તાઇવાનના વૈજ્ઞાનિકોએ એવું સીરમ બનાવ્યું જેનાથી 20 જ દિવસમાં માથા પર કાયમી વાળ આવી જશે

આજકાલ, ઇન્ટરનેટ પર '10 દિવસમાં વજન ઘટાડો' અથવા તો '20 દિવસમાં વાળ ઉગાડો' જેવા દાવાઓ સામાન્ય બની ગયા છે. આ બધાની વચ્ચે, તાઇવાનના વૈજ્ઞાનિકોએ એક એવો દાવો કર્યો છે જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે. હકીકતમાં તેમણે એક એવું હેર સીરમ વિકસાવ્યું છે, જે ફક્ત 20 દિવસમાં વાળ ફરીથી ઉગાડી શકે છે. જો કે આ એક ચમત્કાર જેવું જ લાગે છે, પરંતુ નિષ્ણાતો કહે છે કે તેના પર સંપૂર્ણ વિશ્વાસ કરી શકાય તે પહેલાં વધુ સંશોધન કરવાની જરૂર છે.

આ અભ્યાસ નેશનલ તાઇવાન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો અને પ્રતિષ્ઠિત જર્નલ સેલ મેટાબોલિઝમમાં પ્રકાશિત થયો હતો. સંશોધનમાં જાણવા મળ્યું છે કે, જ્યારે ત્વચાને થોડી ઇજા થાય છે, ત્યારે નીચેની ચરબીના કોષો તૂટી જાય છે અને ઓલિક એસિડ અને પામિટોલિક એસિડ જેવા ચોક્કસ ફેટી એસિડ છોડે છે.

Regrow-Hair1
ndtv.in

આ ફેટી એસિડ આસપાસના વાળના મૂળને એટલે કે ફોલિકલ સ્ટેમ સેલ્સને સક્રિય કરે છે, જેના કારણે નવા વાળ ઉગવાના શરુ થઇ જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે સંશોધકોએ આ ફેટી એસિડને સીધા ઉંદરની ત્વચા પર લગાવ્યા, ત્યારે લગભગ 20 દિવસમાં નવા વાળ ઉગી નીકળ્યા. આ જ પરિણામને કારણે આ અભ્યાસ ચર્ચામાં આવ્યો છે.

photo_2025-11-13_16-03-48

હાલમાં વાળની જે ​​સારવાર, જેમ કે મિનોક્સિડિલ અથવા ફિનાસ્ટરાઇડ, જે સામાન્ય રીતે હોર્મોન્સ અથવા રક્ત પરિભ્રમણ પર આધાર રાખે છે, પરંતુ આ નવી શોધ સાબિત કરે છે કે ચરબીના કોષો અને વાળના મૂળ વચ્ચે બાયોલોજીકલ લિંક હોય છે. જી હા વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ પદ્ધતિ ભવિષ્યમાં વધુ કુદરતી અને સલામત વિકલ્પ બની શકે છે, કારણ કે તેમાં તે જ પ્રકારનું ફેટી એસિડ્સ હાજર હોય છે કે જે આપણા શરીર અથવા આહારમાં પહેલાથી હાજર હોય છે, (દા.ત. ઓલિવ તેલ, બદામ, વગેરે)તેનો સમાવેશ થાય છે.

Regrow-Hair2
ndtv.in

આ એ જ છે, જ્યાં વૈજ્ઞાનિકો સાવધાની રાખવાની સલાહ આપે છે. અહીં તમને બતાવી દઈએ કે, આ પ્રયોગ ફક્ત ઉંદરો પર જ કરવામાં આવ્યો છે, અને તેમના વાળનો વિકાસ મનુષ્યો કરતા અનેક ગણો ઝડપી છે. તેથી, એવું કહેવું કસમયનું છે કે આ સીરમ 20 દિવસમાં મનુષ્યોમાં પણ પરિણામો બતાવશે.

અહેવાલો અનુસાર, એક સંશોધકે મજાકમાં જણાવ્યું હતું કે, તેણે તેના પગ પર સીરમનું 'પરીક્ષણ' કર્યું હતું અને કેટલાક વાળ ઉગી નીકળ્યા હતા, પરંતુ આવા પોતાના પર કરેલા પરીક્ષણોને વૈજ્ઞાનિક પુરાવા માનવામાં આવતા નથી. માનવો પર હજુ સુધી કોઈ ક્લિનિકલ ટ્રાયલ અથવા સલામતી પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા નથી.

Regrow-Hair3
navbharattimes.indiatimes.com

આ અભ્યાસ વાળ ખરવાની સારવારમાં એક નવી દિશા તરફ નિર્દેશ કરે છે, પરંતુ સાથે જ તે એક ચેતવણી પણ આપે છે કે કોઈપણ નવા ફોર્મ્યુલાનો ઉપયોગ કરતા પહેલા સંપૂર્ણ પરીક્ષણ કરવાની જરૂર છે. પછી ભલે ફેટી એસિડ કુદરતી હોવા છતાં, જો વધુ પડતી માત્રામાં અથવા ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ખોપરી ઉપરની ચામડીમાં બળતરા અથવા ચેપનું કારણ બની શકે છે. વૈજ્ઞાનિકો આ શોધના આધારે એક નવું ટોપિકલ સીરમ વિકસાવવા પર કામ કરી રહ્યા છે, પરંતુ તે હજુ પણ ટ્રાયલ તબક્કામાં જ છે.

About The Author

Related Posts

Top News

સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન (vice-captain) સ્મૃતિ મંધાનાએ (Smriti Mandhana) રવિવારે એક જાહેર નિવેદન બહાર પાડીને સંગીતકાર પલાશ...
Sports 
સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સગાઈ કરી લીધી છે. કિંજલ...
Entertainment 
કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

એક તરફ દેશમાં 70 કલાક કામ કરવાને લઈને બહેસ ચાલી રહી છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, જ્યારે Gen-Z ...
National 
‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવે તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યુ હતુ કે, સરકાર વિદેશી...
National 
કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.