સાહિર લુધિયાન્વી: કભી કભી મેરે દિલ મેં ખ્યાલ આતા હૈ....

દુનિયા ને તજરબાતો હવાદીષ કી શક્લ મેં,

જો કુછ મુઝે દીયા હૈ, વો લૌટા રહા હું મૈં...

27 વર્ષ પહેલા સાહિર લુધિયાન્વીએ મુંબઈમા અંતિમ શ્વાસ લીધા. સાહિરનાં વિવિધ તબક્કાનાં વિવિધ લોકો સાથે સંબંધા હતા પણ આ બધામાં જે સામાન્ય બાબત હતી તે શાયરી હતી. સુનિલ દત્તે સાહિરને અસાધારણ રમૂજ ધરાવતી વ્યક્તિ તરીકે ઓળખાવ્યા હતા. ફિલ્મ દુનિયા સાથે સતત સંકળાયેલા હોવા છતાં સાહિર એક દર્દ લઈને જીવ્યા હતા. બંડને ભીતરમાંથી બહાર લાવવા તેઓ કલમનો ઉપયોગ કરતા હતા. સાહિરનું બંડ તેમની શાયરીનો પોકાર બની ગયો હતો. 

એક શહેનશાહને બનાકે હંસી તાજમહેલ

હમ ગરીબોં કી મહોબ્બત કા ઉળાયા હૈ મઝાક

સાહિરને સાહિર બનાવે છે તેમનો આગવો મિજાજ. તેઓ કોઈની પરવા કરતા નથી. કોઈ ફિકર નથી. પોતાની ગઝલિયતની સાથે જીવવાનાં કોડ છે અને સાથે છે પ્રેમની એક અલૌકીક દુનિયા. એક તરફ સાહિર એક શહેનશાહને બનાકે હંસી તાજ મહેલ લખે છે તો બીજી તરફ તેઓ સર જો તેરા ચકરાયે, યા દિલ ડૂબા જાયે કે પઝી ખાલી ડિબ્બા, ખાલી બોતલ જેવી રચના પણ લખે છે.

સાહિર લુધિયાન્વીએ સામાજિક  તાણાવાણાની સાથે હિન્દી ફિલ્મોમાં ગીતો લખ્યા તો સાથો સાથે હૃદયમાં સોંસરવી ઉતરી જતી શાયરીમાં વિલાપ અને આક્રંદને અભિવ્યક્ત પણ કરવાનું ચાલુ રાખ્યું હતું. સાહિરની આ દર્દભીની ભાષાજ તેમનાં શાયરત્વને અલંકૃત કરી જાય છે. સાહિતને તે વખતે ફૈઝ અહેમદ ફૈઝ જેવા ઉચ્ચ કોટીનાં શાયરનો સંગાથ મળ્યો અને તેમણે સાહિરને સાહિર તરીકેની ઓળખ અપાવી એવું કહેવામાં જરાય અતિશોયક્તિ નથી. સાહિરને દાગ, કભી કભી જેવી ફિલ્મોએ અમરત્વ બક્ષી દીધું છે.

સાહીરે એક તરફ રોમાન્સની ખૂબસુરતીને બયાન કરી છે તો બીજી તરફ ફિર સુબ્હા તો હોગી અને ખેડુતોની સમસ્યાને લઈ લખ્યું કે મજબૂર બૂઢાપા, સૂની ગલીયોં કી રાખ ન અબ ફાકેગા, માસૂમ લડકપન ભીક નહી અબ માંગેગા જેવા અસરદાર કલામો પણ લખ્યા છે. અનહદ ઉંડાણ છે તેમની શાયરીમાં.

ઔરતને જનમ દીયા મરદોં કો, મરદોંને ઉસે બાઝાર દીયા

જબ જી ચાહા મસલા, કૂચલા, જબ જી ચાહા ધુત્કાર દીયા

તુલતી હૈ કહીં દિનારોં મેં, બિકતી હૈ કહીં બાઝારોં મેં,

નંગી નચાઈ જાતી હૈ, અય્યાશોં કે દરબારોં મેં,

યે વો બેઈઝ્ઝત ચીજ હૈ જો બંટ જાતી હૈ ઈઝ્ઝતદારોં મેં...

ઉર્દુનાં સ્કોલર અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી-જામીયા મિલીયાનાં પ્રોફેસર ગોપીચંદ નારંગે લખ્યું હતું કે સાહિરની આ રચના મહિલાઓની લાચારી મજબૂરી તો અભિવ્યક્ત કરે છે પણ એક પ્રચંડ આક્રોશ સાથે. સમાજને નુકશાનકારક અનિષ્ટો સામે સાહિર ફાયર બ્રાન્ડ શાયરી કરે છે ત્યારે એમ લાગે છે કે ખરેખર સાહિરે સમાજને બદલી કાઢવા માટે શાયરી થકી ઝૂંબેશ ઉપાડી છે. પ્રગતિશીલ શાયર તરીકે સાહિરે અમીટ છાપ છોડી છે.

