- National
- ભીખ માગતી મહિલાના મૃત્યુ પછી ઝૂંપડામાં મળ્યા એટલા રૂપિયા કે ગણવામાં થઇ મુશ્કેલી
ભીખ માગતી મહિલાના મૃત્યુ પછી ઝૂંપડામાં મળ્યા એટલા રૂપિયા કે ગણવામાં થઇ મુશ્કેલી

મહિલાએ પૂર્ણ જીવન એક ભિખારીના સ્વરૂપે વિતાવ્યું. સ્થાનિક લોકોની વચ્ચે તેનો પરિવાર ખૂબ જ ગરીબ અને દયનીય હતો, પણ જ્યારે આ ભિખારી મહિલાની મૃત્યુ થઇ, ત્યારે તેએ જમા કરેલી રકમ જોઇને બધા આશ્ચર્યચકિત થઇ ગયા હતા. વાત એવી છે કે, ઈસ્લામપુર નગરપાલિકાના વોર્ડ નંબર 13માં પાંચ દિવસ પહેલા કોનિકા મહંતો નામની મહિલાનું નિધન થયું હતું. તેના મૃત્યુના પાંચ દિવસ પછી પરિવારના સભ્યોને નોટ અને સિક્કાઓથી ભરેલી ત્રણ પેટીઓ મળી હતી.
મહિલા જ્યારે જીવિત હતી, ત્યારે ફાટેલા વસ્ત્રો પહેરતી, તૂટેલા ઘરમાં રહેતી હતી, ઘરમાં જરૂરિયાતનું સામાન પણ મુશ્કેલથી હતું. મહિલાએ જમા કરેલા પૈસા વિશે માતા અને બહેનને પણ અંદાજો ન હતો. તેનું અંતિમ સંસ્કાર થયા બાદ જ્યારે પાડોશીઓએ અને ગ્રામીણોએ તેમના ઘરમાં શોધખોળ કરી ત્યારે રૂપિયાથી ભરેલી ત્રણ પેટીઓ મળી.
અનેક લોકોએ મળીને રૂપિયાની ગણતરી કરી
બહરહાલ ગામના અનેક લોકોએ મળીને પૈસાની ગણતરી કરી હતી. જમા કરેલા પૈસા લાખોમાં હશે, તેવો અંદાજો લગાવવામાં આવ્યો છે. આ ઘટના વિશે જે પણ વ્યક્તિએ સાંભળ્યું તે બધા આશ્ચર્યચકિત થઇ ગયા છે. કોઈને પણ અંદાજો ન હતો કે, એક ભિખારી મહિલા જે ઝૂંપડીમાં રહે છે. તેની પાસે લાખો રૂપિયા હશે. કોનિકા મહંતોનો એક દીકરો બાબૂ મહંતો પણ છે. તે પરિવારથી અલગ રહેતો હતો.
જો કે, પાડોશીઓ, સંબંધીઓ અને તેના દીકરો બાબૂ મહંતોએ કહ્યું કે, આ રકમ વૃદ્ધ માતાના નામ પર બેંકમાં રાખવામાં આવશે અને કોનિકા મહંતોના શ્રાદ્ધ અને શાંતિ કાર્ય કરવામાં તેનો ઉપયોગ કરવામાં આવશે. આ વિસ્તારના રહેવાસી અસિત સેને કહ્યું કે, ‘અમે સાંભળ્યું છે કે, પાંચ દિવસ પહેલા કોનિકા મહંતોની મૃત્યુ થઇ ગઈ. તેના ઘરમાં નોટ અને સિક્કાઓથી ભરેલી ત્રણ પેટીઓ મળી હતી.’
Top News
પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ
ઓસ્ટ્રેલિયન સંસદે ભારતીયોને 'વોટ બેંક' બતાવ્યા! નિવેદન પર PM એન્થોની અલ્બેનીઝ થયા ગુસ્સે...
સાબરમતી રિવરફ્રન્ટ પર વધ્યું જોખમ: 2 દિવસમાં 100થી વધુ સાપોનું રેસ્ક્યુ
Opinion
