TMCએ યુસુફ પઠાણને ટિકિટ આપી વિરોધ થતા ક્રિકેટરે જુઓ શું કહ્યું

લોકસભાની ચૂંટણી માટે બધી પાર્ટીઓએ કમર કસી લીધી છે. બધી પાર્ટીઓ પોતાના ઉમેદવારોની લિસ્ટ જાહેર કરી રહી છે. તેમાં કેટલાક ક્રિકેટર્સના નામ પણ સામે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં પણ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) તરફથી રાજ્યની બધી 42 લોકસભા સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ખાસ વાત એ છે કે, તૃણમૂલ કોંગ્રેસે ભારતીય ટીમના 2 પૂર્વ ક્રિકેટર્સ યુસુફ પઠાણ અને કીર્તિ આઝાદને પણ ટિકિટ આપવામાં આવી છે. આ બંને જ ક્રિકેટર્સ ભારત માટે વર્લ્ડ કપ જીતી ચૂક્યા છે.

યુસુફ પઠાણને બહરામપુર અને કીર્તિ આઝાદને દુર્ગાપુરથી ટિકિટ મળી છે. ટિકિટ મળ્યા બાદ હવે બંને સ્ટાર ખેલાડીઓના રીએક્શન પણ સામે આવ્યા છે. ટિકિટ મળ્યા બાદ પૂર્વ ઓલરાઉન્ડર અને વર્લ્ડ કપ વિજેતા યુસુફ પઠાણે સોશિયલ મીડિયાના માધ્યમથી મમતા બેનર્જી અને તેમની પાર્ટીનો આભાર માન્યો છે. યુસુફ પઠાણે લખ્યું કે, મમતા બેનર્જીએ જે મને TMC ફેમિલીમાં સામેલ કર્યો છે અને મારા પર ભરોસો વ્યક્ત કર્યો છે કે હું સંસદમાં લોકોનો અવાજ બની શકું છું, તેના માટે હું તેમનો આભારી છું. જનપ્રતિનિધિ હોવાના સંબંધે મારું કર્તવ્ય ગરીબો અને વંચિતોના ઉત્થાન કરવાનું છે. હું આશા રાખું છું કે, એમ કરી શકું છું.'

બીજી તરફ કીર્તિ આઝાદને સવાલ કરવામાં આવ્યો કે તમે બંગાળની રાજનીતિથી કેટલા પરિચિત છો? તેના પર તેમણે કહ્યું કે, હું પોલિટિક્સથી પૂરી રીતે પરિચિત છું. મારા પિતાજી મુખ્યમંત્રી હતા અને એક સ્વતંત્રતા સેનાની હતા. દેશનું પ્રતિનિધિત્વ કર્યું. અંતતઃ જોવા જઈએ તો લોકોની સમસ્યાને સાંભળવી, સમજાવી અને તેને બુલંદીઓથી પાર્લિયમેન્ટમાં ઉઠાવવી એ બધાનું કર્તવ્ય હોય છે. તેને લઈને અમે આગળ વધીશું. પાર્ટી આ વખત ક્રિકેટર્સને ખૂબ અવસર આપી રહી છે? તેના પર તેમણે કહ્યું કે, આપણે કેવી રીતે ભૂલી જઈએ છીએ કે પહેલા મનોજ તિવારી પણ છે. તેઓ મંત્રી છે.

જે પ્રકારે કળાના ક્ષેત્રથી લોકો છે, સિનેમાથી લોકો છે, ચિત્રકાર છે, દરેક પ્રકારની લોકોને દીદીએ જગ્યા આપી છે. બધી કળાના ક્ષેત્રથી લોકોને અવસર મળવો જોઈએ. દિલ્હીની પીચ (રાજનીતિ) જાણીતી છે, પરંતુ બંગાળ અને એ પણ દુર્ગાપુરની પીચ પર કેવી રીતે બૉલ (રાજનીતિ) કરવાનો છે અને કેવી રીતે બેટિંગ કરવાની છે? તેના પર કીર્તિ આઝાદે કહ્યું કે, એવું કંઇ હોતું નથી કે પીચ અલગ છે કે નહીં. તમે બૉલ રમો છો, બોલરને નહીં. અમારી સામે કોણ છે, BJP છે અમારી સામે. સમસ્યાઓ એક પ્રકારે જ હોય છે.

About The Author

Top News

સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પહેલા પ્રેક્ટિસ મેચ રમી રહી છે. આ મેચ ઈન્ડિયા A અને મુખ્ય ટીમ વચ્ચે...
Sports 
સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

રાજા રઘુવંશી કેસમાં હવે શિલોંગ પોલીસે મોટી ચોખવટ કરી છે કે, રાજા રઘુવંશી હત્યા કેસમાં રાજ કુશવાહ માસ્ટર માઇન્ડ...
National 
રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલાએ તેના પતિ પર ધાર્મિક માર્ગથી ભટકી...
National 
પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી

ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે તેની ધરતી પર પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેના માટે ભારતીય...
Sports 
કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.