55 રૂપિયાનો આ શેર બન્યો રોકેટ, સતત 7માં દિવસે લાગી અપર સર્કિટ

એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટર સાથે સંકળાયેલી કંપની Apollo Micro Systems ના શેરમાં તેજીનો સિલસિલો ચાલુ છે. અઠવાડિયાના બીજા દિવસ મંગળવારે આ શેરમાં 5 ટકાનો અપર સર્કિટ લાગી ગયો. આ કારણે શેરનું ક્લોઝિંગ 55.25 રૂપિયા પર થયુ. આ શેરનો 52 અઠવાડિયાનો ઉચ્ચતમ સ્તર છે. જણાવી દઇએ કે, અપોલો માઇક્રો સિસ્ટમ્સના શેરમાં સતત સાતમાં દિવસે 5 ટકાનો અપર સર્કિટ લાગ્યો. આ અવધિ દરમિયાન શેરે 40 ટકા કરતા વધુ રિટર્ન આપ્યું છે. તેમજ, જૂનના મહિનામાં અત્યારસુધી આ શેરમાં 63 ટકાનો વધારો થયો છે. ગત એક વર્ષમાં બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં 19 ટકાના વધારાની સરખામણીમાં 355 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

દરમિયાન, BSE ને અપોલો માઇક્રો સિસ્ટમ્સે સ્પષ્ટ કર્યું છે કે, કંપનીના શેરની કિંમતમા તેજી સંપૂર્ણરીતે બજારની સ્થિતિઓના કારણે છે. કંપની કોઈપણ પ્રકારે કિંમત અથવા માત્રામાં એવી કોઈપણ વૃદ્ધિ સાથે સંકળાયેલી નથી.

સરકાર તરફથી તાબડતોડ આપવામાં આવી રહેલા ઓર્ડરના કારણે અપોલો માઇક્રો સિસ્ટમ્સની ઓર્ડર બુકમાં પણ તગડા ગ્રોથની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં રાજસ્વ 50 ટકા વધવાની આશા છે. જણાવી દઇએ કે, આ ભારતીય રક્ષા ક્ષેત્રની અગ્રણી કંપનીઓમાંથી એક બની ગઇ છે. કંપનીના ઉત્પાદોનો ઉપયોગ એરોસ્પેસ સિસ્ટમ, ગ્રાઉન્ડ ડિફેન્સ, સ્પેસ, એવિયોનિક્સ સિસ્ટમ, હોમલેન્ડ સિક્યોરિટી અને ટ્રાન્સપોર્ટેશન સહિત ઘણા ઉદ્યોગોમાં કરવામાં આવે છે.

અપોલો માઇક્રો સિસ્ટમ્સ એ મલ્ટીબેગર શેરોમાંથી એક છે જેણે પોતાના નિવેશકોને એપ્રિલ મહિનામાં ભારે રિટર્ન આપ્યું છે. આ શેર છેલ્લાં એક વર્ષમાં 88.57 ટકા ચડી ચુક્યો છે. એપ્રિલ મહિનામાં કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 1:10 ના રેશિયોમાં સ્ટોકને સ્પ્લિટ કરવાની જાહેરાત કરી હતી. કંપનીના 10 રૂપિયાના ફેસ વેલ્યૂવાળા પ્રત્યેક શેરને 1 રૂપિયાના ફેસ વેલ્યૂવાળા 10 શેરોમાં વહેંચવાનો નિર્ણય લીધો હતો. શેરોના વિભાજન બાદ પ્રત્યેક શેરહોલ્ડરને 1 શેરના બદલામાં 10 શેર આપવામાં આવ્યા હતા.

હૈદરાબાદ સ્થિત આ કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટેશન, એરોસ્પેસ અને ડિફેન્સ જેવા સેક્ટર્સમાં ટેક્નોલોજી બેઝ્ડ સોલ્યૂશન પ્રોવાઇડ કરે છે. આ એક મલ્ટીબેગર શેર છે જેણે પોતાના નિવેશકોને છેલ્લાં એક વર્ષમાં 88 ટકાનું શાનદાર રિટર્ન આપ્યું છે. તેમજ, ગત છ મહિનામાં કંપનીના શેર 53 ટકા ચડી ચુક્યા છે. આ કંપનીનો માર્કેટ કેપ 593.12 કરોડ રૂપિયા છે.

Top News

લારી પર ફૂલ વેચનારાને મળી 52 લાખની નોટિસ

કર્ણાટક વાણિજ્યિક કર વિભાગે એક ફૂલ વિક્રેતાને નોટિસ મોકલી છે જે લારી પર ફૂલો વેચે છે, કારણ કે અધિકારીઓને...
National 
લારી પર ફૂલ વેચનારાને મળી 52 લાખની નોટિસ

શાળા તો ન બનાવી શક્યા, પરંતુ VIP માટે રસ્તો ઝડપથી બનાવી દીધો, અધિકારીઓ બન્યા અસંવેદનશીલ!

રાજસ્થાનના ઝાલાવાડમાં એક સરકારી શાળાની છત તૂટી પડવાથી અત્યાર સુધીમાં સાત બાળકોના મોત થયા છે. જ્યારે 28 બાળકો ઘાયલ થયા...
National 
શાળા તો ન બનાવી શક્યા, પરંતુ VIP માટે રસ્તો ઝડપથી બનાવી દીધો, અધિકારીઓ બન્યા અસંવેદનશીલ!

'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોકડ નાણાંને ખતરો કેમ ગણાવી રહ્યા છે, આપી ચેતવણી

અમેરિકન રોકાણકાર રોબર્ટ કિયોસાકીએ શુક્રવારે (25 જુલાઈ) રોકાણકારો માટે ચેતવણી સંદેશ શેર કર્યો અને તેમને ETF ખરીદવા વિનંતી કરી. ...
Business 
 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોકડ નાણાંને ખતરો કેમ ગણાવી રહ્યા છે, આપી ચેતવણી

એક નબળો પાસવર્ડ અને હેકર્સે બંધ કરાવી દીધી 158 વર્ષ જૂની કંપની; 700 કર્મચારી રસ્તા પર

આજે, અહીં કોઇ કહાનીની વાત કરવાના નથી, પરંતુ એક સીધી ચેતવણીરૂપ ઘટનાનું વર્ણન કરવા જઇ રહ્યા છીએ. જો...
Tech and Auto  Business 
એક નબળો પાસવર્ડ અને હેકર્સે બંધ કરાવી દીધી 158 વર્ષ જૂની કંપની; 700 કર્મચારી રસ્તા પર
Copyright (c) Khabarchhe All Rights Reserved.