દિલ્હીમાં 15 વર્ષના છોકરાએ 2 વર્ષની છોકરીને કાર તળે...

હાલમાં જ નોઇડામાં એક લેમ્બોર્ગિની કાર ચાલકે 2 મજૂરોને ટક્કર મારવાની ઘટના સામે આવી હતી, ત્યારે દિલ્હીમાં રૂવાડા ઊભા કરી દે, તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં અકસ્માતમાં એક માસૂમ છોકરીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મધ્ય દિલ્હીમાં નબી કરીમમાં સ્થિત રામ નગર વિસ્તારમાં, એક 15 વર્ષીય સગીરે ગલીમાં રમી રહેલી 2 વર્ષીય છોકરીને કારથી કચડી દીધી, જેના કારણે તેનું કમકમાટીભર્યું મોત થઇ ગયું. આ દર્દનાક ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા સગીર છોકરાના પિતા પંકજ અગ્રવાલની ધરપકડ કરી લીધી અને કારને પણ જપ્ત કરી લીધી હતી.

Delhi-Accident1
deccanherald.com

 

કેવી રીતે થયો અકસ્માત?

આ અકસ્માત ત્યારે થયો, જ્યારે આરોપી છોકરો હ્યુન્ડાઈ વેન્યૂ કાર ચલાવી રહ્યો હતો અને તેણે કાર પરથી નિયંત્રણ ગુમાવી દીધું. કારે માસૂમ છોકરીને ખરાબ રીતે કચડી નાખી. છોકરીના પિતા તેને તાત્કાલિક હૉસ્પિટલ લઈ ગયા, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી. આ દર્દનાક ઘટના બાદ, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા સગીર છોકરાના પિતા પંકજ અગ્રવાલની ધરપકડ કરીને કાર જપ્ત કરી લીધી. મૃતક છોકરીના પિતા બેગ બનાવવાનું કામ કરે છે, જ્યારે આરોપીનો પિતા પ્લાયવુડનો વ્યપાર કરે છે.

Delhi-Accident2
hindustantimes.com

 

સરકારે સગીરો દ્વારા વાહન ચલાવવા અંગે કડક કાયદો બનાવ્યો છે. જો કોઈ સગીર વાહન ચલાવતી વખતે અકસ્માત કરે છે તો તેના માતા-પિતાને જવાબદાર ઠેરવવામાં આવશે. એ છતા ઘણા બેદરકાર વાલીઓ પોતાના બાળકોને વાહનો આપી દે છે. આ ઘટના એક કડવું સત્ય ઉજાગર કરે છે કે માતા-પિતાની થોડી બેદરકારી કેવી રીતે માસૂમ બાળકનો જીવ લઈ શકે છે. આ પ્રકારની દુર્ઘટનાઓને રોકવા માટે કાયદાની સાથે-સાથે સમાજે પણ જાગૃત થવાની જરૂર છે. માતા-પિતાએ સમજવું જોઈએ કે બાળકોને સમયથી પહેલા વાહન ચલાવવાની છૂટ આપવી ન માત્ર ગેરકાયદેસર છે, પરંતુ ઘાતક પણ સાબિત થઈ શકે છે.

About The Author

Related Posts

Top News

અમદાવાદ ટ્રાફિક પોલીસનું X(ટ્વીટર) એકાઉન્ટ સસ્પેન્ડ: T20 વર્લ્ડ કપની પોસ્ટ બની કારણ?

અમદાવાદ શહેરની ટ્રાફિક સમસ્યાઓ અને અપડેટ્સ માટે કાર્યરત સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ @PoliceAhmedabad ને X (અગાઉનું ટ્વિટર) દ્વારા હાલ...
Gujarat 
અમદાવાદ ટ્રાફિક પોલીસનું X(ટ્વીટર) એકાઉન્ટ સસ્પેન્ડ: T20 વર્લ્ડ કપની પોસ્ટ બની કારણ?

મોનાલિસા 'લવ જેહાદ'માં ફસાઇ, મેનેજરે કરી દીધી ડીલ; દિગ્દર્શકનો દાવો

Viral Mahakumbh Girl Monalisa Marries Boyfriend Farman Khan At Kerala Temple Amid Police Protection
Entertainment 
મોનાલિસા 'લવ જેહાદ'માં ફસાઇ, મેનેજરે કરી દીધી ડીલ; દિગ્દર્શકનો દાવો

ગુજરાતના ખેડૂતો માટે જમીન માપણીની ભૂલો સુધારવા સરકારનો મોટો નિર્ણય

જો તમારી ખેતીની જમીનની માપણીમાં કોઈ ભૂલ રહી ગઈ હોય અને સરકારી કચેરીઓના ધક્કા ખાઈને તમે પરેશાન હોવ, તો...
Governance 
ગુજરાતના ખેડૂતો માટે જમીન માપણીની ભૂલો સુધારવા સરકારનો મોટો નિર્ણય

‘હું 20 વર્ષથી તેને મા*રવાનો પ્રયાસ કરી રહ્યો...’ કોણ છે કમલ સિંહ? જેણે ફારુક અબ્દુલ્લા પર ગોળી ચલાવી

જમ્મુ-કાશ્મીરમાં લગ્ન સમારોહમાં ફાયરિંગ કરવાના આરોપીનું નિવેદન સામે આવ્યું છે. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા અને નાયબ મુખ્યમંત્રી સુરિન્દર...
Politics 
‘હું 20 વર્ષથી તેને મા*રવાનો પ્રયાસ કરી રહ્યો...’ કોણ છે કમલ સિંહ? જેણે ફારુક અબ્દુલ્લા પર ગોળી ચલાવી

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.