ટ્રેનના 'સુહાગરાત' કોચના મામલે હોબાળો, વીડિયો વાયરલ થયા બાદ TC સસ્પેન્ડ

ભારતીય રેલવેની એક ટ્રેનમાં 1AC કોચની સજાવટ અંગેનો વિવાદ વધતો જઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર 'સુહાગરાત' રૂમની જેમ શણગારવામાં આવેલા કોચનો એક વીડિયો વાયરલ થયા બાદ હવે રેલવે વહીવટીતંત્રએ સંબંધિત TC (ટિકિટ ચેકર)ને સસ્પેન્ડ કરી દીધા છે.

આ ઘટના 6 જુલાઈ, 2026ની છે, જ્યારે નંદીગ્રામ એક્સપ્રેસ (ટ્રેન નં. 11002)માં મુસાફરી કરી રહેલા એક દંપતીએ તેમની મુસાફરીને ખાસ બનાવવા માટે ઓનલાઈન એક ખાનગી ડેકોરેટરને કામ પર રાખ્યો હતો. આ ડેકોરેટરે ટ્રેનની અંદર જઇને તેના આખા કોચને સુહાગરાતના રૂમની જેમ શણગાર્યો હતો.

વીડિયો સામે આવ્યા પછી રેલવે વહીવટીતંત્ર હરકતમાં આવી ગયું છે, આ ઘટનાને ગંભીર સુરક્ષા ભૂલ માની છે. આ બેદરકારીને કારણે સંબંધિત સ્ટાફ સભ્યને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, અને આ બાબતની વિગતવાર વિભાગીય તપાસ માટે આદેશો જાહેર કરવામાં આવ્યા છે.

AC-Train-Coach1
ndtv.com

રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર, મુસાફરો દ્વારા તેમના કોચને શણગારવા સામે રેલવેને કોઈ વાંધો નથી. જો કોઈ મુસાફર આખી કેબિનબુક કરાવે છે અને તેને જાતે સજાવે છે, તો રેલવેનું કોઇ લેવુ-દેવું નથી; તે સંપૂર્ણપણે મુસાફરનો પોતાનો અધિકાર છે કે તેઓ કેવી રીતે મુસાફરી કરવા માંગે છે, અને આને કોઈપણ કાયદાનું ઉલ્લંઘન માનવામાં આવતું નથી.

AC-Train-Coach
aajtak.in

પરંતુ, આ મામલે વાસ્તવિક વિવાદ બાહ્ય ડેકોરેટર ટ્રેનમાં આવવાને લઇને થયો હતો. રેલવે વહીવટીતંત્રનું કહેવું છે કે ખાનગી ડેકોરેટરનો ફર્સ્ટ AC કોચમાં પ્રવેશ સંપૂર્ણપણે અનધિકૃત હતો. પરવાનગી વિના બહારનો વ્યક્તિ VIP કોચમાં પ્રવેશ કરવો સુરક્ષા પ્રોટોકોલનું ઉલ્લંઘન છે. રેલવેએ જણાવ્યું છે કે તપાસ અહેવાલમાં સામે આવ્યા બાદો તથ્યો સામે આવશે, તેનો આધારે આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

તમિલનાડુના રાજકારણમાં હાલમાં મોટી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. CM C. જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની શાસક તમિલનાડુ વેટ્રી કઝગમ (...
National 
તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાં યુવા નેતાઓ આગલી હરોળમાં નેતૃત્વ કરી રહ્યા છે. સારી વાત છે...
Opinion 
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

E20 પેટ્રોલને લઇને રાષ્ટ્રવ્યાપી બહેસ વચ્ચે કેન્દ્ર સરકારે તેની ઇથેનોલ મિશ્રણ નીતિનો મજબૂત રીતે બચાવ કર્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી...
Business 
E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા

મધ્ય પ્રદેશમાં વિકાસ અને માર્ગ માળખાગત સુવિધાઓમાં સુધારાના દાવાઓ વચ્ચે શાસક ભાજપ નેતા સાથે સંકળાયેલી એક અનોખી ઘટનાએ વ્યાપક ચર્ચા...
Politics 
‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.