જો તમે પબ્લિક વાહનનો ઉપયોગ કરો છો, તો નોકરી નહીં મળે... ઉમેદવાર પર મેનેજર થયા ગુસ્સે!

કોઈપણ નોકરી માટે સૌથી મહત્વની બાબત એ છે કે ઇન્ટરવ્યૂમાં સફળતા મેળવવી. હાયરિંગ મેનેજર તમને નોકરી પર રાખતા પહેલા તમારા શિક્ષણ, કુશળતા અને બીજી ઘણી બાબતોનો વિચાર કરે છે. કોઈપણ નોકરી માટે શિક્ષણ અને કૌશલ્ય સૌથી મહત્વપૂર્ણ છે. જો તમે કંપનીના પદ મુજબ તેના માટે યોગ્ય નથી તો તમને નોકરી મળતી નથી. પરંતુ, રેડિટ પર એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં-એક ભરતી મેનેજરે એક અરજદારને ફક્ત એટલા માટે ઇન્ટરવ્યૂમાં નકારી કાઢ્યો કારણ કે તેની પાસે પોતાની કાર કે બાઇક નહોતી.

Pakistani-Actors
e24bollywood.com

રેડિટ પર વાયરલ થઈ રહેલી એક પોસ્ટમાં, અરજદારે કહ્યું કે તેને ઇન્ટરવ્યૂમાંથી ફક્ત એટલા માટે કાઢી મુકવામાં આવ્યો કારણ કે તે જાહેર પરિવહનનો ઉપયોગ કરીને ત્યાં પહોંચ્યો હતો. અરજદારે આરોપ લગાવ્યો હતો કે, વાતચીત શરૂ થાય તે પહેલાં જ ભરતી મેનેજર દ્વારા તેમને ઠપકો આપવામાં આવ્યો હતો અને ફક્ત એટલા માટે ઇન્ટરવ્યૂમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો કારણ કે તેઓ જાહેર પરિવહનનો ઉપયોગ કરીને પગપાળા આવ્યા હતા. રેડિટ પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, જો તમે જાહેર પરિવહનનો ઉપયોગ કરશો તો કોઈ તમને નોકરી પર રાખશે નહીં. અરજદારે એક અસ્વસ્થતાભર્યા ઇન્ટરવ્યુ અનુભવની વિગતો શેર કરી, જેનાથી ઘણા ઓનલાઈન વપરાશકર્તાઓ ચોંકી ગયા.

અરજદારે દાવો કર્યો હતો કે, મેનેજરે વાતચીત શરૂ કરતા કહ્યું હતું કે, તેણે CCTV ફીડમાં તેને ઓફિસ બિલ્ડિંગ તરફ જતા જોયો હતો. તેમણે કહ્યું કે પહેલો પ્રશ્ન તેમની લાયકાત વિશે નહોતો પરંતુ તેમની પાસે વાહન છે કે નહીં તે અંગે હતો. અરજદારે લખ્યું કે, 'તેણે મને થોડીવાર માટે ઠપકો આપ્યો અને કહ્યું કે મારે જાહેર પરિવહનનો ઉપયોગ ન કરવો જોઈએ. કોઈ મને નોકરી પર રાખશે નહીં, અને તે વ્યક્તિગત રીતે ક્યારેય એવા લોકોને નોકરી પર રાખતો નથી જેઓ તેનો ઉપયોગ કરે છે, કારણ કે તેઓ સમયસર આવતા નથી.'

Rejected-From-Job1
navbharattimes.indiatimes.com

પોસ્ટ અનુસાર, જ્યારે અરજદારે કહ્યું કે તેના લાલ વાળ માટે તેની ટીકા કરવામાં આવી હતી, અને મેનેજરે તેને 'અવ્યાવસાયિક' ગણાવ્યું હતું, ત્યારે મામલો વધુ ખરાબ થયો. રેડિટ યુઝરે વધુમાં કહ્યું કે ઇન્ટરવ્યૂમાં કોઈ ઇન્ટરવ્યૂને લગતા સવાલો પૂછવામાં આવ્યા ન હતા. તેમણે મને કહ્યું કે, ઘણા બધા અરજદારો છે જેનો મને કોઈ જવાબ નહીં મળે, તેમણે મારી સાથે હાથ મિલાવ્યો અને ઇન્ટરવ્યૂ સમાપ્ત કર્યું હતું. સોશિયલ મીડિયા પર યુઝર્સે આ પોસ્ટ પર કોમેન્ટ સેક્શનને પોસ્ટથી ભરી દીધું હતું. ઘણા વપરાશકર્તાઓએ મેનેજરના અભિગમની નિંદા કરી, જ્યારે અન્ય લોકોએ મનસ્વી પરિબળોના આધારે નોકરીમાં ભેદભાવના સમાન અનુભવો શેર કર્યા.

Rejected-From-Job3
jansatta.com

અરજદારે કહ્યું કે, આટલી કડક કાર્યવાહી છતાં, તે કંપની કે ભરતી મેનેજરનું નામ જાહેર કરશે નહીં. આ એક નાનો ધંધો છે. હું નથી ઇચ્છતો કે મારી સાથે બદલો લેનાર વ્યક્તિ ઓળખાય જાય. જોકે, તેમણે રેડિટ સમુદાય તરફથી મળેલા સમર્થન પર ખુશી વ્યક્ત કરી. વાયરલ પોસ્ટે નિમણૂક પ્રથાઓ અને જૂના પૂર્વગ્રહો વિશે ચર્ચા જગાવી દીધી છે. ઇન્ટરનેટ પર ઘણા લોકોએ ધ્યાન દોર્યું છે કે, વિશ્વભરના લાખો લોકો માટે જાહેર પરિવહન એ મુખ્ય મુસાફરી વિકલ્પ છે, અને આનો ઉમેદવારની વિશ્વસનીયતા અથવા કાર્ય નીતિ સાથે કોઈ સંબંધ નથી.

Related Posts

Top News

શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું

એવું લાગે છે કે વર્ષ 2025 યુદ્ધનું વર્ષ છે. માત્ર 7 મહિનામાં દુનિયાએ 3 યુદ્ધ જોયા છે. પહેલા ભારત અને...
World 
શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું

સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો

ભારતીય શેરબજારમાં સતત ઘટાડો પોતાનું અસ્તિત્વ હજુ પણ ધરાવે છે. આજે પણ બજારમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 720 પોઈન્ટથી વધુ...
Business 
સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો

‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી

બ્રિટનના પ્રવાસે ગયેલા  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર સાથે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન...
World  Politics 
‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી

ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...

અલીગઢ જિલ્લાના એક ગામમાં પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખતી વખતે 11 સોનાના સિક્કા મળી આવતા અફરતફરી મચી ગઈ હતી. લોકો...
National 
ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.