કરોડોની નોકરી છોડી એન્જિનિયર બનશે જૈન મુનિ, જણાવ્યું કેવી રીતે થયું મન પરિવર્તિત

આજે બાગપતથી મોટો સમાચાર સામે આવ્યા છે, જે જીવનના અસલી અર્થ અને વૈરાગ્યનું અનોખું ઉદાહરણ રજૂ કરે છે. કરોડોના કપડાના વ્યવસાય, આધુનિક જીવનની બધી સુખ-સુવિધાઓ અને ઉજ્જવળ ભવિષ્યને પાછળ છોડીને બાગપતના 30 વર્ષીય હર્ષિત જૈને સંયમ અને સાધનાનો માર્ગ અપનાવ્યો છે. કોરોનાકાળમાં સંસારની નશ્વરતાનો અનુભવ કર્યા બાદ, હર્ષિતે દીક્ષા લેવાનું અને સાધુ બનવાનું નક્કી કર્યું. બાગપતના બામનોલી જૈન મંદિરમાં આયોજિત ભવ્ય તિલક સમારોહમાં બે અન્ય યુવાનોએ પણ સાંસારિક મોહ-માયાનો ત્યાગ કરીને આધ્યાત્મિકતાનો માર્ગ અપનાવી લીધો છે. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે એક સફળ વ્યાપારીએ વૈરાગ્યને પોતાના જીવનનો નવો આધાર બનાવી લીધો છે.

દોઘટ બ્લોકના રહેવાસી 30 વર્ષીય હર્ષિત જૈને કરોડો રૂપિયાનો કપડાનો વ્યવસાય છોડીને સંયમ અને આધ્યાત્મિકતાનો માર્ગ અપનાવ્યો છે. હર્ષિતની સાથે ઉત્તરાખંડના વિદ્યાર્થીઓ સંભવ જૈન અને હરિયાણાના શ્રેયસ જૈને પણ દીક્ષા લઈને સાંસારિક જીવનનો ત્યાગ કર્યો છે. ત્રણેય માટે તિલક સમારોહ બામનોલી ગામના જૈન મંદિરમાં એક ભવ્ય સમારોહ આયોજિત કરાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સાધુઓ, સાધ્વીઓ અને જૈન સમુદાયના ગણમાન્ય લોકોએ હાજરી આપી હતી.

engineer4
bhaskarenglish.in

હર્ષિત જૈન તેમના પરિવારમાં સૌથી નાનો પુત્ર છે. તેમના પિતા સુરેશ જૈન દિલ્હીમાં એક પ્રખ્યાત ઇલેક્ટ્રિકલ સાધનોના વેપારી છે, જ્યારે તેમની માતા સવિતા જૈન ગૃહિણી છે. તેમના મોટા ભાઈ સંયમ જૈન દિલ્હીની જૈન હૉસ્પિટલમાં ડૉક્ટર તરીકે કામ કરે છે અને ભાભી ગૃહિણી છે. હર્ષિતે પોતાનું પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બારૌત શહેરમાં મેળવ્યું હતું અને બાદમાં ગાઝિયાબાદમાં એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ, તેમણે દિલ્હીના ચાંદની ચોકમાં એક સફળ કપડાંનો વ્યવસાય શરૂ કર્યો અને નાની ઉંમરે આર્થિક રીતે સશક્ત બની ગયા હતા. પરંતુ સફળતાના શિખર પર પહોંચ્યા છતા તેમનો ઝુકાવ આધ્યાત્મિકતા તરફ જળવાઈ રહ્યો. કોરોના મહામારી દરમિયાન જ્યારે લોકો વચ્ચે અંતર વધ્યું અને પરિવારના સભ્યો પણ એક-બીજાથી દૂર રહેવા લાગ્યા, ત્યારે હર્ષિતના મનમાં દુનિયાની નશ્વરતાનો અહેસાસ વધુ ઊંડો થયો.

તેમણે જણાવ્યું કે, આ સમય દરમિયાન જીવન અને મૃત્યુ વચ્ચેના સંઘર્ષને જોઈને તેમનામાં વૈરાગ્ય જાગ્યો, અને તેમણે ભગવાનના શરણમાં જવાનો દૃઢ સંકલ્પ કર્યો. ગુરુદેવથી પ્રેરાઈને તેમણે બધી મોહ-માયા ત્યાગ કરીને સંયમનો માર્ગ અપનાવવાનો સંકલ્પ લીધો.

engineer
tv9hindi.com

હર્ષિત જૈને જણાવ્યું કે તેમના પરિવારને બાળપણથી જ જૈન સંતોનો આશીર્વાદ મળ્યો છે અને તેઓ બાળપણથી જ ધાર્મિક વાતાવરણમાં ઊંડાણપૂર્વક સંકળાયેલા રહ્યા છે. તેમણે શાળા અને કોલેજ પૂર્ણ કરી, અને વ્યવસાય પણ સંભાળ્યો, પરંતુ કોવિડકાળે તેમના પર ઊંડી અસર કરી. કોરોનામાં જોયું કે પોતિકા પણ દૂર થઈ ગયા. તેમની સાથે રહેતા લોકો મળવામાં પણ ગભરાતા હતા. તે સમયે તેમને સમજાયું કે આ દુનિયામાં કોઈ આપણું કાયમી નથી. આપણે એકલા આવ્યા છીએ અને એકલા જ જઈશું. આ વિચાર મારા ત્યાગનું કારણ બન્યા.

About The Author

Related Posts

Top News

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

તલાક બાદ મુસ્લિમ મહિલાઓ લગ્ન સમયે પતિ અને તેને મળેલી ભેટ પણ પાછી મેળવી શકશે

તલાક પામેલી મુસ્લિમ મહિલાઓના નાણાકીય સુરક્ષા અને સન્માનને મજબૂત કરતા એક ઐતિહાસિક ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે...
National 
તલાક બાદ મુસ્લિમ મહિલાઓ લગ્ન સમયે પતિ અને તેને મળેલી ભેટ પણ પાછી મેળવી શકશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.