- Politics
- કોણ છે હુમાયૂ કબીર જેમણે બંગાળમાં બાબરી મસ્જિદ બનાવવાની કરી જાહેરાત? ઉમા ભારતી આપશે પડકાર
કોણ છે હુમાયૂ કબીર જેમણે બંગાળમાં બાબરી મસ્જિદ બનાવવાની કરી જાહેરાત? ઉમા ભારતી આપશે પડકાર
વિધાનસભા ચૂંટણી અગાઉ પશ્ચિમ બંગાળના રાજકારણમાં સાંપ્રદાયિક વળાંક આવી ગયો છે. શાસક તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ધારાસભ્ય હુમાયૂ કબીરે જાહેરાત કરી છે કે, ‘તેઓ 6 ડિસેમ્બરે મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગામાં બાબરી મસ્જિદના નિર્માણ માટે શિલાન્યાસ કરશે.’ 6 ડિસેમ્બર એ તારીખ છે જ્યારે 33 વર્ષ અગાઉ અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી.
હુમાયૂ કબીર પશ્ચિમ બંગાળના ભરતપુર વિધાનસભા મતવિસ્તારના TMC ધારાસભ્ય અને ભૂતપૂર્વ મંત્રી છે. હુમાયૂ કબીરે 2021માં ભરતપુર વિધાનસભા બેઠક જીતી હતી. વિધાનસભાની ચૂંટણી 2026માં યોજાવાની છે. 2021માં, હુમાયૂ કબીરને 96,226 મત મળ્યા હતા, તેમણે ભાજપના ઇમાન કલ્યાણ મુખર્જીને 43,83 મતોના માર્જિનથી હરાવ્યા હતા. 2016માં, હુમાયૂ કબીરે સપાની ટિકિટ પર ભરતપુર બેઠક પરથી ચૂંટણી લડી હતી અને તેમને માત્ર 1497 મત મળ્યા હતા. પરંતુ જ્યારે તેઓ TMCમાં જોડાયા ત્યારે તેમનું નસીબ બદલાઈ ગયું.
https://twitter.com/umasribharti/status/1992550154084479061?s=20
હુમાયૂ કબીરે જાહેરાત કરી હતી કે, તેઓ 6 ડિસેમ્બરે બેલડાંગામાં બાબરી મસ્જિદનો શિલાન્યાસ કરશે. ઘણા મુસ્લિમ સમુદાયના નેતાઓ સમારોહમાં હાજરી આપશે. નિર્માણ 3 વર્ષમાં પૂર્ણ થઇ જશે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ કાર્યક્રમમાં ઘણા મુસ્લિમ મૌલવીઓને આમંત્રિત કરવામાં આવશે. હુમાયૂ કબીર બેલડાંગા વિસ્તારમાં ભારે પ્રભાવ ધરાવે છે અને મુસ્લિમ સમુદાયમાં લોકપ્રિય છે. કબીર અગાઉ પણ વિવાદાસ્પદ નિવેદનો અને રાજકીય ગતિવિધિઓ માટે ચર્ચામાં રહ્યા છે. તેઓ પાર્ટી નેતૃત્વથી અસંતુષ્ટ હોવાનું માનવામાં આવે છે, પરંતુ તેમણે મમતા બેનર્જીની ટીકા કરવાનું ટાળ્યું છે.
https://twitter.com/umasribharti/status/1992901026496880841?s=20
TMC ધારાસભ્યના નિવેદન પર ભાજપના નેતા અને રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા પ્રખર હિન્દુ નેતા ઉમા ભારતીએ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે X પર પોસ્ટ કરતા કહ્યું કે, ‘અમે ખુદા, ઈબાદત અને ઇસ્લામના નામે બનેલી મસ્જિદનું સન્માન કરીશું, પરંતુ બાબરના નામે બનેલી ઇમારતનું પણ એ જ હાલત થશે, જે 6 ડિસેમ્બરે અયોધ્યામાં થયું હતું. ઇંટો પણ ગાયબ થઈ ગઈ હતી.’ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને સલાહ આપતા ઉમા ભારતીએ કહ્યું કે, ‘મારી મિત્ર મમતા બેનર્જીને સલાહ છે કે બાબરના નામે મસ્જિદ બનાવવાની હિમાયત કરનારાઓ સામે કાર્યવાહી કરો. બંગાળ અને દેશની અસ્મિતા અને સદભાવની જવાબદારી તમારી પણ છે.’