પરછાઈયાં ગઝલ સંગ્રહમાં સાહિરનો રોમાન્ટીક અંદાજ પણ જોવા મળે છે.

મૈં દેખું તો સહી દુનિયા તુમ્હેં કૈસે સતાતી હૈ

કોઈ દિન કે લીયે અપની નિગેહબાની મુઝે દે દો

જેમ અમૃતા પ્રિતમની શાયરીમાં સાહિર પ્રત્યેની અનુકંપા આંદોલિત થાય છે તેમ સાહિરની શાયરીમાં પણ અમૃતા પ્રિતમ પ્રત્યેનો પ્રેમ અને સ્નેહ આપોઆપ પ્રગટે છે. કભી કભી મેરે દિલ મેં ખ્યાલ આતા હૈ, કે જેસૈ તુઝકો બનાયા ગયા હો મેરે લીયે...સાહિરને અલગારી શાયર નહી પણ એક જીવંત શાયરનો દરજજો હાંસલ છે. એવું કહેવાય છે કે તન્હાઈયાં ગઝલ સંગ્રહની ઈન્કલાબી શાયરી એટલી બધી લોકપ્રિય હતી કે લશ્કરનાં થાણાનાં નામ સાહિરની શાયરી પરથી રાખવામાં આવતા હતા. છાતી સોંસરવી ઉતરી જતી સાદી અને સરળ ભાષામાં સાહિરે શાયરી પરોસી છે. "મૈં ને શાયદ પહેલે ભી તુમ્હે દેખા હૈ" ગીત આજે પણ એટલું પ્રચલિત છે. ''ન તો કારવાં કી તલાશ હૈ, ન તો રહેગુઝર કી તલાશ હૈ'' અને " છૂ લે ને દો નાઝૂક હોંટો કો, કુછ ઔર નહી જામ હૈ યે " વગેરેમાં સાહિરની શાયરીની ઉત્તૃંગતા જોવા મળે છે. યશ ચોપરાએ કહ્યું હતું કે સાહિરની શાયરીએ ગીત અને ગઝલને નવા શિખરે પહોંચાડ્યા છે. કોઈ વલ્ગારીટી નહી પણ સચોટ વાત કરવામાં સાહિર માહિર હતા.

શાયરી જ્યાં સુધી છે ત્યાં સુધી સાહિર છે. આગે ભી જાને ન તુ કે પછી આદમી કો ચાહીએ વક્ત સે ડર કર ચલેં વગેરેમાં તેમની જીવનની આંટીઘૂંટી પડઘાયા કરે છે અને કડવી વાસ્તવિકતા તરફ સાહિર સ્વાનુભૂતિ પ્રગટ કરે છે.

સાહિર લુધિયાન્વી પંજાબી હતા. તેમનો જન્મ પંજાબનાં લુધિયાનામાં થયો હતો. વાદા કરો છોડોગે નહી મેરા સાથ, જાને ક્યા તૂને કહી, તદબીર સે બિગળી હૂઈ તકદીર બના લે જેવા ગીતો સદાબહાર છે. ફિલ્મ ફેર એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. હવે સાહિર અને અમૃતા પ્રિતમની વિશુધ્ધ પ્રેમકથાને લઈ ફિલ્મ બનવા જઈ રહી છે. હિન્દી સિનેમાની આ સાહિરને સર્વશ્રેષ્ઠ ખિરાજે અકીદત રહેશે.

ઝીંદગી સિર્ફ મહોબ્બત નહી કુછ ઔર ભી હૈ

ઝુલ્ફોં રુખ્સાર કી જન્નત નહી કુછ ઔર ભી હૈ

ભૂક ઔર પ્યાસ કી મારી હુઈ ઈસ દુનિયા મેં,

ઈશ્ક હી એક હકીકત નહી કુછ ઔર ભી હૈ

હમ અમ્ન ચાહતેં મગર ઝુલ્મ કે ખિલાફ

ગર જંગ લાઝમી હૈ તો ફિર જંગ હી સહી

ઝાલીમ કો જો રોક સકેં વો શામીલ હૈ ઝુલ્મ મેં,

ગલતી કો જો ન ટોકા તો ગલતી કે સાથ હૈ

હમ સર બા કફ ઉઠાયેં હૈં કે હક ફતેહયાબ હો,

કેહ તો ઉસે જો લશ્કરે બાતીલ કે સાથ હૈ

( સર બા કફ-હથેળીમાં માથું, ફતેહયાબ- વિજયી, લશ્કરે બાતીલ- જુઠા લોકોની સેના)

સાહિરની રચનાઓમાં જે પ્રકારે અત્યાચાર અને લાચાર-મજબૂર લોકોનો અવાજ પડઘાય છે તે એમ જ લાગ્યા કરે કે આ તો મારી વાત આ શાયરે કરી છે. આજકાલની શાયરીમાં નકરી ઠાંસાઠૂસી થઈ રહી છે. પાયાકીય અને ગહનતા કે ઉંડાણવાળી અસર આજે શાયરીમાં જોવા મળી રહી નથી.

 

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.