વિધાનસભામાં ભાજપની ટિકીટ અપાવવાનું કહીને 4.50 કરોડની છેતરપિંડી, મહિલાની ધરપકડ

કર્ણાટક વિધાનસભાની બયુંદર બેઠક પરથી વિધાનસભાની ટિકીટ મેળવવા માટે એક બિઝનેસમેને 4.50 કરોડ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. પોલીસે એક મહિલા સહિત 4ની ધરપકડ કરી છે.

રાજકીય હોદ્દો મેળવવા લોકો શું કરવા તૈયાર નથી? કેટલાક લોકો વર્ષો સુધી રાજકીય પક્ષોમાં કામ કર્યા બાદ ટિકિટ મેળવવાની લાલસા રાખે છે તો કેટલાક પાણીની જેમ પૈસા ખર્ચીને ટિકિટ મેળવવા માગે છે. આવો જ એક કિસ્સો કર્ણાટકમાંથી સામે આવ્યો છે, જ્યાં કેટલાક લોકોએ RSSની નજીક હોવાનું કહીને એક બિઝનેસમેન પાસેથી 4.5 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. આરોપીએ બિઝનેસમેનને વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપવાનું વચન આપ્યું હતું. પોલીસે આ કેસમાં ચૈત્રા કુંડાપુરા નામની મહિલા અને તેના 3 સહયોગીઓની ધરપકડ કરી છે.

બેંગલુરુ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, બિઝનેસમેન ગોવિંદ બાબુ પૂજારી RSSની વિચારધારાથી પ્રભાવિત છે. તેમના મિત્રોએ તેમને રાજકારણમાં સક્રિય થવાની સલાહ આપી. પ્રસાદ બાયન્દુર નામના વ્યક્તિએ તેમનો પરિચય ચૈત્રા કુંડાપુરા સાથે કરાવ્યો જેણે પોતાને RSSના ટોચના નેતાઓની નજીક હોવાનું કહ્યું હતું. ગોવિંદ પુજારીનાકહેવા પ્રમાણે, ચૈત્રાએ પણ પોતાને PMOમાં મોટી ઓળખાણ હોવાનું કહ્યું હતું.

આરોપી ચૈત્રાએ બિઝનેસમેન ગોવિંદને ગગન કડુર નામના વ્યકિત સાથે ઓળખાણ કરાવી હતી જે પોતાને ઉડ્ડુપી જિલ્લાનો યુવા મોરચાનો પ્રમુખ હોવાનું કહ્યું હતું. એ પછી ગોવિંદ પુજારીની વિશ્વનાથ નામના વ્યકિત સાથે મુલાકાત કરાવવામાં આવી જે RSS લીડર અને કેન્દ્રીય ટિકીટ પસંદગી સમિતિના સભ્ય હોવાનું કહ્યું હતું.

આ બધાએ ભેગા થઇને ગોવિંદ પુજારીને બયુંદરથી ટિકીટ અપાવવાની ખાત્રી આપી હતી. આ કામ માટે ગોવિંદ પુજારીએ 3 હપ્તામાં આરોપીઓને 3 કરોડ રૂપિયા આપ્યા હતા. આ ઉપરાંત આ ઉપરાંત અભિનવ સ્વામી નામના વ્યકિતને અલગથી 1.50 કરોડ રૂપિયા આપ્યા હતા.

આ વર્ષના માર્ચમાં એક દિવસ ચૈત્રાઅ ગોવિંદ પુજારીને ફોન કરીને કહ્યુ કે વિશ્વનાથ હિમાલય ગયા હતા અને તેમનું અવસાન થયું છે. આ વાતથી બિઝનેસમેનને શંકા ગઇ અને તેણે તપાસ કરી તો ખબર પડી કે RSSમાં વિશ્વનાથ નામનો કોઇ નેતા છે જ નહીં. એ તો પ્રસાદ નામનો વ્યકિત હતો જેને એકટિંI કરવા માટે 1 લાખ રૂપિયા આપીને હાયર કરવામાં આવ્યો હતો.

જ્યારે ગોવિંદ પુજારીએ પોતાના રૂપિયા પાછા માંગ્યા તો તેમને જાનથી મારી નાંખવાની ધમકી મળી હતી.બિઝનેસમેન ગોવિંદ પુજારીએ પોલીસને આખી વાત કહી દીધી અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચૈત્રા કુંડાપુર અને તેના 3 સાથીઓની ધરપકડ કરી હતી. હજુ 3 આરોપીની શોધખોળ ચાલી રહી છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.