. ધીમે-ધીમે મધમાખીઓની સંખ્યા વધવા લાગી અને પછી બીજું એક ટોળું આવ્યું. પરિસ્થિતિની ગંભીરતા જોઈને એરપોર્ટ સ્ટાફ હરકતમાં આવ્યો. સૌથી પહેલા મધમાખીઓને ભગાડવા માટે ધુમાડાનો ઉપયોગ કરવામાં આવ્યો. પરંતુ તેનો કોઈ ફાયદો ન થયો. અંતે એરપોર્ટ પર હાજર ફાયર બ્રિગેડને મદદ માટે બોલાવવામાં આવી. ફાયર ટેન્ડરની મદદથી મધમાખીઓના ટોળા પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો.
https://twitter.com/fl360aero/status/1942505762518978623
આ પરેશાની એક કલાક સુધી ચાલી. વિમાને એક કલાક વિલંબથી 5:26 વાગ્યે ઉડાણ ભરી. મુસાફરો પણ નિરાશ હતા કારણ કે તેઓ એક કલાક સુધી વિમાનમાં ફસાયેલા રહ્યા. મળતી માહિતી મુજબ, ફ્લાઇટમાં સામાન લોડ કરી રહેલા એરલાઇન સ્ટાફે સૌથી પહેલા વિમાનના કાર્ગો કમ્પાર્ટમેન્ટના શટરની એક બાજુ મધમાખીઓ ભમતી જોઈ અને તરત જ એરલાઇન અને એરપોર્ટ સ્ટાફને જાણ કરી. એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું કે ફાયર ટીમ માટે પણ આ પહેલી ઘટના હતી. આ ઘટનામાં કોઈ મુસાફર કે કર્મચારી ઇજાગ્રસ્ત થયો નથી.
Top News
શાળા તો ન બનાવી શક્યા, પરંતુ VIP માટે રસ્તો ઝડપથી બનાવી દીધો, અધિકારીઓ બન્યા અસંવેદનશીલ!
'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોકડ નાણાંને ખતરો કેમ ગણાવી રહ્યા છે, આપી ચેતવણી
એક નબળો પાસવર્ડ અને હેકર્સે બંધ કરાવી દીધી 158 વર્ષ જૂની કંપની; 700 કર્મચારી રસ્તા પર
Opinion