અન્ય એક પોસ્ટમાં તેમણે લખ્યું કે, પશ્ચિમ બંગાળમાં બાબરના નામ પર ઇમારત બનાવવાની જાહેરાતની પ્રતિક્રિયા આપી ત્યારે કેટલાક ટ્રોલિંગનો ધમકીનો સ્વર હતો, પરંતુ આવું થાય છે, અને મારી ઓફિસ તેને મધ્યપ્રદેશ ગુપ્તચર બ્યૂરોને ફોરવર્ડ કરે છે. મને મધ્ય પ્રદેશ ગુપ્તચર બ્યૂરો પર સંપૂર્ણ વિશ્વાસ છે. જો કોઈ ગંભીરતા સામેલ હોય, તો તેઓ તેને શોધી કાઢશે.
6 ડિસેમ્બર બાબરી ધ્વંસની વર્ષગાંઠ
33 વર્ષ અગાઉ 6 ડિસેમ્બર 1992ના રોજ, રામ મંદિર આંદોલન દરમિયાન, લાખો કારસેવકોએ અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડી હતી. હિન્દુ સંગઠનોએ દાવો કર્યો હતો કે, મસ્જિદ મુઘલ શાસક બાબર દ્વારા ભગવાન રામના જન્મસ્થળ પર બનાવવામાં આવી હતી. મુસ્લિમ સંગઠનો તેને પોતાની મસ્જિદ માનતા હતા. આ ધ્વંસ બાદ, દેશભરમાં ઘણી જગ્યાએ કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. આ મામલે 2019માં સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચૂકાદો આપ્યો, જેમાં વિવાદિત સ્થળ હિન્દુ પક્ષને સોંપવામાં આવ્યું અને મુસ્લિમ પક્ષને વૈકલ્પિક 5 એકર પ્લોટ આપવામાં આવ્યો હતો.
TMC ધારાસભ્ય હુમાયૂ કબીરના નિવેદન પર પ્રતિક્રિયા આપતા, કોંગ્રેસના નેતા હુસૈન દલવાઈએ કહ્યું કે, ‘મસ્જિદ બનાવવી ઠીક છે, પરંતુ ખાસ કરીને બાબરી મસ્જિદ જ કેમ? જે વિવાદ પહેલાથી જ ઉકેલાઈ ગયો છે તેને રાજકીય લાભ માટે ફરીથી ખોલવામાં આવી રહ્યો છે. આપનો સંબંધ બાબર સાથે નથી, પરંતુ શિવાજી મહારાજ સાથે છે.’
TMC ધારાસભ્યના નિવેદન પર ભાજપના નેતા અને બંગાળના વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારીએ તીખી પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે, તેઓ સાંપ્રદાયિક તણાવ ઉશ્કેરવ માટે આ બધું કરી રહ્યા છે. ચૂંટણીઓ નજીક આવી રહી છે. ગરીબ મુસ્લિમો TMC છોડી રહ્યા છે. જેમ 2021માં તેમણે CAAને NRC કહીને બધા મુસ્લિમોને એક કર્યા હતા, આ વખતે તેઓ બાબરી મસ્જિદના નિર્માણની ચર્ચા કરીને આમ કરી રહ્યા છે.’ TMCએ હજુ સુધી હુમાયૂ કબીરના નિવેદન પર સત્તાવાર રીતે પ્રતિક્રિયા આપી નથી.

