મુસ્લિમ પિતાએ હિન્દુ યુવકને બનાવ્યો જમાઈ; મંદિરમાં સાત ફેરા લઇને દીકરીને વિદાઇ આપી.. લગ્ન બાદ કહી આ વાત

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાંથી સાંપ્રદાયિક સંવાદિતા અને પ્રેમનું એક અનોખું ઉદાહરણ સામે આવ્યું છે.અહીં કોતવાલી પટ્ટી વિસ્તારમાં આવેલા દાઉદપુર ગામમાં એક આંતરધાર્મિક પ્રેમ લગ્ન આ પ્રદેશના ચર્ચાનો વિષય બની ગયા છે. ગામના બંને રહેવાસી અમન કુમાર ગૌતમ અને સાનિયા બાનોએ સામાજિક અને ધાર્મિક બંધનોને પાછળ છોડતા એક-બીજા સાથે લગ્ન કર્યા છે.

marriage
livelaw.in

આ બંને ઘણા સમયથી પ્રેમ સંબંધમાં હતા. પુખ્ત વયના હોવાથી તેમણે પરસ્પર જીવનસાથી બનવાનું નક્કી કર્યું. ત્યારબાદ, તેમના લગ્ન સ્થાનિક મંદિરમાં હિન્દુ રીત-રિવાજ અને વૈદિક મંત્રોચ્ચાર અનુસાર કરવામાં આવ્યા. આ લગ્નનું સૌથી સુંદર પાસું એ છે કે બંને પરિવારોએ આ સંબંધને સહર્ષ સ્વીકાર કર્યો હતો. લગ્ન દરમિયાન બંને પક્ષના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા અને નવદંપતીને સુખી જીવન માટે આશીર્વાદ આપ્યા હતા. લગ્નના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

hindu-muslim marriage
aajtak.in

પોતાના આ સંબંધને કાનૂની માન્યતા આપવા માટે દંપતીએ નોટરી સમક્ષ એક સોગંદનામું રજૂ કર્યું. સોગંદનામામાં યુવતીએ સ્વેચ્છાએ અમનને પોતાના પતિ તરીકે સ્વીકાર્યો છે, જ્યારે યુવકે સાનિયાને પોતાની પત્ની તરીકે સ્વીકારીને જીવનભર સાથે રહેવાનું વચન આપ્યું. બંનેએ સ્પષ્ટતા કરી કે તેમણે આ નિર્ણય તેમણે કોઈપણ દબાણ, પ્રલોભન કે ભય વિના સ્વતંત્રતાથી લીધો છે. તેમણે એમ પણ કહ્યું કે, જો તેમના લગ્નને લઇને વાંધો ઉઠાવે છે તો તેને અનુચિત માનવામાં આવે. ગ્રામજનોએ સાક્ષી તરીકે દસ્તાવેજ પર સહી કરી. આ લગ્ન વિસ્તારમાં સાંપ્રદાયિક સૌહાર્દનું ઉદાહરણ બની ગયું છે.

marriage
edition.cnn.com

તો, મુસ્લિમ કન્યાના પિતા પણ ભાવુક થઈ ગયા. તેમની પુત્રીની વિદાય પછી તેમણે કહ્યું કે, ‘અમે ઇચ્છીએ છીએ કે અમારી પુત્રી ખુશ રહે. જો તેને હિન્દુ સાથે પ્રેમ હતો, તો અમને પણ આ લગ્ન સામે કોઈ વાંધો નથી. વરરાજાના પિતાએ કહ્યું કે, અમને સાનિયાને અમારી પુત્રવધૂ બનાવીને ખુશ છીએ. અમે તેને પુત્રીની જેમ પ્રેમ કરીશું.

About The Author

Related Posts

Top News

રુદ્રપ્રયાગમાં ગુરુદ્વારા પર નિહંગ શીખોએ કબજો કેમ કર્યો? સેના બોલાવવી પડી; ભારે પોલીસબળ

સોશિયલ મીડિયા પર ફરી એકવાર નિહંગ શીખોની ચર્ચા છે. તેમના પર રુદ્રપ્રયાગ (ઉત્તરાખંડ)ના નગરાસૂમાં એક ગુરુદ્વારા પર કબજો કરવાનો આરોપ...
National 
રુદ્રપ્રયાગમાં ગુરુદ્વારા પર નિહંગ શીખોએ કબજો કેમ કર્યો? સેના બોલાવવી પડી; ભારે પોલીસબળ

મુસ્લિમ પિતાએ હિન્દુ યુવકને બનાવ્યો જમાઈ; મંદિરમાં સાત ફેરા લઇને દીકરીને વિદાઇ આપી.. લગ્ન બાદ કહી આ વાત

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાંથી સાંપ્રદાયિક સંવાદિતા અને પ્રેમનું એક અનોખું ઉદાહરણ સામે આવ્યું છે.અહીં કોતવાલી પટ્ટી વિસ્તારમાં આવેલા દાઉદપુર ગામમાં...
મુસ્લિમ પિતાએ હિન્દુ યુવકને બનાવ્યો જમાઈ; મંદિરમાં સાત ફેરા લઇને દીકરીને વિદાઇ આપી.. લગ્ન બાદ કહી આ વાત

શું લગ્ન કેન્સરથી બચાવે છે? વાયરલ રિસર્ચ પાછળનું સાચું વિજ્ઞાન

હાલમાં એક આંતરરાષ્ટ્રીય સંશોધન ચર્ચાનો વિષય બન્યું છે. અમેરિકાની મિયામી યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે...
Charcha Patra 
શું લગ્ન કેન્સરથી બચાવે છે? વાયરલ રિસર્ચ પાછળનું સાચું વિજ્ઞાન

બર્થ-ડે પાર્ટી બની ગઇ કાળ... મુંબઈ-વડોદરા હાઇવે પર 250 કિમી/કલાકની ઝડપે દોડાવી BMW; ફૂરચે-ફૂરચા ઉડી ગયા

મહારાષ્ટ્રના બદલાપુરથી હૃદયદ્રાવક સમાચાર આવ્યા છે. જન્મદિવસની ઉજવણી પછી હાઇ સ્પીડ ડ્રાઇવ કરવા નીકળેલા ત્રણ યુવાન મિત્રોની મુસાફી થોડીવારમાં જ...
National 
બર્થ-ડે પાર્ટી બની ગઇ કાળ... મુંબઈ-વડોદરા હાઇવે પર 250 કિમી/કલાકની ઝડપે દોડાવી BMW; ફૂરચે-ફૂરચા ઉડી ગયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.