કોરોનાથી પણ ખતરનાક છે આ ફંગસ, ન કોઈ ટેસ્ટ છે ન કોઈ સારવાર; WHOએ જાહેર કરી ચેતવણી

દુનિયાભરમાં બે રાઉન્ડની તબાહી મચાવ્યા બાદ ફરી એક વખત કોરોના લહેર પાછી ફરી છે. સતત તેના કેસ વધી રહ્યા છે. આ દરમિયાન, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ એક એવી ફંગસને લઈને પણ ચેતવણી આપી છે જે કોરોના કરતા પણ વધુ ખતરનાક છે. તે શરીરની અંદરથી નુકસાન પહોંચાડે છે અને ખૂબ જ ઝડપથી વધે છે.

આ અજીબોગરીબ ફંગસ આખી દુનિયામાં ફેલાઈ રહી છે. વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે તે ટૂંક સમયમાં જ બ્રિટન સુધી પહોંચી શકે છે. તમે તેને સાયન્સ ફિક્શન સીરિઝ ‘The Last of US’ની જેમ સમજી શકો છો. આ સીરિઝમાં, જેમ ફંગલ ઇન્ફેક્શનને કારણે આખી દુનિયા ધીમે-ધીમે તબાહ થઈ જાય છે, તેમ જો આ ફંગસ પણ ફેલાઇ, તો તે મનુષ્યો માટે એક મોટું જોખમ બની જશે.

Aspergillus fumigatus
cidrap.umn.edu

 

શું છે આ ફંગસ?

આ ફંગસનું નામ એસ્પરગિલસ ફ્યૂમિગેટસ (Aspergillus fumigatus) છે, જે એસ્પરગિલોસિસ નામની જીવલેણ બીમારીનું કારણ બને છે. તે ફેફસાંને સંક્રમિત કરે છે અને મગજ સુધી ફેલાઈ શકે છે. જેના કારણે, વ્યક્તિને ગંભીર બીમારી થાય છે અને આખરે મોત પણ થઈ શકે છે. WHOએ તેને એક મોટું સાર્વજનિક સ્વાસ્થ્ય જોખમ ગણાવી છે. એવી આશંકા છે કે આ ફંગસ ટૂંક સમયમાં ઉત્તર અમેરિકા, યુરોપ, ચીન અને રશિયામાં ફેલાઈ શકે છે.

આ ફંગસ કેટલી ખતરનાક છે?

તમને જણાવી દઈએ કે, Invasive aspergillosisનો મૃત્યુ દર 85.2 ટકા છે. વર્ષ 2022માં, WHOaspergillosis flavusને પોતાના મહત્ત્વપૂર્ણ ફંગલ પેથોજેન્સની લિસ્ટમાં સામેલ કરી હતી. ડેઇલી સ્ટારના રિપોર્ટ મુજબ, તે સ્વાસ્થ્ય માટે જોખમી છે અને દવાઓ પ્રત્યે પ્રતિરોધક બની શકે છે. સરળ ભાષામાં કહીએ તો, આ એક અસાધ્ય ફંગસ છે. માન્ચેસ્ટર યુનિવર્સિટીના એક નવા અભ્યાસમાં સુપર કોમ્પ્યુટરની મદદથી ભવિષ્યવાણી કરવામાં આવી છે કે  Aspergillus fumigatus વર્ષ 2100 સુધીમાં 77 ટકા વધુ વિસ્તારોમાં ફેલાઈ શકે છે, જેથી લાખો લોકો સંક્રમણની ઝપેટમાં આવી શકે છે.

Aspergillus fumigatus
biocycle.net

 

આ ફંગસ ઓળખવી મુશ્કેલ છે અને તેની સારવાર પણ મુશ્કેલ છે. તે ગરમ અને ભેજવાળા વાતાવરણમાં ઉત્પન્ન થાય છે અને ખાતરના ઢગલા, સડી રહેલા કાર્બનિક પદાર્થો અને હવામાં જોવા મળી શકે છે. માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં 3 ખતરનાક  Aspergillus પ્રજાતિઓ (A. fumigatus, A. flavus, અને A. niger)નો અભ્યાસ અલગ-અલગ જળવાયુમાં કરવામાં આવ્યો હતો. આ અભ્યાસના મુખ્ય લેખક નોર્મન વેન રિજને જણાવ્યુ હતું કે, વાયરસ અને પરોપજીવીઓની તુલનામાં ફંગસ પર ઓછા સંશોધન થયા છે, પરંતુ આ મેપ દર્શાવે છે કે ભવિષ્યમાં ફંગલ ઇન્ફેક્શન દુનિયાના મોટાભાગના હિસ્સાને પ્રભાવિત કરી શકે છે.  

Top News

'આવારા' લોકોથી ભરેલી હતી મહાભારત સીરિયલની સ્ટાર કાસ્ટ’, મુકેશ ખન્નાની જીભ લપસી

મહાભારતમાં ભીષ્મ પિતામહની ભૂમિકા ભજવી ચૂકેલા એક્ટર મુકેશ ખન્નાએ શૉના પોતાના કો-સ્ટાર્સ બાબતે એવી વાતો કહી છે કે સાંભળીને તમે...
Entertainment 
'આવારા' લોકોથી ભરેલી હતી મહાભારત સીરિયલની સ્ટાર કાસ્ટ’, મુકેશ ખન્નાની જીભ લપસી

ભારતીય વાયુસેનાના જવાનના ઘરમાં ચોરી, ID કાર્ડ-યુનિફોર્મ ગાયબ, 2 દિવસ પછી ચોર તેને પાછું મૂકી ગયા!

ઉત્તર પ્રદેશના કાનપુરથી ચોરીનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચોરોએ ભારતીય વાયુસેના (IAF) અધિકારીના ઘરમાંથી માત્ર રોકડ રકમ...
National 
ભારતીય વાયુસેનાના જવાનના ઘરમાં ચોરી, ID કાર્ડ-યુનિફોર્મ ગાયબ, 2 દિવસ પછી ચોર તેને પાછું મૂકી ગયા!

એક IAS અધિકારીએ વકીલો સામે કાન પકડીને ઉઠક-બેઠક કરીને માફી કેમ માંગવી પડી?

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં એક IAS અધિકારી કાન પકડીને ઉઠક બેઠક કરતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ ધરણાં...
National 
એક IAS અધિકારીએ વકીલો સામે કાન પકડીને ઉઠક-બેઠક કરીને માફી કેમ માંગવી પડી?

ઔદિચ્ય તળાજીયા બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ સુરતનું સ્નેહમિલન

ઔદિચ્ય તળાજીયા બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ, સુરતના ટીમ ભવાની, સુરત દ્વારા આયોજિત દ. ગુજરાતના જ્ઞાતિજનોનો બળેવ સ્નેહમિલન અને ઈનામ વિતરણ કાર્યક્રમ...
Gujarat 
ઔદિચ્ય તળાજીયા બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ સુરતનું સ્નેહમિલન
Copyright (c) Khabarchhe All Rights Reserved.