- National
- પોલીસ જ બની ચોર બની! દરોડા દરમિયાન લાખોના દાગીના ગાયબ કરી દીધા; ASP ઇન્સ્પેક્ટર સહિત 2 સસ્પેન્ડ
પોલીસ જ બની ચોર બની! દરોડા દરમિયાન લાખોના દાગીના ગાયબ કરી દીધા; ASP ઇન્સ્પેક્ટર સહિત 2 સસ્પેન્ડ
બિહારના વૈશાલી જિલ્લામાં ચોરના ઘરેથી જ ચોરીનો મામલો સામે આવ્યો છે. હેરાનીની વાત એ છે એ, આ ચોરીનો આરોપ કોઈ બીજા પર નહીં, પરંતુ પોલીસ અધિકારીઓ પર જ લાગ્યો છે. ASPએ આ કેસમાં કાર્યવાહી કરતા ઇન્ચાર્જ અને ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરીને તપાસ શરૂ કરી દીધી છે. આ મામલો સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે, જેનાથી ખાખી વર્દી પર કલંક લાગ્યું છે.
અહેવાલો અનુસાર, 31 ડિસેમ્બરે લાલગંજ પોલીસ સ્ટેશનની પોલીસે હાજીપુરના બિલાનપુર ગામના રહેવાસી કુખ્યાત ચોર રામપ્રીત સાહનીના ઘરે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે ચોરાયેલા વાસણો, ટીવી, કારતૂસ સાથે-સાથે અન્ય ઘણી વસ્તુઓ જ મળી હોવાનો દાવો કર્યો હતો. જોકે, ગેંગનો પર્દાફાશ થયા બાદ, એવું બહાર આવ્યું કે પોલીસને રામપ્રીતના ઘરેથી ન માત્ર વાસણો, ટીવી અને અન્ય વસ્તુઓ, પરંતુ 2 કિલોગ્રામ સોનું, 6 ચાંદી અને રોકડ પણ મળી આવ્યું હતું.
https://twitter.com/SpVaishali/status/2007720610001219918?s=20
એવો આરોપ છે કે પોલીસ ટીમે આ વસ્તુઓ ક્યાંક છુપાવી હતી. આરોપીના સંબંધી રામપ્રીત સાહનીએ પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પોલીસે ચોરીના બહાને પહેલા ઘરમાં દરોડો પાડ્યો હતો અને લાખો રૂપિયા રોકડા, 2 કિલો સોનું અને 6 કિલો ચાંદી લઈ ગયા હતા, જેને પોલીસે જપ્તીની યાદીમાં ક્યાંય નોંધ્યા નથી. પોલીસકર્મીઓ પર ચોરીના ગંભીર આરોપોથી વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો.
આ મામલે કાર્યવાહી કરનારા વૈશાલીના SP લલિત મોહન શર્માએ લાલગંજ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સંતોષ કુમાર અને ઇન્સ્પેક્ટર સુમન ઝાને સસ્પેન્ડ કરી દીધા છે. આ ઘટનાથી પોલીસની છબી ખરડાઈ છે. આ ઘટના અંગે વિસ્તારમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે. હાલમાં, પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

