અમેઠીમાં ચૂંટણી પહેલા રામલલાના દર્શન કરશે રાહુલ, કોણ હશે તેમની સાથે?

અમેઠીના ચૂંટણી જંગમાં ઉતરતા પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અયોધ્યા જઈને રામ લલ્લાના દર્શન કરી શકે છે. રાહુલ ગાંધી વાયનાડ પછી અમેઠીથી ચૂંટણી લડશે તેવી જોરદાર ચર્ચાઓ વચ્ચે આ માહિતી સામે આવી છે. કોંગ્રેસના સૂત્રોનો ઉલ્લેખ કરીને આ માહિતી મળી છે કે રાહુલ ગાંધી અયોધ્યા જઈને રામ લલ્લાના દર્શન કરી શકે છે. જો કે, તે કયા દિવસે અયોધ્યા પહોંચશે અને ક્યારે રામ મંદિરમાં દર્શન કરવા જશે તે અંગે કોઈ સ્પષ્ટતા આવી નથી.

કોંગ્રેસના સૂત્રો જણાવી રહ્યા છે કે, રાહુલ ગાંધી સાથે તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ રામલલાના દર્શન કરવા જઈ શકે છે. હકીકતમાં, અંદરના સૂત્રોનો ઉલ્લેખ કરીને એવી માહિતી મળી રહી છે કે, રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડી શકે છે. આ સંદર્ભે પક્ષ દ્વારા સ્થાનિક સ્તરે પણ તૈયારીઓ ઝડપી કરી દેવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે વચ્ચે પણ વાતચીત ચાલી રહી છે. આવતીકાલે વાયનાડમાં મતદાન પછી રાહુલ ગાંધીના નામની જાહેરાત થઈ શકે છે. સૂત્રોના હવાલાથી આ વાત કહેવામાં આવી રહી છે.

આ પહેલા કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP) અમેઠી લોકસભા ક્ષેત્રના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ સોમવારે દાવો કર્યો હતો કે, રાહુલ ગાંધી 26 એપ્રિલે વાયનાડમાં મતદાન પછી અમેઠી આવશે. સ્મૃતિએ કહ્યું કે, રાહુલ જ્ઞાતિવાદના નામે લોકોને વહેંચવાની સાથે મંદિરથી મંદિર જશે.

સ્મૃતિ ઈરાનીએ 2019ની લોકસભા ચૂંટણીમાં અમેઠીથી તત્કાલિન સાંસદ અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને હરાવ્યા હતા. જો કે કોંગ્રેસે હજુ સુધી અમેઠીથી પોતાનો ઉમેદવાર જાહેર કર્યો નથી. રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી 2019ની લોકસભા ચૂંટણી જીત્યા હતા અને 2024માં પણ ત્યાંથી ચૂંટણી લડી રહ્યા છે. વાયનાડમાં બીજા તબક્કામાં 26 એપ્રિલે મતદાન થશે.

સોમવારે ભેન્ટુઆ અને ભાદરમાં શેરી સભાઓને સંબોધતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું, '26 એપ્રિલે વાયનાડમાં મતદાન પછી, રાહુલ ગાંધી અમેઠીમાં રહેતા લોકો પોતાનો પરિવાર છે તે બતાવવા આવશે અને અહીંના સમાજમાં જાતિવાદની આગ લગાવવાનું કામ કરશે.' કેન્દ્રીય મંત્રીએ એવો સંકેત આપ્યો કે, 26 એપ્રિલ પછી રાહુલ ગાંધી અમેઠીથી પણ ચૂંટણી લડી શકે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 15-06-2025 દિવસ: રવિવાર મેષ:  તમારે વ્યવસાય માટે નજીક અને દૂર મુસાફરી કરવી પડી શકે છે. તમારા જીવનસાથીના સહયોગ અને...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.