જાપાનમાં પતિ પત્ની લગ્ન પછી પણ અલગ રહેવાનું પસંદ કરી રહ્યા છે, આ છે કારણ

જાપાનમાં લોકોની વિચારધારા સતત બદલાઇ રહી છે. સમાજમાં પણ સતત ફેરફારો થઇ રહ્યા છે. સાથે સાથે લગ્નનાં રિવાજો પણ બદલાઇ છે. હાલના દિવસોમાં જાપાનમાં વીકેન્ડ મેરેજની લોકપ્રિયતા વધી રહી છે. જાપાનનાં લોકો લગ્ન બાદ પણ પોત પોતાના ઘરમાં રહી રહ્યા છે. એક જ શહેરમાં હોવા છતાં તેઓ સાથે રહેતા નથી. એકબીજાને વીકેન્ડમાં જ મળે છે. સાથે ફરે છે. સાથે જમે છે. એકબીજાની સાથે ભાવનાઓની આપલે કરે છે. ભાવિ યોજનાઓ પણ બનાવે છે. પારિવારિક જવાબદારીની વહેંચણી કરે છે.

સંયુક્ત નાણાંકીય આયોજન પણ કરે છે,પરંતુ હંમેશાં સાથે રહેતા નથી. જિમ ટ્રેનર હિરોમી તાકેદા કહે છે કે, તે પોતાના પતિને ખુબ પ્રેમ કરે છે, પરંતુ બંનેની લાઇફસ્ટાઇલ જુદી જુદી છે. તેનું કહેવુ છે કે તે સવારે ચાર વાગે ઉઠી જાય છે, જ્યારે તેના પતિ આઠ વાગ્યા સુધી ઉઠતા નથી. હિરોમીનું કહેવુ છે કે તે ઘરને પોતાની રીતે રાખે છે. જ્યારે તેના પતિ પોતાના ઘરમાં પોતાની ઇચ્છાથી જીવે છે. પોતાની સ્વતંત્રતાથી સમજૂતી કર્યા વગર પણ અમે લગ્નને લઇને ખુશ છીએ. જેથી પોતાની ટેવ અને લાઇફસ્ટાઇલ બદલવાની જરૂર લાગતી નથી, અમને પોત પોતાની લાઇફસ્ટાઇલ સાથે બાંધછોડ કરવાની જરૂર શું છે ?

જાપાનમાં વીકેન્ડ મેરેજનો વધતો ટ્રેન્ડ મહિલાઓને વધારે પસંદ છે. તેમનુ માનવું છે કે લગ્નની વ્યવસ્થામાં મહિલાઓને વધારે બાંધછોડ કરવી પડે છે. એક રિપોર્ટ કહે છે કે, જાપાનમાં મહિલાઓ પુરૂષો કરતા પાંચ ગણુ વધારે કામ ઘરમાં કરે છે. હિદેકાજૂ તાકેદા બિઝનેસ સલાહકાર તરીકે છે. તેઓ કહે છે કે, લગ્ન માટે સાથે રહેવાની બાબત જરૂરી નથી. તેમને એકલતા સાથે રહેવાનુ વધારે પસંદ છે. આ ટેવ તેમને ગમે છે. ઘરનું ધ્યાન રાખવાનાં નામે વોશિંગ મશીનમાં પોતાના કપડા ધોઇ કાઢે છે.

About The Author

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.