વિજ્ઞાન જાથાના જયંત પંડયાએ અંબાલાલ પટેલની આગાહીને બકવાસ ગણાવી, બોલ્યા- ‘લોકોએ તેમનાથી સાવધાન રહેવું જોઈએ...’

સામાન્ય રીતે હવામાન વિભાગ કેટલો વરસાદ પડશે, કેટલી ગરમી પડશે કે કેટલી ઠંડી પડશે તેને લઇને અંગેની આગાહી કરે છે. પરંતુ ગુજરાતનો એક વર્ગ અંબાલાલ પટેલની આગાહી પર પણ વિશ્વાસ કરતો હોય છે. ત્યારે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ તથા અન્ય આગાહીકારો અંગે ચોંકાવનારી વાતો કરી છે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીને બકવાસ ગણાવી છે. અંબાલાલ કાકાની આગાહી ઉપર ભરોસો ન કરવાની વાત ચેરમેન જયંત પંડ્યાએ કરી છે.

jayant-pandya1
bhaskarenglish.in

ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, જયંત પંડ્યાએ કહ્યું છે કે, ‘અંબાલાલ બકવાસ કરે છે, દરેક વાતમાં પોતાનો પગ પસાર કરે છે. જણાવ્યું છે કે, ‘જૂનાગઢમાં આ વર્ષે 47 આગાહીકારો ભેગા થયા હતા. કોઈએ વનસ્પતિ તો કોઈએ સૂર્યપ્રકાશ તો કોઈ દિશા જોઈને, હોળીની જાળ, અખાત્રીજનો પવન આવી વિવિધ દેશી પદ્ધતિઓથી ચોમાસાના વરસાતા કર્યા હતા. તેમની પાસે વિજ્ઞાનના કોઈ સાધનો કે કોઈ ઉપકરણો નથી. તેમણે જાહેરાત કરી હતી કે, વરસાદ એક્ટિવ થઈ જશે, પરંતુ તેમાંથી કોઈની વાત સાચી પડી નથી. અત્યાર સુધી કોઈપણ આગાહીકારની વાત પ્રમાણે, ગુજરાતમાં વરસાદ થયો નથી. આ લોકો માત્ર પોતાની પ્રસિદ્ધિ માટે વરતારા કરતા હોય છે.

jayant-pandya2
instagram.com/sandeshnews

તેમણે જણાવ્યું હતું કે, ‘લોકોએ જાગવાની જરૂર છે. આ વરતારાની વાત સાંભળીને લોકોને નુકસાની થતી હોય છે તેવું અમે જોયું છે. વિજ્ઞાનજાથાવાળા સ્પષ્ટપણે માને છે કે, આવા વરતારા કરનારા કાયમી ધોરણે આવા વરતારા બંધ કરવા જોઈએ. અંબાલાલ પટેલ બકવાસ સિવાય કાંઈ નથી. દર વર્ષે એનું વાવાઝોડું ઊભુ જ હોય છે. એ જે બોલે છે તે લોકો સમજી શકતા નથી. તેની પાસે કોઈ સાધન નથી. આ વ્યક્તિથી લોકોએ સાવધાન રહેવું જોઈએ. અંબાલાલ પટેલ બેબુનિયાદ અને સૌથી બકવાસ આગાહી કરે છે. તેના પણ ભરોષો ન કરે તેવું વિજ્ઞાનજાથા લોકોને જણાવે છે.

About The Author

Top News

ક્રૂડ ઓઇલ સસ્તું થયું છતા ભારતમાં અત્યારે નહીં ઘટે પેટ્રોલ-ડીઝલના ભાવ, કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કારણ

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઇલ)ની કિંમતોમાં ઘટાડો થવા છતાં ભારતમાં અત્યારે તરત જ પેટ્રોલ અને ડીઝલના ભાવ સસ્તા નહીં...
Business 
ક્રૂડ ઓઇલ સસ્તું થયું છતા ભારતમાં અત્યારે નહીં ઘટે પેટ્રોલ-ડીઝલના ભાવ, કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કારણ

વિજ્ઞાન જાથાના જયંત પંડયાએ અંબાલાલ પટેલની આગાહીને બકવાસ ગણાવી, બોલ્યા- ‘લોકોએ તેમનાથી સાવધાન રહેવું જોઈએ...’

સામાન્ય રીતે હવામાન વિભાગ કેટલો વરસાદ પડશે, કેટલી ગરમી પડશે કે કેટલી ઠંડી પડશે તેને લઇને અંગેની આગાહી કરે...
Gujarat 
વિજ્ઞાન જાથાના જયંત પંડયાએ અંબાલાલ પટેલની આગાહીને બકવાસ ગણાવી, બોલ્યા- ‘લોકોએ તેમનાથી સાવધાન રહેવું જોઈએ...’

નાસીરનગર ભૂતિયા ડિમોલેશન: કાગળ પર સાઈન કરાવવા લાખો રૂપિયાની ઓફર, પીડિતો બોલ્યા –‘બિલ્ડરના માણસો ધમકાવીને કહે છે કે...’

સુરતમાં તાજેતરમાં થયેલ ભૂતિયા ડિમોલિશન ખૂબ ચર્ચામાં રહ્યું છે. આ મામલો હવે હાઇકોર્ટ પહોંચી ચૂક્યો છે. 30 મેના રોજનાસીરનગર માં...
Gujarat 
નાસીરનગર ભૂતિયા ડિમોલેશન: કાગળ પર સાઈન કરાવવા લાખો રૂપિયાની ઓફર, પીડિતો બોલ્યા –‘બિલ્ડરના માણસો ધમકાવીને કહે છે કે...’

જબરા નંગ ભર્યા છે... સુરતના યુવકે પોતાના જ પરિવાર પાસેથી 50 લાખ પડાવવા માટે એવું કારસ્તાન રચ્યું કે તમે પણ માથું પકડી લેશો

સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા એક યુવકે પોતાના જ પરિવાર પાસેથી 50 લાખ પડાવવા માટે ફિલ્મી સ્ટાઈલમાં કારસ્તાન રચ્યું હતું....
Gujarat 
જબરા નંગ ભર્યા છે... સુરતના યુવકે પોતાના જ પરિવાર પાસેથી 50 લાખ પડાવવા માટે એવું કારસ્તાન રચ્યું કે તમે પણ માથું પકડી લેશો
Copyright (c) Khabarchhe All Rights Reserved.