- Lifestyle
- એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં
બેટા,
૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા જીવનનું પહેલું ઋણ છે.
૨. હંમેશા સત્યનો સાથ આપજે પછી ભલે તને નુકસાન થાય. જૂઠાણાનો ટૂંકો રસ્તો લાંબે ગાળે શાંતિ નથી આપતો.

૩. મહેનતને કદી નાની ના સમજતો. સફળતા રાતોરાત નથી આવતી એ રોજની મહેનતનું વ્યાજ છે.
૪. સ્ત્રીનું સન્માન કરજે. જે પુરુષ બીજાની દીકરી બહેનનું અપમાન કરે છે એ પોતાની મા બહેનને પણ સુરક્ષિત નથી રાખી શકતો.
૫. પૈસા કમાજે પણ એને ગુલામ ના બનતો. પૈસા તારા માટે હોય; તું પૈસા માટે નહીં.
૬. મિત્રો પસંદ કરતી વખતે સાવધાન રહેજે. સારા મિત્ર તને ઊંચો લઈ જાય છે અને ખરાબ મિત્ર તને નીચે પણ ખેંચી શકે છે.
૭. ગુસ્સો આવે ત્યારે બોલતા પહેલાં એક વાર ઊંડો શ્વાસ લે. ગુસ્સામાં કહેલા શબ્દો પાછા નથી આવતા.
૮. પોતાના સ્વાસ્થ્યની કાળજી લેજે. તંદુરસ્ત શરીર વગર તું કોઈનું સુખ આપી શકીશ નહીં.

૯. નિષ્ફળતાથી ડરતો નહીં. એ જીવનનો શિક્ષક છે. જે વારંવાર નિષ્ફળ થાય છે એ જ એક દિવસ મોટી સફળતા મેળવે છે.
૧૦. છેલ્લે... હંમેશા યાદ રાખજે કે તારું નામ મારું નામ છે. તું જે કરીશ એનું પ્રતિબિંબ મારા પર પણ પડશે. પણ તારા પોતાના માટે જીવજે મારી નહીં, સમાજ માટે જીવજે, તારા બાળકો માટે જીવજે સાથે સાથે તારા અંતરાત્માની ખુશી માટે જીવજે.
આ સલાહ માનજે તો જીવન સરળ અને સુંદર બની જશે.
એક પિતા.

