સરકારે પૈસા માટે દરિયાને પણ ન છોડ્યો, મુંબઈમાં દરિયાના પાણીમાં જાહેરાતના બોર્ડ તરતા જોવા મળશે

મુંબઈમાં સમુદ્રના પાણીમાં હવે લહેરો સાથે માછલી, હોડીઓ અને જાહેરાતના મોટા મોટા બિલબોર્ડ પણ તરતા જોઈ શકાશે. મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડે મુંબઈના દરિયા કિનારે તરતા જાહેરાત પ્લેટફોર્મ અને બિલબોર્ડ લગાવવા માટે ટેન્ડર બહાર પાડ્યા છે. આ યોજનામાં જુહુ બીચ, બાંદ્રા-વરલી સી લિંક અને લોટસ જેટી જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. સરકારનો દાવો છે કે આનાથી બંદરો અને જળ પરિવહન માટે આવક થશે.

જોકે, આ સરકારી યોજનાથી વિવાદ શરુ થઇ ગયો છે. પર્યાવરણ કાર્યકરો અને સ્થાનિક રહેવાસીઓએ પ્રશ્નો ઉઠાવ્યા છે. હવે, શિવસેના (ઉદ્ભવ ઠાકરે જૂથ)ના નેતા આદિત્ય ઠાકરે પણ વિરોધમાં ઉતર્યા છે. તેમણે CM દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને આ નિર્ણયને રોકવાની માંગ કરી છે. બાંદ્રા વેસ્ટ રેસિડેન્ટ્સ એસોસિએશને પણ તેનો વિરોધ કર્યો છે.

Maritime-Board-Floating-Ads1
instagram.com

આ યોજનાના કેન્દ્રમાં મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ (MMB) છે. આ રાજ્ય સરકારનું બોર્ડ છે જે બંદરો અને દરિયાઈ પરિવહનનું નિરીક્ષણ કરે છે. બોર્ડે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR)માં આશરે 29 સ્થળોએ જાહેરાત માટે ટેન્ડર બહાર પાડ્યા છે. આ યોજનામાં બે પ્રકારની જાહેરાતોનો સમાવેશ થાય છે.

પહેલું ફ્લોટિંગ એડવર્ટાઇઝિંગ બાર્જ છે. આ મોટા પ્લેટફોર્મ અથવા હોડી જેવા માળખા છે જે દરિયામાં તરતા હોય છે. આના પર જાહેરાતો પ્રદર્શિત કરવામાં આવશે.

બીજું ફિક્સ્ડ હોર્ડિંગ્સ છે. આ દરિયાકિનારા, જેટી અને અન્ય સ્થળોએ મૂકવામાં આવેલા સામાન્ય જાહેરાત બોર્ડ છે.

Maritime-Board-Floating-Ads
exchange4media.com

ટેન્ડર મુજબ, કુલ 29 જાહેરાત માળખાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં 15 ફ્લોટિંગ બાર્જ અને 14 સામાન્ય હોર્ડિંગ્સનો સમાવેશ થાય છે. દરેક જાહેરાત 40×40 ફૂટ સુધીની હોઈ શકે છે.

આ માટે પસંદ કરાયેલા સ્થળોમાં જુહુ બીચ, લોટસ જેટી, બાંદ્રા-વર્લી સી લિંક જેટી, કાર્ટર રોડ અને માર્વે જેટીનો સમાવેશ થાય છે. નવી મુંબઈ અને મુંબઈ મેટ્રોપોલિટન રિજનના અન્ય વિસ્તારોમાં પણ જાહેરાતો મૂકવાની છે.

હવે, ચાલો વિવાદ અંગે વાત કરીએ. આ અંગે શિવસેના (UBT)ના નેતા આદિત્ય ઠાકરેએ X પર લખ્યું, 'મુંબઈના દરિયાકાંઠાને બગાડવા, તેની સુંદરતા બગાડવા અને મુંબઈને લૂંટવા માટે 101 રીતો. BJP સરકાર આ બધું કરી રહી છે. આ નાગરિકો માટે નથી, પરંતુ કોન્ટ્રાક્ટરોના અમુક જૂથને ફાયદો પહોંચાડવા માટે છે.'

આદિત્ય ઠાકરેએ CM દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને પૂછ્યું હતું કે, 'જ્યારે શહેર પહેલાથી જ પ્રદૂષિત છે ત્યારે દરિયામાં આ બિલબોર્ડ લગાવવાનો શું અર્થ છે? લોકો પહેલાથી જ તેજસ્વી LED લાઇટોથી પરેશાન છે.'

