- National
- દીવાલ કૂદીને ભાગતા હતા ધારાસભ્ય, EDની ટીમે દોડીને ખેતરમાંથી પકડ્યા
દીવાલ કૂદીને ભાગતા હતા ધારાસભ્ય, EDની ટીમે દોડીને ખેતરમાંથી પકડ્યા
પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડની તપાસ કરી રહેલી EDએ સોમવારે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ધારાસભ્ય જીબન કૃષ્ણ સાહાની ધરપકડ કરી હતી. EDની ટીમ જ્યારે મુર્શિદાબાદ જિલ્લાના બુરવાન સ્થિત તેમના ઘર પર દરોડા પાડવા પહોંચી, તો ધારાસભ્યએ દીવાલ કૂદીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન EDની ટીમે દોડીને નજીકના ખેતરમાંથી તેમને પકડી લીધા.
ED અધિકારીઓના જણાવ્યા અનુસાર, જીબન કૃષ્ણ સાહાને ભાગથી વખત ખેતરમાંથી પકડ્યો અને તે સમયે તેમના કપડાં અને શરીર પર કાદવ લાગી ગયો હતો. દરોડા દરમિયાન ધારાસભ્યએ પુરાવા નષ્ટ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો અને પોતાનો મોબાઇલ ફોન ઘર પાસે બનેલા તળાવમાં ફેંકી દીધો હતો. જોકે, EDની ટીમે તળાવમાંથી તેમના બંને મોબાઇલ ફોન કબજે કરી લીધા હતા. હવે તેમને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, બીરભૂમ જિલ્લાના એક વ્યક્તિ પાસેથી મળેલી માહિતીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો, જેણે કથિત ભરતી કૌભાંડ સાથે જોડાયેલી લેવડ-દેવડનો ખુલાસો કર્યો હતો. આજ વ્યક્તિ EDની ટીમ સાથે TMC ધારાસભ્યના ઘરે પણ પહોંચ્યો હતો. EDની ટીમ આ સમયે ધારાસભ્ય જીબન કૃષ્ણ સાહાના મુર્શિદાબાદ સ્થિત નિવાસસ્થાન રઘુનાથગંજમાં તેમના સાસરિયાના ઘર અને બીરભૂમ જિલ્લામાં તેમના અંગત સહાયકના ઘરે દરોડા પાડી રહી છે.
એજન્સીએ જણાવ્યું હતું કે, ધારાસભ્યની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેમને કોલકાતા લઈ જવામાં આવી રહ્યા છે, જ્યાં તેમને ED કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ અગાઉ પણ આ મામલે સાહા અને તેમના પરિવારની પૂછપરછ કરવામાં આવી છે. અગાઉ ED સાહાની પત્નીની પણ પૂછપરછ કરી ચૂંકી છે. તો CBIએ એપ્રિલ 2023માં શિક્ષક ભરતી કૌભાંડમાં કથિત અનિયમિતતાઓના આરોપમાં TMC ધારાસભ્યની ધરપકડ કરી હતી. તેમને મે 2023માં જામીન મળ્યા હતા. શિક્ષક ભરતી કૌભાંડમાં ED મની લોન્ડરિંગના પાસાઓની તપાસ કરી રહી છે, જ્યારે CBI ગુનાહિત કનેક્શનની તપાસ કરી રહી છે.

