પશ્ચિમ બંગાળની સરકારે લીધો મોટો નિર્ણય, હવે ત્યાંના સિનેમાઘરોના માલિકોએ કરવું પડશે આ કામ

કંતારા’, ‘મહાવતાર નરસિંહા’, ‘પુષ્પા અને અન્ય ફિલ્મોની સફળતા પરથી તમે અંદાજ લગાવી શકો છો કે પ્રાદેશિક ફિલ્મો પ્રત્યે દર્શકોનો ઝુકાવ કેટલો વધી રહ્યો છે. એવી ઘણી ફિલ્મો છે, જે પહેલા પ્રાદેશિક ભાષામાં રીલિઝ થાય છે અને પછી જ્યારે ફિલ્મનો ક્રેઝ વધે છે, ત્યારે નિર્માતાઓ તેને હિન્દીથી લઈને પેન ઈન્ડિયા ઓડિયન્સ માટે રીલિઝ કરે છે. સાઉથ સિનેમા બાદ, હવે પશ્ચિમ બંગાળ સરકારે બંગાળી ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે એક મોટું પગલું ઉઠાવ્યું છે, જે તેમના સિનેમા માટે ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે.

West Bengal
jagran.com

NDTVના એક રિપોર્ટ અનુસાર, પશ્ચિમ બંગાળ સરકારે બુધવારે રાજ્યના તમામ સિનેમાઘરોમાં પ્રાઇમ ટાઇમમાં પ્રાદેશિક ફિલ્મો બતાવવાનું અનિવાર્ય કરી દીધું છે. પ્રાઇમ ટાઇમમાં બપોરે 3:00 વાગ્યાથી રાત્રે 9:00 વાગ્યા સુધીનો છે, જ્યારે મોટાભાગના દર્શકો થિયેટરમાં આવે છે. સરકારે આ આદેશને તાત્કાલિક પ્રભાવથી લાગૂ કરવા કહ્યું છે.  પશ્ચિમ બંગાળ સરકારના પત્ર મુજબ, રાજ્યના તમામ મલ્ટિપ્લેક્સમાં, દરેક સિનેમા હોલની દરેક સ્ક્રીન પર, 365 દિવસ માટે પ્રાઇમ ટાઇમ શોમાં આખા વર્ષ દરમિયાન બંગાળી ફિલ્મો બતાવવું ફરજિયાત છે. સરકારે વર્ષના 365 દિવસ સિનેમાઘરોમાં એક બંગાળી ફિલ્મ બતાવવાનો આદેશ આપ્યો છે.

West Bengal
jagran.com

આ નોટમાં સ્પષ્ટપણે લખ્યું છે કે, ‘બધા મલ્ટિપ્લેક્સ અને સિંગલ થિયેટરોએ દરરોજ પ્રાઇમ ટાઇમમાં બંગાળી ફિલ્મો માટે એક સ્લોટ રાખવો જ પડશે. અધિકારીએ પોતાના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, ‘રાજ્ય સરકાર દ્વારા લાંબા સમયથી પ્રાદેશિક સિનેમાને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેઓ સુનિશ્ચિત કરવા માગે છે કે બંગાળી સિનેમાને એ એક્સપોઝર મળે અને સાથે જ પોતાના રાજ્યમાં કોમર્શિયલ અવસર પણ મળે. નોટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નવી સૂચનાઓ અનુસાર, પશ્ચિમ બંગાળ સિનેમા નિયમ 1956માં સંશોધન યોગ્ય સમયે કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.