- Loksabha Election 2024
- PM મોદીની 155 રેલીના ભાષણોનું એનાલિસીસ, હજારો વાર આ શબ્દો બોલ્યા
PM મોદીની 155 રેલીના ભાષણોનું એનાલિસીસ, હજારો વાર આ શબ્દો બોલ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે પણ ચૂંટણી દરમિયાન પ્રચાર કરે ત્યારે મીડિયા તેમના ભાષણોનું એનાલિસીસ કરે છે. પરંતુ આ વખતે કોંગ્રેસે પણ એનાલિસીસ કર્યું છે. મલ્લિકાજૂર્ન ખડગેએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ છેલ્લાં 15 દિવસમાં તેમના ભાષણોમાં 421 વખત મંદિર શબ્દોનો અને 768 વખત મોદી શબ્દનો ઉપયોગ કર્યો, તેમણે મોંઘવારી અને બેરોજગારીની વાતો કરી નથી.
મિન્ટના એક રિપોર્ટ મુજબ માર્ચ મહિનાથી માંડીને અત્યાર સુધીમાં PM મોદીએ કુલ 155 રેલીઓ કરી જેમાં તેમણે 2942 વખત કોગ્રેસ અને 2862 વખત પોતાના નામ મોદીનો ઉપયોગ કર્યો હતો. એ સિવાય મોદી કી ગેરંટીનો તેમમે 342 વખત ઉપયોગ કર્યો.
રાજકારણના જાણકારોનું કહેવું છે કે પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસનો પરિવારવાદ, પાકિસ્તાન, ભ્રષ્ટાચાર, વિરાસત કર અને મોદી કી ગેરંટી એ 5 શબ્દોનો ઉપયોગ કરીને વિપક્ષને પોતાના ચક્રવ્યૂહમાં ફસાવી દીધી હતી.
Related Posts
Top News
એક પરિણામથી ધરાશાયી થઈ દેશની સૌથી અમીર બેન્કરની બેન્ક, 6 કલાકમાં જ થયું લગભગ 32 હજાર કરોડનું નુકસાન
ભારતીય સાથે લગ્ન કર્યા પછી અમેરિકન મહિલાને સાંભળવી પડે છે વાંધાજનક ટિપ્પણીઓ
મોટા પરદા પર ઉતરશે રાજા-સોનમ રઘુવંશીનો હનીમૂન કાંડ, સામે આવ્યું ફિલ્મનુ પોસ્ટર; નામ પણ ખતરનાક
Opinion
