- Gujarat
- PM નરેન્દ્ર મોદી આવે તે પહેલા 7 દિવસ સુધી નવસારીમાં સફાઈ કેમ કરવી પડી?
PM નરેન્દ્ર મોદી આવે તે પહેલા 7 દિવસ સુધી નવસારીમાં સફાઈ કેમ કરવી પડી?
સ્વચ્છતા સે સ્વાગત અભિયાન અંતર્ગત વડાપ્રધાનના નવસારી આવે તે પૂર્વે મહાસફાઈ ઝુંબેશ 7 દિવસ સુધી ચલાવવી પડી એટલી ગંદકી હતી. ભાજપના નવસારીના સાંસદ અને પાણી પ્રધાન ચંદ્રકાંત પાટીલ શું ધ્યાન રાખતા હતા? સ્વચ્છ, સુંદર અને હરિયાળું નવસારી' બનાવવા મહાનગરપાલિકાએ વ્યાપક સફાઈ ઝુંબેશ કરવી પડી તો મેયર અને કમિશનર અને ધારાસભ્યો શું કરતા હતા? અને સફાઈ કરવા માટે બધાને કામે લગાડવા કેમ પડ્યા? તે સવાલો ઉભા થયા છે.
7.jpg)
નવસારી મહાનગરપાલિકાના તમામ 23 વોર્ડમાં નોડલ અધિકારીઓ, એન્જિનિયરો, સેનેટરી ઇન્સ્પેક્ટરો, ગાર્ડન વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને કામે લગાડવા પડે એટલી ગંદકી થવા કેમ દીધી. તેનો મતલબ કે સી આર પાટીલ અને ઉપરના તમામ લોકો પોતાની ફરજ બજાવવામાં નિષ્ફળ હતા એટલે વડાપ્રધાનને બોલાવવા પડ્યા.
દરજી ચોક, ધેલખડી, તાશ્કંદ નગર, ન્યુ રિંગરોડ, શિવાજી ચોક, ગોપાલ નગર, ચિત્રકૂટ લાઇબ્રેરી અને કૌશલ્યા પાર્ક સોસાયટી સહિતના જાહેર માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં સફાઈ ટીમો દ્વારા સફાઈ કરવી પડી છે.
કચરાનો યોગ્ય વૈજ્ઞાનિક નિકાલ, ગટર અને પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન તથા સિંગલ યુઝ પ્લાસ્ટિક નાબૂદી માટે ચૂંટાયેલા તમામ લોકો નિષ્ફળ હતા એટલે લોકોને પણ જોતરાવામાં આવ્યા. ચારે બાજુથી ચૂંટાયેલા નેતાઓ પર સવાલ ઉઠતા તેઓ પણ છેલ્લે છેલ્લે ઝાડૂ લઈને ફોટો પડાવતા જોવા મળ્યા હતા.
ધારાસભ્ય રાકેશ દેસાઈ.
28 એપ્રિલ 2026માં નવસારી મહાનગરપાલિકાની પહેલી ચૂંટણીમાં ભાજપના 52 માંથી 50 કોર્પોરેટ છે.
મેયર (પ્રથમ મેયર) - અશોકભાઈ ધોરાજીયા.
ડેપ્યુટી મેયર - કેયુરી દેસાઈ.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન - મુકેશ અગ્રવાલ.
શાસક પક્ષના નેતા - નરેશ પુરોહિત.
ભાજપના દંડક - રાકેશ પટેલ.
મ્યુનિસિપલ કમિશનર - જયેશ ઉપાધ્યાય.
નવસારી મહાનગરપાલિકા 2026 ના 52 નિષ્ફળ કોર્પોરેટર.
વોર્ડ -1
જશુ સુમન રાઠોડ ભાજપ
કેયુરી જયદીપ દેસાઈ (ડે. મેયર) ભાજપ
દિપક બુધિયા પટેલ ભાજપ
આશિષ અશોક રાખોલીયા ભાજપ
વોર્ડ - 2
જયા નવીન રાઠોડ ભાજપ
કૃતિકા રાવ પાટીલ ભાજપ
રમેશ મૂળજી વાળા ભાજપ
અશોક લવજી ધોરાજીયા (મેયર) ભાજપ
વોર્ડ - 3
રેખા રાકેશ સાંડીસ ભાજપ
હર્ષિદા હર્ષદ ભાવસાર ભાજપ
મેવા જેહા ચૌધરી (મહેશ ચૌધરી) ભાજપ
દિવ્ય લાધા પનારા (મુન્નો પનારા) ભાજપ
વોર્ડ - 4
કલ્પના નરેશ કહાર ભાજપ
પ્રભા નરેશ વલસાડિયા કોંગ્રેસ
પ્રકાશ કાંતિ હળપતિ કોંગ્રેસ
આસીફ ગુલામ મેમણ (બરોડાવાલા) ભાજપ
વોર્ડ - 5
સંગીતા હસમુખ રાઠોડ ભાજપ
મિનાક્ષી તુષાર નાયક ભાજપ
પરિમલ ખંડુ ટંડેલ ભાજપ
મુકેશકુ સુરેશ અગ્રવાલ (સ્ટેન્ડિંગ ચેરમેન) ભાજપ
વોર્ડ - 6
રીટા પરેશ પટેલ ભાજપ
ઉર્વી મનન શાહ ભાજપ
વિરેન્દ્ર શંકર પટેલ ભાજપ
બીપીન બુધીયા ઢીમ્મર ભાજપ
વોર્ડ - 7
મિલી જિગેશ દેસાઈ ભાજપ
રોશની સંજય મિસ્ત્રી ભાજપ
રાકેશ ગોપાળ પટેલ ભાજપ
રૂપેશ જયંતિ શાહ ભાજપ
વોર્ડ - 8
જ્યોત્સના ઝવેર પ્રજાપતી ભાજપ
નીતુ રવિ શાહ ભાજપ
ઉર્વેશ વાહજ દેસાઇ ભાજપ
નરેશ ખેંગાર પુરોહિત (શાસક પક્ષ નેતા) ભાજપ
વોર્ડ - 9
ભારતી ધર્મેશ પટેલ ભાજપ
જુલી શૈલેષ લાખાણી ભાજપ
જયેશ બાબુ રાઠોડ ભાજપ
ધર્મેશ ભીમ પટેલ ભાજપ
વોર્ડ - 10
કિરણ વિજય બલ્લા ભાજપ
સુશીલાબેન શંકરસિંગ ગિરાસે ભાજપ
સુનિલભાઇ મારુતિ લાંજેવાર ભાજપ
સુનીલ રઘુનાથ પાટીલ ભાજપ
વોર્ડ - 11
આરતીબેન ભરત ભરવાડ ભાજપ
હિરન સુરેશચં રાજપુત કેળાવાળા ભાજપ
પરેશ દિનેશ ભારતીયા ભાજપ
દિલીપ મલખાન ભદોરિયા ભાજપ
વોર્ડ - 12
પ્રિયંકા મુકેશ પટેલ ભાજપ
જોમા રાજુ ભરવાડ ભાજપ
રાકેશ રમણ પટેલ **(દંડક)** ભાજપ
રોશન દિલીપ વાધવાણી ભાજપ
વોર્ડ - 13
મધુ અમ્રત પટેલ ભાજપ
માધવી કૃણાલ શેઠ ભાજપ
વિજય મનુ રાઠોડ ભાજપ
ભાવીનકુ સુમંતરાય નાયક ભાજપ

