- National
- ગોરખપુરમાં નકલી IAS અધિકારી પકડાયો...બનેવી MSc, સાળો સોફ્ટવેર એન્જિનિયર...
ગોરખપુરમાં નકલી IAS અધિકારી પકડાયો...બનેવી MSc, સાળો સોફ્ટવેર એન્જિનિયર...
ઉત્તર પ્રદેશની ગોરખપુર પોલીસે એક શિક્ષિત છેતરપિંડી કરનારની ધરપકડ કરી છે, જેના કારનામા જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. બિહારના સીતામઢીના રહેવાસી ગૌરવ કુમાર સિંહ ઉર્ફે લલિત કિશોરે પોતે IAS અધિકારી હોવાનો દાવો કર્યો હતો. તેની પાસે ખરેખર તો MScની જ ડિગ્રી હતી, પરંતુ તેની છેતરપિંડીનું આખું નેટવર્ક ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને મધ્ય પ્રદેશ સુધી ફેલાયેલું હતું. તેનો સાળો, સોફ્ટવેર એન્જિનિયર અભિષેક કુમાર, તેના સમગ્ર નકલી IAS ઓપરેશનમાં સમાન ભાગીદાર હતો.
લલિત કિશોર ભણવામાં એક સરેરાશ વિદ્યાર્થી હતો અને IAS અધિકારી બનવાનું સ્વપ્ન જોતો હતો. તેણે લગભગ ત્રણ વર્ષ સુધી સિવિલ સર્વિસીસ માટે તૈયારી પણ કરી હતી. આ દરમિયાન, તેણે સુપર-50 નામનું કોચિંગ સેન્ટર ખોલ્યું અને વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કર્યું. આનાથી તેના જીવનમાં એક વળાંક આવ્યો. તેણે એક વિદ્યાર્થી પાસેથી નોકરી અપાવવાના બહાને 2 લાખ રૂપિયા લીધા.
નોકરીના નામે પૈસા લીધા પછી, જ્યારે કામ ન થયું અને તે પૈસા પાછા આપવાનો વખત આવ્યો, તો તે પરત કરી શક્યો નહીં. મામલો પોલીસ સુધી પહોંચ્યો, અને તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો. આ કેસ પછી, તેને લાગ્યું કે હવે સરકારી નોકરીની કોઈ શક્યતા નથી, તેથી તે તેના ગામ પાછો ફર્યો. આ સમય દરમિયાન, તેણે લગ્ન પણ થઇ ગયા, અને તેની જવાબદારીઓ વધી ગઈ. પૈસાની વધતી જતી જરૂરિયાતે તેના મગજમાં છેતરપિંડીના વિચારને જન્મ આપ્યો.
લલિતે સરકારી કામ, નોકરી અને ટેન્ડરનું વચન આપીને પૈસા કમાવવાની યોજના બનાવી. પરંતુ યોજનાને અસલી રૂપ આપવા માટે તેનો સોફ્ટવેર એન્જિનિયર સાળો અભિષેક મુખ્ય આધાર સાબિત થયો. અભિષેકે તેના માટે નકલી IAS ID બનાવ્યો, તેનું નામ અને ઓળખ કાર્ડ, નકલી લેટરહેડ, ડિજિટલ દસ્તાવેજો અને એક સત્તાવાર શૈલીની નેમપ્લેટ પણ તૈયાર કરી હતી.
લલિત કડક રીતે પ્રોટોકોલમાં રહેતો, સરકારી વાહનો જેવો સેટઅપ, નકલી સુરક્ષા વ્યવસ્થા અને ઉચ્ચ કક્ષાના અધિકારીનું વર્તન. તેનું વર્તન જ એવું હતું કે તેણે કોઈ પણ પૂછપરછ કર્યા વિના ઘણા જિલ્લાઓમાં લોકોને પ્રભાવિત કર્યા. કોઈએ તેને સવાલ કરીને પૂછપરછ કરવાની હિંમત કરી નહીં.
આ ખોટા દેખાડાનો ઉપયોગ કરીને, તે અને તેનો સાળો બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરોને સરકારી ટેન્ડર આપવાનું વચન આપતા અને લાખો રૂપિયાની ખંડણી ઉઘરાવતા. તેનું નેટવર્ક સતત વિસ્તરતું રહ્યું, અને તે સોશિયલ મીડિયા પર પોતાને એક ઉચ્ચ કક્ષાના અધિકારી તરીકે રજૂ કરતો હતો.
ગોરખપુર પોલીસને માહિતી મળી કે, એક વ્યક્તિ ખોટી માહિતી ફેલાવી રહ્યો છે અને IAS અધિકારી હોવાનો દાવો કરીને લોકો પાસેથી પૈસા ઉઘરાવી રહ્યો છે. તપાસમાં, મામલો શંકાસ્પદ લાગ્યો. પોલીસે તેની ધરપકડ કરી અને પૂછપરછ કરી, અને સત્ય બહાર આવ્યું, તે કોઈ અધિકારી નહોતો, પરંતુ MSc પાસ, નિષ્ફળ કોચિંગ સંચાલક લલિત કિશોર હતો.
આરોપીએ નકલી દસ્તાવેજો, નકલી ઓળખ અને નકલી પ્રોટોકોલ દ્વારા મોટા પાયે લોકો સાથે છેતરપિંડી કરી હતી. તેનું નેટવર્ક અનેક રાજ્યોમાં ફેલાયેલું હોવાની શંકા છે. ગોરખપુર પોલીસે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આરોપીનું નામ લલિત કિશોર છે, જેણે MSc સુધીનો અભ્યાસ કર્યો છે. SP સિટીએ જણાવ્યું હતું કે, તેઓ આ બાબતથી વાકેફ છે.