જ્યારે, મહારાષ્ટ્ર સરકારે યોજનાનો બચાવ કર્યો છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, મહારાષ્ટ્રના બંદરો અને મત્સ્યઉદ્યોગ મંત્રી, નિતેશ રાણેએ દલીલ કરી હતી કે અગાઉ, મેરીટાઇમ બોર્ડ ફક્ત જાહેરાત માટે NOC બહાર પાડતું હતું, જે બોર્ડ માટે સીધી આવક ઉત્પન્ન કરતું ન હતું. હવે, જાહેરાત અધિકારો આપીને, બોર્ડ પોતે જ આવક ઉભી કરી શકશે.

ટેન્ડર દ્વારા એજન્સીઓની પસંદગી કરવામાં આવશે. એજન્સીઓ પોતાના ખર્ચે જાહેરાત માળખાં બનાવશે, તેનું સંચાલન કરશે અને જાળવણી કરશે. તેના બદલામાં, તેમને નિયુક્ત સ્થળોએ જાહેરાતો પ્રદર્શિત કરવાનો અધિકાર પ્રાપ્ત થશે. આ વ્યવસ્થા DBFOM મોડેલ પર આધારિત છે, જેનો અર્થ ડિઝાઇન, નિર્માણ, નાણાં, સંચાલન અને જાળવણી થાય છે. સરકારનો દાવો છે કે આ કાર્યમાં પર્યાવરણીય અને દરિયાકાંઠાના નિયમોનું પાલન કરવામાં આવશે.

Maritime-Board-Floating-Ads2
freepressjournal.in

30 ઓક્ટોબરના અહેવાલ મુજબ, જુહુ બીચ અને વરલી જેટી માટે કેટલાક ટેન્ડર માટે અરજીઓ માટેની અંતિમ તારીખ 31 ઓક્ટોબર છે. ત્યારબાદ 2 નવેમ્બરના રોજ બિડ ખોલવાની છે. આનો અર્થ એ કે પ્રોજેક્ટ હજુ ટેન્ડર તબક્કામાં છે.

આ પ્રોજેક્ટનો વિરોધ ફક્ત રાજકીય કારણોસર નથી થઇ રહ્યો. પર્યાવરણીય નિષ્ણાતોએ પણ ચિંતા વ્યક્ત કરી છે. પાણીની ગુણવત્તા તેમજ પ્રકાશ અને અવાજથી દરિયાઈ જીવન પ્રભાવિત થાય છે. એક અખબારમાં પ્રકાશિત અહેવાલમાં, દરિયાઈ ઇકોલોજિસ્ટ શૌનક મોદીએ જણાવ્યું હતું કે, તરતા બિલબોર્ડ પર તેજસ્વી LED લાઇટ દરિયાઈ જીવોના કુદરતી જીવનને અસર કરી શકે છે.

About The Author

Related Posts

Top News

અન્ય રાજકારણીઓની જેમ જ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનો પણ દાવ થઈ ગયો

રાજકારણમાં ઘણી વખત એક તસવીર વર્ષોની મહેનતથી ઊભી કરેલી પ્રતિષ્ઠા માટે અસ્વસ્થ કરનારા સવાલો ઊભા કરી દે છે. જાહેર કાર્યક્રમોમાં...
Politics 
અન્ય રાજકારણીઓની જેમ જ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનો પણ દાવ થઈ ગયો

WhatsAppમાં આવ્યા 4 મોટા ફીચર, હવે હંમેશાં પિન થશે મેસેજ, ગ્રુપમાં પણ સ્ટેટસ મુકી શકાશે

WhatsApp ઉપયોગ કરનારા કરોડો યુઝર્સ માટે એક મોટું અપડેટ રજૂ કર્યું છે, જેમાં ખાસ વાત એ છે કે ગ્રુપ...
Tech and Auto 
WhatsAppમાં આવ્યા 4 મોટા ફીચર, હવે હંમેશાં પિન થશે મેસેજ, ગ્રુપમાં પણ સ્ટેટસ મુકી શકાશે

મનુસ્મૃતિના શ્લોક વાંચીને જજે પતિને 25% સેલેરી પત્નીને ચૂકવવાનો આપ્યો આદેશ

પત્ની, સગીર બાળકો અને માતા-પિતા આર્થિક રીતે પોતાનો ખર્ચ ઉછાવવામાં અસમર્થ હોય, તો તેમનો ખર્ચ ઉઠાવવો એ પતિ...
National 
મનુસ્મૃતિના શ્લોક વાંચીને જજે પતિને 25% સેલેરી પત્નીને ચૂકવવાનો આપ્યો આદેશ

IPL 2027 માટે રોહિત શર્મા ફરી સંભાળી શકે છે મુંબઈ ઈન્ડિયન્સનું કેપ્ટનપદ

મુંબઈ ઈન્ડિયન્સ આગામી IPL સિઝન 2027 માટે કેપ્ટનપદની જવાબદારી રોહિત શર્માને સોંપે તેવી પૂરી શક્યતા છે, એવું 'ધી...
Sports 
IPL 2027 માટે રોહિત શર્મા ફરી સંભાળી શકે છે મુંબઈ ઈન્ડિયન્સનું કેપ્ટનપદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.