પ્રૂફરીડર કોને કહેવાય?

લેખક, કટારલેખક, તંત્રી કે ઉપતંત્રી માટે ઑથર, કૉલમિસ્ટ, એડિટર કે સબએડિટર જેવા શબ્દો સામાન્યતઃ ગુજરાતી લેખનમાં વપરાતા નથી પરંતુ જો આવા અંગ્રેજી શબ્દો વપરાય તો તે માટે પ્રથમ વાંધો કાઢનારા પ્રૂફરીડર માટે હજી પણ પ્રૂફરીડર શબ્દ જ ગુજરાતી લેખનમાં વપરાય છે. પ્રૂફરીડર એ પત્રકારત્વ કે પુસ્તક પ્રકાશનનો એક અનોખો જીવ છે. પ્રૂફરીડરનું આ અનોખાપણું ઘણા તંત્રીઓ સ્વીકારતા આવ્યા છે. માત્ર યશવંત દોશીને આ બાબતમાં વાંકું પડ્યું તેમાં પ્રૂફરીડરોનું સમકાલીનમંડળ લેવાદેવા વગર મારા ઉપર વરસી પડ્યું.

ખેર, ‘વ્યાપાર’ના ભૂતપૂર્વ તંત્રી સ્વ. હી.ઝ. ગિલાણી અને ‘જન્મભૂમિ’ના ભૂતપૂર્વ તંત્રી સ્વ. મોહનલાલ મહેતા પ્રૂફરીડરોનો આદર કરતા હતા. ગિલાણી વ્યાપારના દિવાળી અંક માટે તંત્રીલેખ લખતા ત્યારે સૌપ્રથમ તેઓ એ લેખ તેમના સહાયક તંત્રીને નહીં પણ પ્રૂફરીડરને મૂલ્યાંકન માટે તેમ જ હકીકતદોષ શોધવા માટે વાંચવા આપતા.

હું 1967થી 1977 સુધી જન્મભૂમિ જૂથમાં તંત્રી રહ્યો ત્યારે મારા કરતાં સાહિત્યનું વધુ જ્ઞાન ધરાવનાર પ્રૂફરીડરો એ સંસ્થામાં હતા. પત્રકારત્વના તમામ ક્ષેત્રનાં ધોરણ કથળ્યાં છે પણ હજી પ્રૂફરીડિંગનું ધોરણ મહદંશે જળવાયું છે. જન્મભૂમિના હાલના ન્યૂઝ એડિટર વ્રજલાલ વસાણી એક જમાનામાં પ્રૂફરીડર હતા. 1967માં હું મલેશિયાથી મુંબઈ આવ્યો ત્યારે ગણ્યાંગાંઠ્યા જૂના કાટલાં જેવા લેખકો જોડણી અને વ્યાકરણ ઉપર ખૂબ ધ્યાન આપતા. આ બધા પોતાની જ મોજ ખાતર લખતા.

મેં વાચકને ધ્યાનમાં લઈને જે હાથમાં આવે તે લખવાનું શરૂ કર્યું અને મારે એ જથ્થાબંધ રીતે શરૂ કરવું પડ્યું. એ વખતે સૌથી મોટો સધિયારો કે સહકાર જન્મભૂમિના પ્રૂફરીડરોનો હતો. બુલેટની ઝડપે લખાયેલા લેખોના વ્યાકરણ કે જોડણીના દોષો પ્રૂફરીડરો સુધારી લેતા. આવી સ્પીડ માટે હું હંમેશાં પ્રૂફરીડરોનો જ ઋણી રહ્યો છું.

Related Posts

Top News

RBIએ રેપોરેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો તેનાથી તમને જાણો શું ફાયદો થશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ મોનિટરી પોલિસીની બેઠકમાં એક મોટો નિર્ણય લીધો છે, જેમાં રેપો રેટમાં 25...
Business 
RBIએ રેપોરેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો તેનાથી તમને જાણો શું ફાયદો થશે

પુતિનની મુલાકાતથી ભારત અને રશિયાને શું ફાયદો થશે?

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવી પહોંચ્યા છે અને 5 ડિસેમ્બરે પણ ભારત રહેવાના છે. તેમની 30 કલાકની ભારત...
World 
પુતિનની મુલાકાતથી ભારત અને રશિયાને શું ફાયદો થશે?

ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાના ઘર પાસે ગેરકાયદે દીવાલ બની છે

સુરતમાં ડિમોલીશનનો મુદો અત્યારે ચર્ચામાં છે. ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર પછી મેયર દક્ષેશ માવાણી અને કમિશ્નર અનુપમ સિંહ...
Gujarat 
ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાના ઘર પાસે ગેરકાયદે દીવાલ બની છે

મહારાષ્ટ્રમાં 25,000 શાળાઓ બંધ, ધોરણ 10ની બોર્ડ પરીક્ષા અગાઉ મોટું આંદોલન; જાણો શું છે કારણ

મહારાષ્ટ્રમાં આજે લગભગ 25,000 શાળાઓ બંધ રાખવામા આવી છે. 10મા ધોરણની બોર્ડની પરીક્ષા અગાઉ ખાનગી, આંશિક રીતે અનુદાનિત...
National 
મહારાષ્ટ્રમાં 25,000 શાળાઓ બંધ, ધોરણ 10ની બોર્ડ પરીક્ષા અગાઉ મોટું આંદોલન; જાણો શું છે કારણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.