- Business
- ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ
ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા વેચ્યા. કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં આ માહિતી આપી છે. જ્યારે કોઈ લિસ્ટેડ કંપની કોઇ મોટો હિસ્સો લે છે, જેમ કે શેર વેચાણ, પ્રમોટરોના હિસ્સામાં બદલાવ, લોન લેવી અથવા કોઇ નવી ડીલ અને મેનેજમેન્ટમાં કોઈપણ પ્રકારનો બદલાવ જેવા મોટા નિર્ણય લે છે, ત્યારે કંપનીએ આ માહિતી સ્ટોક એક્સચેન્જ (NSE, BSE)ને લેખિતમાં પ્રદાન કરવી પડે છે. આ સત્તાવાર માહિતીને એક્સચેન્જ ફાઇલિંગ કહેવામાં આવે છે.
મનીકન્ટ્રોલમાં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં જણાવાયું છે કે, કંપની જેટલી હિસ્સેદારી વેંચી રહી છે, તે ઓલા ઇલેક્ટ્રિકના કુલ શેરના લગભગ 0.6% છે. આ શેર સરેરાશ 34.99 રૂપિયા પ્રતિ શેરના ભાવે વેચવામાં આવ્યા. એક્સચેન્જના ડેટા અનુસાર, આ લેવડ-દેવમનું કુલ મૂલ્ય લગભગ 92 કરોડ રૂપિયા હતું. સપ્ટેમ્બર 2025 સુધીમાં, ભાવિશ અગ્રવાલ પાસે ઓલા ઇલેક્ટ્રિકમાં 30.02% હિસ્સો હતો. એક નિવેદનમાં ઓલા ઇલેક્ટ્રિકે જણાવ્યું હતું કે, શેર વેચાણનો હેતુ કંપનીના પ્રમોટર-સ્તરના 260 કરોડ રૂપિયાના દેવાની સંપૂર્ણ ચૂકવણી કરવાનો હતો. કંપનીએ જણાવ્યું હતું કે પ્રમોટર ગ્રુપ ઓલા ઇલેક્ટ્રિકમાં લગભગ 34% હિસ્સો જાળવી રાખશે.
આ હિસ્સાનું વેચાણ એવા સમયે થયું છે, જ્યારે ઓલા ઇલેક્ટ્રિકનું વેચાણ ઘટી રહ્યું છે અથવા અપેક્ષાઓ કરતા ઓછું રહ્યું છે. કંપનીએ નવેમ્બર 2025માં કુલ 8,400 ઇલેક્ટ્રિક સ્કૂટર અને મોટરસાયકલ વેંચી હતી. એક વર્ષ અગાઉ આજ અવધિમાં કંપનીએ 29,322 ઇ-સ્કૂટર અને ઇ-બાઇક વેંચી હતી. આ પ્રકારથી વાર્ષિક ધોરણે કંપનીના વેચાણમાં લગભગ 70%નો ભારે ઘટાડો આવ્યો છે. વેચાણનો આ આંકડો સપ્ટેમ્બર 2022 બાદ સૌથી ઓછો છે.
જો કે, કંપનીના કેટલાક નફા સાથે જોડાયેલા કેટલાક આંકડામાં સુધારો જોવા મળી રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર (1 જુલાઈ અને 30 સપ્ટેમ્બર વચ્ચે) માટેના તેના તાજેતરના નાણાકીય પરિણામોમાં કંપનીએ 690 કરોડ રૂપિયાનું ચોખ્ખું વેચાણ નોંધાવ્યું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 43%નો ભારે ઘટાડો છે. જોકે, વર્ષ-દર-વર્ષના આધારે નુકસાનમાં ઘટાડો થયો. ઓલા ઇલેક્ટ્રિકમાં આ ક્વાર્ટરમાં 418 કરોડની ચોખ્ખી ખોટ નોંધાય છે, જ્યારે એક વર્ષ અગાઉ આ નુકસાન 495 કરોડ રૂપિયા હતી.

